મુંબઈઃ ફિલ્મ સિટીની બાજુના જંગલમાં લાગી ભીષણ આગ, ફાયરબ્રિગેડની 10 ગાડી તહેનાત
મુંબઈઃ ફિલ્મ સિટીની બાજુના જંગલમાં લાગી ભીષણ આગ
મુંબઈઃ મુંબઈમાં ફિલ્મ સિટીની નજીકના પહાડી વિસ્તારોમાં સોમવારે સાંજે ભીષણ આગ લાગી છે, જેના પર મોડી રાત સુધી કાબૂ નહોતો પામી શકાયો. સાંજે 6.30 વાગ્યાની આજુબાજુમાં આરે કૉલોનીમાં આગ લાગી હતી. રિપોર્ટ્સ મુજબ ઘટના સ્થળ પર 10થી પણ વધુ ફાયરબ્રિગેડની ગાડીઓ આગને કાબૂમાં લેવા પ્રયત્નો કરી રહી છે. આગ લાગી છે તે આખો વિસ્તાર જંગલોથી ઘેરાયેલો છે, અને એવામાં ફાયર બ્રિગેડની ગાડીઓને પણ પહોંચવામાં ભારે સમય લાગ્યો.

મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે મુંબઈના ઉપનગર ગોરેગાંવમાં આઈટી પાર્કની પાસે આગ લાગી ગઈ. ફાયર ફાયટર વિભાગના અધિકારીઓ મુજબ ગોરેગાંવમાં અરુણ કુમાર વિદ્યા માર્ગની નજીક ઘટનાસ્થળ એક ખુલો પ્લૉટ છે. આ આરે કોલોની નજીક છે. આ જંગલમાં કેટલાય જાનવરો અને આદિવાસી લોકો પણ રહે છે, પરંતુ હાલ પોલીસે કોઈપણ પ્રકારની જાનહાનીની નુકસાનીની જાણકારી આપી નથી. હજુ સુધી આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું નથી.
આ પણ વાંચો- સરકારે એસ્સાર, ટાટા, અદાણીને રાહત આપવા વીજળી ગ્રાહકોના માથે નાખ્યો આ બોજો












Click it and Unblock the Notifications
