શિવસેનાના નેતાની ખુલ્લેઆમ હર્યા, 3ની ધરપકડ
મુંબઇ, 22 ઓક્ટોબર: હજુ વિધાનસભા ચૂંટણી ધમાચકડી પૂરી થઇ નથી કે એક નેતાની ધોળાદિવસે હત્યા થઇ છે. મુંબઇમાં શિવસેનાના નેતા રમેશ જાધવની ધારદાર હથિયાર વડે હત્યા કરવામાં આવી.
રમેશ જાધવની હત્યા બાદ શહેરમાં સન્નાતો પ્રસરી ગયો. ચારેતરફ પોલીસનો પહેરો લગાવી દેવામાં આવ્યો. તો બીજી તરફ શિવસેનાના નેતા અને કાર્યકર્તાઓએ ઘટનાના વિરોધમાં જોરદાર હંગામો કર્યો. જાણકારી અનુસાર પ્રદર્શન અને આકરા વિરોધના લીધે મલાડમાં રેપિડ એક્શન ફોર્સ અને પોલીસ દળ ગોઠવી દેવામાં આવ્યા છે.

પોલીસના અનુસાર આરોપીઓ અને શિવસેનાના નેતા વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. શિવસેનાના નેતાઓનું કહેવું છે કે આરોપીઓએ એક મહિલાને નિશાન બનાવી હતી. આ દરમિયાન શિવસેના નેતા રમેશ જાદવ બચાવવા માટે આવ્યા અને બદમાશોનો નિશાન બની ગયા.
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત દિવસોમાં પણ શિવસેનાના એક નેતાની હત્યા કરી દિધી હતી. બીજી તરફ તેની તપાસ દરેક પાસાઓથી કરવાની માંગ ઉઠી છે. તાજેતરમાં મળતી માહિતી અનુસાર 3 હત્યારાઓની ધરપકડ કરી લેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
