વરસાદના કારણે મુંબઇ છલોછલ, BMCની ખુલી ગઇ પોલ

rain
મુંબઇ, 10 જૂન : મુંબઇમાં સતત 36 કલાકથી વરસાદ થઇ રહ્યો છે, જેના કારણે મુંબઇના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. અહીં એ પ્રશ્ન થઇ રહ્યો છે કે પ્રી મોનસૂનમાં જ મુંબઇની આવી આવી હાલત છે તો ભરવરસાદની મોસમમાં કેવા હાલ થશે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આવનાર 24 કલાક સુધી મુંબઇકરાઓને વરસાદથી રાહત મળવાની નથી, બલકે તેમણે વધુ મુશ્કેલીનો સામનો કરવો પડશે.

રવિવારે થયેલ ધોધમાર વરસાદે મુંબઇમાં મોનસૂનની તૈયારીઓના બીએમસીના દાવાઓની પોલ ખોલી નાખી હતી. રવિવારે જેવો હળવો વરસાદ મૂશળાધાર વરસાદમાં ફેરવાઇ ગયો લોકોની મુશ્કેલીઓમાં વધારો થવા લાગ્યો. અંધેરી, હિંદમાતા, ઘાટકોપર, સાંતાક્રૂઝ, દાદર, જેવા વિસ્તારોમાં જાણે નદીયો જ વહેવા લાગી હોય.

રસ્તાઓ પર ઘુંટણ સુધી પાણી ભરાઇ ગયા છે. જ્યારે કાર અને અન્ય વાહનો એવી રીતે ચાલી રહ્યા છે જાણે કે એ તરી રહ્યા હોય. લોકોને ઘરેથી ઓફીસ અને ઓફીસથી ઘરે જવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે પાણી ભરાઇ જવાથી બધી લોકલ ટ્રેનો 30 મીનીટ મોડી ચાલી રહી છે.

વરસાદના કારણે ભાગતી દોડતી માયાનગરીની રફ્તાર જાણે કે સ્તબ્ધ થઇ ગઇ છે. રસ્તાઓથી લઇને રેલવે ટ્રેક સુધી પાણી ભરાઇ ગયા છે, જેના કારણે લોકોને ખૂબ જ મૂશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન ખાતાએ આવનાર 24 કલાક સુધી વરસાદના કારણે મુંબઇને વધુ હાલાકી ભોગવવી પડશે તેવું જણાવ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X