શૌવિક અને સેમ્યુઅલ મિરાંડાને કોર્ટે 9 સપ્ટેમ્બર સુધી મોકલ્યા NCBના રિમાન્ડ પર

કોર્ટે શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડાને 9 સપ્ટેમ્બર સુધી 5 દિવસની એનસીબીની કસ્ટડીમાં મોકલી દીધા છે.

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં એનસીબીએ રિયા ચક્રવર્તીના ભાઈ શોવિક ચક્રવર્તી, સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાંડા સહિત બે કથિત ડ્રગ પેડલર્સ ઝૈદ વિલાત્રા અને કૈઝાન ઈબ્રાહિમને કસ્ટડીમાં લીધા બાદ શનિવારે કોર્ટમાં હાજર કર્યા. એનસીબીએ તેમને સાત દિવસના રિમાન્ડની માંગ કરી છે. કોર્ટે શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડાને 9 સપ્ટેમ્બર સુધી 5 દિવસની એનસીબીની કસ્ટડીમાં મોકલી દીધા છે.

રિમાન્ડ લઈને પૂછપરછ કરવી જરૂરી

રિમાન્ડ લઈને પૂછપરછ કરવી જરૂરી

કોર્ટમાં હાજર થથા પહેલા શનિવારે સૌથી પહેલા બધા આરોપીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો જે નેગેટીવ આવ્યો છે. ત્યારબાદ તેમણે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા. કોર્ટમાં શોવિક તરફથી વકીલ સતીશ માનશિંદેએ પેરવી કરી. એનસીબીએ કોર્ટ પાસે સાત દિવસના રિમાન્ડ માંગ્યા. એનસીબીએ દલીલ કરી કે તેમની પાસે ડ્રગ ચેટ છે. પૈસાની લેવડ-દેવડનો કેસ મોટો છે. આરોપીઓએ ડ્રગ્ઝ ખરીદવાની વાત પૂછપરછ દરમિયાન કબૂલી છે. ઘણા મોટા નામોનો ખુલાસો કર્યો છે. તેમના રિમાન્ડ લઈને પૂછપરછ કરવી જરૂરી છે.

કૈઝાનને કોર્ટમાંથી જામીન મળી ગયા

કૈઝાનને કોર્ટમાંથી જામીન મળી ગયા

શોવિકના વકીલ સતીષ માનશિંદેએ કહ્યુ કે એનસીબી પાસે પુરતા પુરાવા નથી માટે રિમાન્ડ ન આપવામાં આવે. વકીલ સુબોધ દેસાઈએ સેમ્યુઅલ મિરાંડા તરફથી તેમનો પક્ષ રાખ્યો. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે શોવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાંડાને 9 સપ્ટેમ્બર સુધી 5 દિવસની એનસીબીની કસ્ટડીમાં મોકલી દીધા છે. વળી, ડ્રગ પેડલર કૈઝાન ઈબ્રાહિમને કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે. જો કે તેને કોર્ટમાંથી જામીન મળી ગયા છે.

ભગવાનનો આભાર.. શાનદાર શરૂઆત એનસીબી

ભગવાનનો આભાર.. શાનદાર શરૂઆત એનસીબી

ધરપકડ કરાયેલ આરોપી ડ્રગ પેડલર્સ ઝૈદ વિલાત્રા અને અબ્દુલ વાસિત પરિહારે જામીન માંગ્યા છે. બંનેના વકીલે મુંબઈની સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે. બંનેને અદાલતે 9 સપ્ટેમ્બર સુધી એનસીબીના રિમાન્ડ પર મોકલ્યા છે. એનસીબીની કાર્યવાહી પર સુશાંતની બહેન શ્વેતાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યુ, 'બહુ સારુ કહી રહ્યુ છે એનસીબી...ભગવાનનો આભાર. શાનદાર શરૂઆત એનસીબી.'

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X