For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેગુસરાયમાં યુવકનું નામ પૂછ્યું, મુસ્લિમ હોવાથી મારી ગોળી

બેગુસરાયમાં યુવકનું નામ પૂછ્યું, મુસ્લિમ હોવાથી મારી ગોળી

|
Google Oneindia Gujarati News

પટનાઃ બિહારના બેગૂસરાયમાં એક મુસ્લિમ યુવકને નામ પૂછી ગોળી મારી હોવાની ઘટના સામે આવી છે. ગોળી વાગવાથી ઘાયલ થયેલ શખ્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુવક વીડિયોમાં પોતાની સાથે થયેલ આખી ઘટના વિશે જણાવી રહ્યો છે. આ યુવકનું નામ કાસિમ છે. આ વીડિયોને એઆઈએમઆઈએમ ચીફ અસાદુદ્દીન ઓવૈસીએ પણ ટ્વિટર પર શેર કરતા લખ્યું કે અમને પાકિસ્તાન સાથે જોડીને જોવામાં આવી રહ્યા છે અને અમે નિશાના પર છીએ.

કાસિમે હુમલાખોરની ઓળખ કરી

કાસિમે હુમલાખોરની ઓળખ કરી

મોહમ્મદ કાસિમ કુમ્ભી ગામમાં એક ડિટર્જેન્ટ સેલ્સમેન છે. તેને ગોળીમારના વ્યક્તિની રાજીવ યાદવના રૂપમાં ઓળખ કરી છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોમાં તેણે જણાવ્યું કે તેને ગોળી મારતી વખતે રાજીવ દારૂના નશામાં હતો. કાસિમે જણાવ્યું કે તેણે મને પહેલા રોક્યો અને પછી મારું નામ પૂછ્યું. જ્યારે મેં મારું નામ જણાવ્યું તો તેણે મને કહ્યું કે મારે પાકિસ્તાન જવું જોઈએ અને પછી તેણે મારા પર ગોળી ચલાવી દીધી. કાસિમે જણાવ્યું કે તેની ગોળી મારી પીઠ પર લાગી અને બીજીવાર મને મારવા માટે તેણે બંદૂક લોડ કરવાની શરૂ કરી તો હું તેને ધક્કો મારીને ભાગી ગયો. મારી મદદ માટે કોઈ ન આવ્યું. ધી હિંદુમાં છપાયેલ એક અેવાલ મુજબ પોલીસ હજુ પણ આરોપીને નથી પકડી શકી.

ઓવૈસીનું ભાજપ પર નિશાન

ઓવૈસીનું ભાજપ પર નિશાન

ઓવૈસીએ કાસિમનો વીડિયો શેર કરતા લખ્યું કે કાસિમે પોતાનું નામ જણાવી પોતાની જિંદગી લગભગ ગુમાવી જ દીધી હતી. પરંતુ આ હકિકત છે કે હું ડરી રહ્યો છું, આ ગાંડપણ ક્યાંથી આવે છે? ઉપરથી ભાજપના નેતૃત્વમાં અમને સતત પાકિસ્તાન સાથે જોડી દેવામાં આવ્યા છે. અમે એમની નજરમાં માનવીય નથી, અમે નિશાન પર છીએ.

કન્હૈયાએ પણ ટ્વીટ કર્યું

કન્હૈયા કુમાર જેઓ બેગુરાયથી ચૂંટણી હારી ગયા છે. તેમણે પણ ટ્વીટ કરીને કહ્યું કે બેગૂરાયમાં એક મુસ્લિમને પાકિસ્તાન જવાની વાત કહી ગોળી મારી દીધી. આવા પ્રકારના અપરાધોમાં વધારા બદલ એવા તમામ નેતા અને તેમના રાગ દરબારી દોષી છે જેઓ દિવસ-રાત રાજકીય ફાયદા માટે નફરત ફેલાવે છે. અરાધીઓને સજા આપવામાં નહિ આવે ત્યાં સુધી અમે ચૂપ નહિ બેસીએ.

પીએમ મોદીનું આ સ્વપ્ન 8 વર્ષથી અધૂરું છે, શું આ વખતે પૂરું થશેપીએમ મોદીનું આ સ્વપ્ન 8 વર્ષથી અધૂરું છે, શું આ વખતે પૂરું થશે

English summary
Muslim man shot for his name in begusarai
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X