'રેપ, લૂંટ, દરેક ગુનામાં મુસલમાન નંબર 1..', સાંસદ મૌલાના બદરુદ્દીન અજમલના નિવેદનથી થયો હોબાળો
Badruddin Ajmal News: ઑલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા અને આસામના સાંસદ મૌલાના બદરુદ્દીન અજમલે મુસ્લિમોમાં ગુનાખોરીનું પ્રમાણ વધુ હોવાનું કહીને વિવાદ ઉભો કર્યો છે. બદરુદ્દીન અજમલે કહ્યું કે, "આપણે (મુસ્લિમો) લૂંટ, બળાત્કાર વગેરે જેવા તમામ ગુનાઓમાં નંબર 1 છીએ. જેલ જવામાં પણ આપણે નંબર 1 છીએ.''
કેટલાક વિભાગોની ટીકા છતાં, સાંસદ બદરુદ્દીન અજમલ મુસ્લિમોમાં ઉચ્ચ અપરાધ દર પર તેમના વલણ પર અડગ રહ્યા. શુક્રવારે, 27 ઓક્ટોબરે, તેમણે ફરીથી કહ્યું, "મેં કંઈ ખોટું કહ્યું નથી. મે કહ્યું કે અપરાધમાં સામેલ થવાની ઊંચી વૃત્તિ એ શિક્ષણના અભાવ પર નિર્ભર કરે છે.

ઈન્ડિયા ટુડે અનુસાર, સાંસદ બદરુદ્દીન અજમલે કહ્યું, "મે સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમુદાયમાં શિક્ષણનો અભાવ જોયો છે. મે દુઃખ વ્યક્ત કર્યું છે કે અમારા બાળકો ભણતા નથી, ઉચ્ચ શિક્ષણ માટે જતા નથી અને મેટ્રિક પણ પૂર્ણ કરી શકતા નથી. યુવાનોને શિક્ષણની જરૂરિયાત સમજાય તે માટે મેં આવું કહ્યું હતું.
તેમણે કહ્યું કે છોકરાઓ અને પુરુષોએ "છોકરીઓ તરફ જોતી વખતે અથવા તેમની સાથે વાતચીત કરતી વખતે દૂષિત ઇરાદાઓ" ન રાખવા જોઈએ. સાંસદ બદરુદ્દીન અજમલે કહ્યું, "જે છોકરાઓ કહે છે કે તેઓ મહિલાઓને જોઈને સેક્સ્યુઅલી ઉત્તેજિત થાય છે, હું તેમને કહેવા માંગુ છું કે ઇસ્લામ કહે છે કે વર્તન કરવાની એક યોગ્ય રીત છે અને જ્યારે આપણે બજારમાં અથવા કોઈપણ જાહેર સ્થળે જઈએ છીએ અને જો આપણે મહિલાઓને જોઈએ ત્યારે આપણે બીજી બાજુ જોવું જોઈએ.
બદરુદ્દીન અજમલે કહ્યું, "તેમણે યાદ રાખવું જોઈએ કે તેમના પરિવારમાં પણ મહિલાઓ છે. જો તેઓ તેમની માતા અને બહેનો વિશે વિચારશે તો તેમના મનમાં ક્યારેય અયોગ્ય વિચારો નહીં આવે." બદરુદ્દીન અજમલ રાજકારણી હોવા ઉપરાંત પરફ્યુમનો બિઝનેસમેન પણ છે. અજમલની આગેવાની હેઠળની AIUDF આસામમાં બંગાળી ભાષી મુસ્લિમોમાં પ્રભુત્વ ધરાવે છે. 126 સભ્યોની આસામ વિધાનસભામાં AIUDF પાસે 15 ધારાસભ્યો છે.












Click it and Unblock the Notifications
