For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં વરસાદ અટક્યો પરંતુ લોકોની મુસીબત ઓછી નથી થયી

કેટલાક દિવસથી સતત થઇ રહેલો વરસાદ આખરે અટક્યો છે પરંતુ મુંબઈકરોની પરેશાની હજુ પણ ઓછી નથી થયી. ઘણા વિસ્તારના રેલવે ટ્રેક પાણીમાં ડૂબેલા છે. રેલવે ટ્રેકમાં પાણી ભરાઈ જવાને કારણે ટ્રેનો પણ રદ થઇ ચુકી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કેટલાક દિવસથી સતત થઇ રહેલો વરસાદ આખરે અટક્યો છે પરંતુ મુંબઈકરોની પરેશાની હજુ પણ ઓછી નથી થયી. ઘણા વિસ્તારના રેલવે ટ્રેક પાણીમાં ડૂબેલા છે. રેલવે ટ્રેકમાં પાણી ભરાઈ જવાને કારણે ટ્રેનો પણ રદ થઇ ચુકી છે. જેને કારણે રેલવે સ્ટેશન પર ભીડ જામી ગયી છે. જયારે કેટલીક ટ્રેનો પોતાના નિર્ધારિત સમયથી મોડી ચાલી રહી છે. હવે જો રસ્તાઓ વિશે વાત કરવામાં આવે તો પરિસ્થિતિ વધારે ખરાબ છે. ઘણી જગ્યાઓ પર રસ્તાઓ પર જામ લાગી ગયો છે.

મુંબઈના લોકોને થોડી રાહત મળી

મુંબઈના લોકોને થોડી રાહત મળી

ઘણા દિવસના વરસાદ પછી આજે મુંબઈના લોકોને થોડી રાહત ચોક્કસ મળી છે. પરંતુ ભારે વરસાદને કારણે જે પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડી રહ્યો છે. તેમાં કોઈ પણ પ્રકારની રાહત મળતી નથી દેખાઈ રહી. ઘણી ટ્રેનો મોડી ચાલી રહી છે ઇન્ટરસીટી એક્સપ્રેસ કેન્સલ કરી દેવામાં આવી છે. વિરાર અને નાલાસોપારા વચ્ચે પાણી ભરાઈ જવાને કારણે વસઈ થી વિરાર જતી ટ્રેનો કેન્સલ કરવી પડી રહી છે.

અમદાવાદથી મુંબઈની રેલ સેવા અટકી

અમદાવાદથી મુંબઈની રેલ સેવા અટકી

વેસ્ટર્ન રેલવે અનુસાર ચર્ચગેટ અને ભયદાર વચ્ચે બધી જ લાઈનો પર સેવાઓ સામાન્ય રૂપે ચાલી રહી છે. નાલાસોપારામાં ભરાયેલા પાણી થોડા નીચે આવી ગયા છે પરંતુ તે પૂરતું નથી. અમદાવાદ થી મુંબઈની રેલ સેવા આગળના આદેશ સુધી રોકી દેવામાં આવી છે. ઘણા ટ્રેનોના રુટ બદલી દેવામાં આવ્યા છે અથવા રદ કરી દેવામાં આવ્યા છે.

એનડીઆરએફ ઘ્વારા 1500 લોકોને બચાવવામાં આવ્યા

એનડીઆરએફ ઘ્વારા 1500 લોકોને બચાવવામાં આવ્યા

મંગળવારે એનડીઆરએફ ઘ્વારા નાલાસોપારા અને વસઈ રેલવે સ્ટેશન વચ્ચે મુંબઈ રૂટની ટ્રેનોમાં ફસાયેલા 1500 યાત્રીઓને બચાવવામાં આવ્યા હતા. અધિકારીઓ ઘ્વારા આ દરમિયાન 2000 કરતા કરતા પણ વધારે ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. મંગળવારે જ રેલવેર ટ્રેકથી પાણી હટાવવા માટે કામ ચાલુ હતું. પરંતુ હજુ પણ ઘણા સ્ટેશન પર આ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

English summary
Mumbai: Rain stopped but road, rail traffic still disrupted
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X