For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈ અંધેરી સ્ટેશન પર પુલનો ભાગ પડ્યો, ઘણા લોકો દબાયા હોવાની આશંકા

મુંબઈમાં થઇ રહેલા વરસાદને કારણે ઘણા લોકોને તકલીફ પડી રહી છે. ઘણી જગ્યા પર પાણી ભરાઈ ગયા છે. એટલું જ નહીં પરંતુ રેલવે સેવા પણ પ્રભાવિત થયી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

મુંબઈમાં થઇ રહેલા વરસાદને કારણે ઘણા લોકોને તકલીફ પડી રહી છે. ઘણી જગ્યા પર પાણી ભરાઈ ગયા છે. એટલું જ નહીં પરંતુ રેલવે સેવા પણ પ્રભાવિત થયી છે. સતત વરસાદને કારણે અંધેરી વેસ્ટમાં એક રેલવે સ્ટેશનનો પુલની હિસ્સો પડી ગયો છે. આ દુર્ઘટનામાં 2 લોકો ઘાયલ થયાની ખબર આવી છે, જેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જયારે ઘણા લોકો દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પુલનો હિસ્સો રેલવેના પાટાઓ પર પડ્યો છે. આ દુર્ઘટના પછી રેલવે સેવા પ્રભાવિત થયી છે. આ રૂટ પર રેલવે સેવા બિલકુલ ઠપ્પ થઇ ગયી છે.

દુર્ઘટનામાં 2 લોકો ઘાયલ

દુર્ઘટનામાં 2 લોકો ઘાયલ

મુંબઈમાં અંધેરી વિસ્તારમાં મંગળવારે સવારે ફૂટઓવર બ્રીઝ પર સ્લેબ પડી ગયો. આ બ્રીઝનું નામ ગોખલે બ્રીઝ છે, જે અંધેરી રેલવે સ્ટેશન પાસે છે. એટલે માટે હાલમાં અંધેરી થી વિરાર જતી ટ્રેન પણ રોકી દેવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે મુંબઈમાં સોમવારે સાંજ થી ભારે વરસાદ થઇ રહ્યો છે. લાખો લોકો તેને કારણે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.

કેટલાક લોકો દબાયા હોય શકે છે

કેટલાક લોકો દબાયા હોય શકે છે

આ દુર્ઘટનામાં બે લોકો ઘાયલ થયાની ખબર આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તૂટેલા હિસ્સાને હટાવવામાં ઘણો સમય લાગી શકે છે. જગ્યા પર 4 ફાયરબ્રિગેડ ગાડીઓ પણ પહોંચી ચુકી છે. રેલ અધિકારીઓ પણ જગ્યા પર પહોંચી ચુક્યા છે. હજુ કેટલાક લોકો દબાયા હોય એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાહત અને બચાવ કાર્ય શરૂ

રાહત અને બચાવ કાર્ય શરૂ

વરસાદને કારણે રાહત અને બચાવ કામમાં પરેશાની આવી રહી છે. ફાયરબ્રિગેડ કર્મચારીઓ બચાવ કામગીરીમાં જોડાઈ ગયા છે. બીએમસી, ફાયરબ્રિગેડ અને આરપીએફ ટીમો જગ્યા પર હાજર છે. બ્રિજની આસપાસ ટ્રાફિક રોકી દેવામાં આવ્યું છે.

NDRF ટીમ જગ્યા પર

NDRF ટીમ જગ્યા પર

વિલે પાર્લે લાઈન પર પણ લોકલ ટ્રેન મોડી ચાલી રહી છે. ઘાટકોપર સ્ટેશન પર ભીડ ઓછી કરવા માટે લોકલ ટ્રેનનો રૂટ બદલી દેવામાં આવ્યો છે, જેથી યાત્રીઓને પરેશાની નહીં આવે. સીપીઆરઓ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે સેન્ટ્રલ રેલવે મેઈન લાઈન, હાર્બર લાઈન અને ટ્રાન્સ હાર્બર લાઈન ટ્રેનો નિયમિત રૂપે ચાલી રહી છે.

English summary
Mumbai: Part of a bridge collapses in Andheri west, no casualty reported
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X