ચેમ્બૂર બાદ હવે મુંબઈમાં વિક્રોલીમાં ઘર ધરાશાયી, ત્રણના મોત, ઘણા લોકો ફસાયા
સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે મુંબઈની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ઘણા વિસ્તારોમાં દૂર્ઘટનાની ઘટનાઓ સામે આવી રહી છે.
મુંબઈઃ સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે મુંબઈની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને દૂર્ઘટનાની ઘટનાઓ સામે આવી રહી છે. પહેલા ચેમ્બૂરમાં ભારે વરસાદના કારણે દીવાલ પડી ગઈ જેમાં 11 લોકોના મોત થઈ ગયા જ્યારે હવે વિક્રોલીમાં પણ આ પ્રકાની ઘટના સામે આવી છે. અહીં એક ઘરની દીવાલ આજે ભારે વરસાદના કારણે પડી ગઈ જેમાં ત્રણ લોકોના માર્યા ગયાના સમાચાર છે. દૂર્ઘટના બાદ ઘટના સ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યુ છે.

વિક્રોલીની દૂર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્યમાં એનડીઆરએફની ટીમો લાગેલી છે. એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડન્ટ આશીષ કુમારે જણાવ્યુ ક અત્યાર સુધી અમે ત્રણ લોકોના શબ મેળવ્યા છે, કાટમાળમાં હજુ પણ 5-6 લોકો ફસાયા હોવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયુ છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રેલવેથી લઈને સડક માર્ગો ગંભીર રીતે પ્રભાવિત છે.












Click it and Unblock the Notifications
