For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં બાગી ધારાસભ્યોને મળવા પહોંચ્યા ડીકે શિવકુમાર, હોટલે બુકિંગ રદ્દ કર્યું

મુંબઈમાં બાગી ધારાસભ્યોને મળવા પહોંચ્યા ડીકે શિવકુમાર, હોટલે બુકિંગ રદ્દ કર્યું

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ કર્ણાટક કોંગ્રેસે સંકટમોચક ડીકે શિવકુમાર પર સરકારને પાડવાથી બચાવવા મોટી જવાબદારી આપવામાં આવી છે. કર્ણાટક સરકાર પર મંડરાઈ રહેલ ખતરાની વચ્ચે ડીકે શિવકુમાર જેડીએસ ધારાસભ્ય શિવલિંગે ગૌડા તથા અન્ય કેટલાક નેતાઓ સાથે મુંબઈના રેનિસન્સ હોટલ પહોંચ્યા હતા જ્યાં કોંગ્રેસના 10 બાગી ધારાસભ્યો રોકાયા છે. જો કે, અહીં પહોંચવા પર મુંબઈ પોલીસે તેમને હોટલની અંદર જતાં રોક્યા. આ વચ્ચે અહેવાલ આવી રહ્યા છે કે આ હોટલે ડીકે શિવકુમાર દ્વારા કરાવવામાં આવેલ બુકિંગ પણ રદ્દ કરી દેવામાં આવ્યું છે.

હોટલે ડીકે શિવકુમારનું બુકિંગ રદ્દ કર્યું

હોટલે ડીકે શિવકુમારનું બુકિંગ રદ્દ કર્યું

ડીકે શિવકુમારે આ હોટલમાં એક રૂમ બુક કરાવ્યો હતો જ્યાં કોંગ્રેસના બાગી ધારાસભ્યો રોકાયા છે. જ્યારે હોટલ દ્વારા બુકિંગ રદ્દ કરવા પર ડીકે શિવકુમારે કહ્યું કે, તેમને મારા જેવા વિજિટર પર ગર્વ હોવો જોઈએ. મને મુંબઈથી પ્રેમ છે, મને આ હોટલ બહુ પસંદ છે. તેમને બુકિંગ રદ્દ કરવા દો મારી પાસે બીજા રૂમ પણ છે. ડીકે શિવકુમારનું કહેવું છે કે તેઓ ધારાસભ્યોને મળ્યા વિના નહિ જાય.

આ હોટલમાં રોકાયા છે ધારાસભ્યો

આ હોટલમાં રોકાયા છે ધારાસભ્યો

જણાવી દઈએ કે કોંગ્રેસ અને જેડીએસ ધારાસભ્યોએ મુંબઈ પોલીસ કમિશ્નરને ચિઠ્ઠી લખી ખુદને ખતરો ગણાવ્યા હતા. ધારાસભ્યોની અપીલ બાદ હોટલની બહાર સુરક્ષા વ્યવસ્થા આકરી કરી દેવામાં આવી છે. બાગી ધારાસભ્યોએ પોતાના પત્રમાં કહ્યું હતું કે, અમે સાંભળ્યું છે કે સીએમ કુમારસ્વામી, ડીકે શિવકુમાર હોટલમાં આવશે, જેને લઈ અમે ડરેલા છીએ અને અમે તેમને મળવા માંગતા નથી.

હોટલમાં જવાની પોલીસે ના પાડી દીધી

હોટલમાં જવાની પોલીસે ના પાડી દીધી

જ્યારે મુંબઈની આ હોટલ બહાર પોલીસે રોકતા કોંગ્રેસી નેતા ડીકે શિવકુમારે કહ્યું કે, 'અહીં મેં એક રૂમ બુક કરાવ્યો છે. મારા કેટલાક મિત્રો અહીં રહે છે, એક નાનીએવી સમસ્યા છે, મારા મિત્રો સાથે નાનો એવો મતભેદ છે જેને વાતચીત દ્વારા ઉકેલી લેવામાં આવશે. કોઈને ધમકી આપવાનો કોઈ સવાલ નથી.' પરંતુ હવે હોટલે ઈમરજન્સીનો હવાલો આપતા તેમનું બુકિંગ રદ્દ કરી દીધું છે.

Karnataka Crisis: કુમારસ્વામીએ 17 જુલાઈએ બહુમત સાબિત કરવું પડશે Karnataka Crisis: કુમારસ્વામીએ 17 જુલાઈએ બહુમત સાબિત કરવું પડશે

ડીકે શિવકુમાર ધારાસભ્યોને મળવાની જીદ પકડીને બેઠા

ડીકે શિવકુમાર ધારાસભ્યોને મળવાની જીદ પકડીને બેઠા

હોટલની બહાર જેડીએસ નેતા નારાયણ ગૌડાના સમર્થક નારેબાજી કરી રહ્યા છે. શિવકુમાર પરત જાઓના નારા લગાવી રહ્યા છે. હોટલ બહાર તણાવને જોતા મોટી સંખ્યામાં પોલીસ બળ તહેનાત કરી દેવામાં આવ્યું છે. હોટલની બહાર મહારાષ્ટ્ર રાજ્ય રિઝર્વ પોલીસ બળ અને દંગા નિરોધક પોલીસ તહેનાત કરવામાં આવી છે. આ દરમિયાન સૂત્રોના હવાલેથી અહેવાલ મળી રહ્યા છે કે કર્ણાટકના કેટલાક ભાજપી નેતા પણ મુંબઈ પહોંચી રહ્યા છે. જણાવી દઈએ કે કર્ણાયકમાં 14 બાગી ધારાસભ્યોના રાજીનામા બાદ કર્ણાટકની કુમારસ્વામી સરકાર પર સંકટના વાદળ મંડરાવા લાગ્યાં છે. જેને લઈ ભાજપ અને કોંગ્રેસ-જેડીએસ ગઠબંધનની વચ્ચે આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે.

Karnataka Crisis: કુમારસ્વામીએ 17 જુલાઈએ બહુમત સાબિત કરવું પડશે Karnataka Crisis: કુમારસ્વામીએ 17 જુલાઈએ બહુમત સાબિત કરવું પડશે

English summary
mumbai: hotel renaissance has cancelled booking of dk shivkumar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X