મોદીની રેલી સફળ બનાવવા મુસ્લિમોએ ચઢાવી ચાદર
પટના, 13 ઓક્ટોબરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આ મહિનાના અંતમાં નીતિશના ગઢમાં હુંકાર ભરવાના છે. મોદી 27 ઓક્ટોબરે પટનામાં રેલી કરવાના છે. મોદીની આ રેલીને લઇને ભાજપ તૈયારીઓમાં લાગેલું છે. બીજી તરફ મોદીની આ રેલીને સફળ બનાવવા માટે બિહારમાં મુસ્લિમોએ મજારમાં ચાદર ચઢાવી છે.
રેલીની સફળતાની કામના માટે મુસ્લિમોએ ચાદર ચઢાવી છે. બિહાર હાઇ કોર્ટ મજાર પર ચાદરપોશી કરવામાં આવી. ભાજપ અલ્પસંખ્યક મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ અને ભાજપના રાષ્ટ્રીય મંત્રી અબ્દુલ રહેમાન પણ તેમા સામેલ રહ્યાં. તેમણે કહ્યું કે, મુસ્લિમ ભાઇ નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાનના રૂપમાં જોવા ઇચ્છે છે.













Click it and Unblock the Notifications
