મુંબઇ મહિલા પત્રકારનો પાંચમાં આરોપીની પણ ધરપકડ
મુંબઇ, 25 ઑગસ્ટ: મુંબઇની ફોટો જર્નાલિસ્ટની સાથે સામુહિક બળાત્કારના મામલામાં પોલીસને પાંચમાં આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે. પાંચમાં આરોપીનું નામ સલીમ છે. સલીમને ક્રાઇમ બ્રાંચની ટીમે દિલ્હીમાં ધરપકડ કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ચોથા આરોપીની ધરપકડ પણ રવિવારે સવારે જ થઇ હતી.
ચોથા આરોપીનું નામ કાસિમ બંગાલી છે, જેને મહાલક્ષ્મી વિસ્તારથી પકડી પાડવામાં આવ્યો. ક્રાઇમ બ્રાંચની ટીમ હજી અન્ય આરોપીઓની ધરપકડ માટે ઠેર-ઠેર રેડ પાડી રહી છે. આ પહેલા પોલીસની ટીમે શનિવારે મોડી રાત્રે ત્રીજા આરોપી સિરાજ રહેમાનની ધરપકડ કરી લીધી હતી.

મહિલા પત્રકાર અને તેમના સહકર્મી દ્વારા આપવામા આવેલી જાણકારીના આધાર પર પોલીસે આરોપીઓનો સ્કેચ તૈયાર કરાવીને બધા જ પોલીસ સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં વિતરીત કરી દીધા હતા. હોસ્પિટલમાં ભર્તી પીડિત મહિલાએ પોતાનું નિવેદન કરાવતી વખતે બધા જ ગુનેગારોને જનમટીપની સજા ફટકારવાની માંગ કરી હતી.












Click it and Unblock the Notifications
