મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સમાન નાગરિક ધારાનો કર્યો વિરોધ

Subscribe to Oneindia News

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સમાન નાગરિક ધારાનો વિરોધ કર્યો છે. તેમના તરફથી કહેવામાં આવ્યુ છે કે યુનિફોર્મ સિવિલ કોડ દેશ માટે યોગ્ય નથી.

muslim

" સમાન નાગરિક ધારો દેશ માટે બરાબર નથી "

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સમાન નાગરિક ધારાનો વિરોધ કરતા જણાવ્યુ કે દેશમાં ઘણી સંસ્કૃતિઓ છે, જેનું સમ્માન થવુ જોઇએ. લૉ બોર્ડે જણાવ્યુ કે અમેરિકામાં દરેક વ્યક્તિ પોતાની ઓળખ પ્રમાણે પોતાના કાયદાને અનુસરે છે. આ મામલે આપણો દેશ તેનુ અનુકરણ કેમ નથી કરતા ?

મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે રાખ્યો પોતાનો પક્ષ

મુસ્લિમ લૉ બોર્ડ તરફથી કહેવામાં આવ્યુ છે કે અમને બંધારણના આધાર પર અમુક છૂટ આપવામાં આવી છે. બંધારણે જ અમને પોતાનો ધર્મ માનવા અને તે પ્રમાણે તેનુ પાલન કરવાનો અધિકાર આપ્યો છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે કહ્યુ કે મુસલમાનોએ પણ સ્વતંત્રતા આંદોલનમાં ભાગ લીધો હતો, પરંતુ તેમની ભાગીદારીને હંમેશા ઓછી આંકવામાં આવે છે.

English summary
Muslim Personal Law Board says Uniform Civil Code is not good for this nation.
Please Wait while comments are loading...