For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેમ્પિયન્સ લીગઃ એક જીત માટે તરસતું રહ્યું મુંબઇ ઇન્ડિયન્સ

By Super
|
Google Oneindia Gujarati News

mumbai-indians
નવીદિલ્હી, 23 ઑક્ટોબરઃ ચેમ્પિયન્સ લીગના પૂર્વ વિજેતા રહેલા મુંબઇ ઇન્ડિયન્સના ખરાબ પ્રદર્શન પોતાની અંતિમ મેચમાં પણ યથાવત રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં રમાયેલી ચાર મેચોમાંથી ત્રણમાં મુંબઇને પરાજય મળ્યો છે, જ્યારે એક મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. ચેન્નાઇ સુપરકિંગ્સ વિરુદ્ધ વિસ્ફોટક પ્રદર્શન કર્યા પછી સિડની સિક્સર્સ વિરુદ્ધ મુંબઇ ઇન્ડિયન્સના બેટ્સમેનોએ આત્મસમર્પણ કરી દીધું.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સિડની સિક્સર્સે નિર્ધારિત 20 ઓવરમાં 136 રન બનાવ્યા. સિડની ટીમ તરફથી માઇકલ લુંબે 28, મેડિસને 27, સ્ટીવેન સ્મિથે 41 અને નાથન મૈકલમે 20 રનનું યોગદાન આપ્યું. મુંબઇ માટે મુનાફ પટેલ, લસિથ મલિંગાએ બે-બે વિકેટ અને પરેરા અને હરભજને એક-એક વિકેટ લીધી.

137 રનના લક્ષ્યનો પીછો કરી કરતા સચિન અને સ્મિથે ટીમને સારી શરૂઆત આપી, પહેલી વિકેટ માટે તેમણે 52 રન જોડ્યા. જેમાં સચિને 22 અને સ્મિથે 26 રનનું યોગદાન આપ્યું. રોહિત શર્માએ 16 અને દિનેશ કાર્તિકે 18 રન બનાવ્યા. મુંબઇ ઇન્ડિયન્સ સહેલાયથી જીત તરફ આગળ વધી રહી હતી ત્યા મધ્યક્રમ વિખાઇ ગયો અને લક્ષ્ય મુશ્કેલ બની ગયું. જો કે, હરભજન સિંહે કેટલાક મોટા શોટ ફટકાર્યા પરંતુ સામે છેડેથી સહયોગ નહીં મળતા સિડની સિક્સર્સે આ મેચ 12 રનથી જીતી લીધી.

સિડની તરફથી સ્ટાર્ક, કમિંસ અને હેનિકુએસે બે-બે વિકેટ લીધી. આ જીત સાથે જ સિડની સિક્સર્સ ગ્રુપ ચરણની ચારેય મેચ જીતી ગયું છે.

English summary
Mumbai Indians' disastrous campaign in the Champions League Twenty20 came to an end with their third defeat in four matches.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X