For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઇમાં BMCની 5 માળની બિલ્ડિંગ ધરાશય, 25ના મોત, 32 ઘાયલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 27 સપ્ટેમ્બર: મુંબઇના મજગાંવ વિસ્તારમાં ગઇકાલે રાત્રે ઢળી પડેલી બ્રૃહદમુંબઈ મહાનગરપાલિકા (બીએમસી)ની પાંચ માળની બિલ્ડિંગમાં જીવિત લોકોને શોધવાનું અભિયાન ચાલુ છે. આ દરમિયાન આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 25 સુધી પહોંચી ગઇ છે. નિગમના સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા વધીને 25 સુધી પહોંચી ગઇ છે અને 32 લોકો ઘાયલ થયા છે. તેમને કહ્યું હતું કે કાટમાળમાં હજુ સુધી લોકો દબાયેલા હોવાની આશંકા છે. જો કે મૃતકોની ઓળખ થઇ શકી નથી. તો બીજી તરફ ઇજાગ્રસ્તોને સરકારી જેજે હોસ્પિટલ અને નૈયર હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે.

આ અકસ્માતમાં મૃતકોની સંખ્યા ગઇકાલે રાત સુધી 13 હતી, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનો સમાવેશ થાય છે. આ અકસ્માત બાદ ભારે મશીનોએ જ્યારે ક્રાંકિટના વિશાળકાય ટુકડાઓને હટાવવાનું શરૂ કર્યું અને બચાવકર્મીઓએ બિલ્ડિંગના કાટમાળમાં મૃતકો અથવા જીવત લોકોની શોધખોળ શરૂ કરી તો ગુમ થયેલા લોકોના પરિવારજનો રડવા લાગ્યા હતા.

30 વર્ષ જુની આ બિલ્ડિંગમાં લગભગ 21 પરિવાર રહેતાં હતા જે બીએમસીના ભાડુઆત હતા. બિલ્ડિંગને 'સી-2' શ્રેણીમાં રાખવામાં આવી હતી, જેનો અર્થ તેની તાત્કાલિક સારવારની જરૂરિયાત હતી. આ બિલ્ડિંગ મજગાંવ વિસ્તારમાં બાબૂ ગેનૂ બજારની પાસે બ્રહ્મદેવ ખોટ માર્ગ પર સ્થિત છે, જે હાર્બર રેલવે લાઇન પર ડાકયાર્ડ રોડ રેલવે સ્ટેશન પાસે છે.

mumbai-collapse

બચાવવામાં આવેલા લોકોમાં અનીષ કદમ (10) દીપ્તેશ કદમ (16) હબીબ શેખ (22) તૌકીર શેખ (22) હારૂન શેખ (24) અને અજય ચેંદવનકર (40) છે. બચાવ અભિયાન દરમિયાન ફાયરબ્રિગેડના અધિકારી ડી.એસ પાટીલને ઇજા પહોંચી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે ગઇકાલે વરિષ્ઠ અધિકારીઓની એક બેઠક બોલાવીને તેમના પ્રભાવી રાહત અને બચાવ અભિયાન સુનિશ્વિત કરવા માટે કહ્યું હતું. તે ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછવા માટે જે હોસ્પિટલમાં ગયા હતા અને તે બિલ્ડિંગ ઢળી પડવા પાછળ જવાબદાર લોકો વિરૂદ્ધ સખત કાર્યવાહીનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ દરમિયાન બીએમસીએ કહ્યું હતું કે તેમને બિલ્ડિંગ ઢળવા પાછળની ઘટનાની તપાસ માટે બે સમિતીઓ બનાવી છે અને આ પ્રકારની બિલ્ડિંગોની તપાસ માટે આદેશ આપી દિધો છે. નિગમના અધિકારીઓએ કહ્યું છે કે મામામિયાં ડેકોરેટર વિરૂદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેને કથિત રીતે બિલ્ડિંગમાં કેટલાક ફેરફાર કર્યા હતા.

નિગમે પ્રત્યેક મૃતક પરિવારને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. પ્રભાવિત પરિવારોની આસપાસના વિસ્તારોમાં આવાસની સુવિધા પુરી પાડવામાં આવશે. અધિકારીઓના અનુસાર બીએમસીએ ઇજાગ્રસ્તોની સારવારનો ખર્ચ પણ ઉઠાવવાનો નિર્ણય લીધો છે. આ પહેલાં જૂન પશ્વિમમાં 'આફતાબ મેનશન' નામના એક રહેણાંક બિલ્ડિંગ ઢળી પડતાં 10 લોકોના મોત નિપજ્યાં હતા.

English summary
The death toll in the building collapse in Mumbai's Mazgaon area shot up to 26 on Saturday, amidst ongoing rescue work to pull out those still trapped in the debris.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X