મોદીને મુસ્લિમ બહેનોની રાખડી, કહ્યું 'દેશની કરો રક્ષા'
વારાણસી, 29 જુલાઇ : દિવસેને દિવસે રાષ્ટ્રીય ફલક પર લોકપ્રિયતામાં વધારો કરી રહેલા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો ભલે વિરોધીઓ દ્વારા સતત વિરોધ કરવામાં આવતો હોય પરંતુ વારાણસીમાં રવિવારે મુસ્લિમ મહિલાઓના એક સંગઠને મોદી માટે રાખડી તૈયાર કરી છે અને દુઆ માંગીને દેશમાં શાંતિ અને અમન સ્થાપવા માટે તેમનું મોદી સમર્થન કર્યું છે.
મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનની અધ્યક્ષ નાઝનીન અંસારીના નેતૃત્વમાં લગભગ 24 જેટલી મુસ્લિમ મહિલાઓએ સિગરા થાનાન્તર્ગત કાજીપુરા ખુર્દ (લલ્લાપુરા) વિસ્તારમાં નરેન્દ્ર મોદીના સમર્થનમાં એક માર્ચ નીકાળી હતી. આ મહિલાઓએ મોદીની લાંબી ઉંમર માટે દુઆ કરી હતી.

મુસ્લિમ બહેનાના મોદી પ્રત્યેના આવા પ્રેમથી એવા નેતાઓના મો પર તમાચો છે જે લોકો હંમેશા એવું કહેતા આવ્યા છે કે મોદી મુસ્લિમ વિરોધી છે અને નરેન્દ્ર મોદીનો જાદુ માત્ર ગુજરાત પુરતો છે.












Click it and Unblock the Notifications
