For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના તપાસના નામે હેકર્સ લોકોને બનાવી રહ્યા છે નિશાન, ઈમેઈલ ખોલતા ચોરી થઈ જશે ડેટા

મુંબઈ પોલિસ સોશિયલ મીડિયામાં ઘણી સક્રિય રહે છે. રોજેરોજ તેના મીમ્સ વાયરલ થતા રહે છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈ પોલિસ સોશિયલ મીડિયામાં ઘણી સક્રિય રહે છે. રોજેરોજ તેના મીમ્સ વાયરલ થતા રહે છે. હવે મુંબઈ પોલિસે એક ગંભીર ચેતવણી જારી કરી છે. જે હેઠળ લોકોને નકલી ઈમેલથી બચવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ નકલી મેલની એક સેમ્પલ પણ પોસ્ટ કરવામાં આવી છે. વર્તમાન સમયમાં ભારતીય યુઝર્સ હેકર્સના નિશાના પર છે. ગયા સપ્તાહે આ વિશે કેન્દ્ર સરકારે પણ એલર્ટ જારી કર્યુ હતુ. હેકર્સનો હેતુ યુઝરનો પર્સનલ અને બેંકિંગ ડેટા ચોરી કરવાનો છે.

mail

મુંબઈ પોલિસ કમિશ્નરે આ અંગે એક ટ્વિટ કર્યુ છે. જેમાં તેમણે લખ્યુ કે કૃપા કરીને લાલચમાં ન ફસાવ, ફિસિંગ મેલ તમને ફ્રી કોરોના તપાસની ઑફર આપે છે પરંતુ આ મેલ માત્ર લોકોને ફસાવવાનો કીમિયો છે. તેમણે લોકોને કોઈ પણ અજાણ્યા મેલને ન ખોલવાની સલાહ આપી છે. બીજા ટ્વિટમાં તેમણે મરાઠીમાં લખ્યુ કે કોરોના તપાસ માટે હજારો મેલ સર્ક્યુલેટ થઈ રહ્યા છે. આ હેકર્સની ચાલ છે. કૃપા કરીને સમજદાર બને અને સુરક્ષિત રહહો. સાથે જ Free Covid Test નામથી આવેલ કોઈ અજાણ્યા મેલને ખોલવો નહિ.

ભારતની કમ્પ્યુટર એજન્સી રિસ્પોન્સ ટીમ (સર્ટ)એ પણ ગયા સપ્તાહે સાઈબર હુમલાનુ એલર્ટ જારી કર્યુ હતુ. સર્ટના જણાવ્યા મુજબ હેકર હાલમાં કોરોના મહામારીની આડમાં લોકોના મેલ અકાઉન્ટને નિશાન નિશાન બનાવી શકે છે. વર્તમાન સમયમાં તેમણે 20 લાખ અકાઉન્ટને નિશાન બનાવવનો પ્લાન તૈયાર કર્યો છે. જે હેઠળ કોવિડ અંગેની માહિતી આપવા માટે હેકર્સ તમને લિંક મોકલશે. જેનો વિષય Free COVID-19 Testing જેવો હોઈ શકે છે. આ દરમિયાન જે ઈમેલ એડ્રેસથી આ મેલ આવ્યો તે જોવામાં સરકારી લાગશે જેમ કે - ncov2019gov.in પરંતુ તે નકલી હશે. જો તમે ભૂલથી પણ આ મેલ ખોલશો તો તેનાથી તમારો પર્સનલ ડેટા ચોરી થઈ જશે. આ ઉપરાંત તમારી બેંકિંગ અંગેની માહિતી પણ ચોરી થવાનો ખતરો રહેશે.

અનલૉક-2માં ચાલુ થઈ શકે છે આંતરરાષ્ટ્રીય ઉડાનો, 30 જૂન સુધી જારી થશે દિશા-નિર્દેશઅનલૉક-2માં ચાલુ થઈ શકે છે આંતરરાષ્ટ્રીય ઉડાનો, 30 જૂન સુધી જારી થશે દિશા-નિર્દેશ

English summary
Mumbai police alert on cyber phishing during corona
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X