સિંધુરક્ષકમાં યુદ્ધ સામાગ્રી યોગ્ય સ્થાને મૂકવામાં આવી ન હતી

નવી દિલ્હી, 24 સપ્ટેમ્બર : ભારતના મુંબઇમાં આવેલા ડોકયાર્ડમાં ડીઝલ અને વીજલીથી સંચાલિત સબમરીન 'સિંધુરક્ષક'ના ડૂબી જવાનું કારણ હવે બહાર આવ્યું છે. સિંધુરક્ષક સબમરીનમાં વિસ્ફોટ થયા બાદ સબમરીન ડુબી જવાનું કારણ એ હતું કે તેમાં યુદ્ધ સામગ્રીનો દારૂ ગોળો મુકવા માટે સુરક્ષાના નિયમોનું કડક રીતે પાલન કરવામાં આવ્યું ન હતું. જેના કારણે દુર્ઘટના સર્જાઇ હતી અને ભારતીય નૌસેનાને મોટો ઝટકો લાગ્યો હતો.

સબમરીનમાં યોગ્ય સ્થાને યોગ્ય રીતે દારૂ ગોળો મુકવામાં નહીં આવ્યો હોવાને કારણે જ સબમરીનમાં વિસ્ફોટ થયો હતો. આ માહિતી કોચીનમાં આયોજિત ભારતની પ્રથમ નૌસૈનિક અને સબમરીન નિર્માણ પ્રદર્શન 'નામએક્સપો 2013'ના ઉદઘાટનમાં નૌસેનાના નજીકના સૂત્રોએ આપેલી માહિતીના આધારે મળી છે. આ ઉપરાંત સબમરીનમાં તોડફોડ થઇ હોય કે અન્ય કારણોને લીધે તે ડૂબી હોય તે બાબતનો ઇનકાર કરવામાં આવ્યો છે.

sindhu-rakshak-submarine

ઉલ્લેખનીય છે કે સમગ્ર તપાસ કાર્ય સબમરીનને પાણીની નીચેથી બહાર કાઢીને તપાસ કરવામાં આવે તે પછી જ કરી શકાશે. આ કાર્ય પૂરુ થવામાં હજી પણ મહિનાઓ લાગી શકે એમ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટૂંક સમયમાં આ સબમરીનને પાણીની બહાર કાઢવા માટે એક ટેન્ડર બહાર પાડવામાં આવશે જેમાં ભારત અને ભારત બહારની કંપનીઓ ભાગ લેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X