For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dont Miss: રેલવેની આ 10 સુવિધાથી યાત્રા બનશે સુખમય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 9 જુલાઇ: જો ક્યારેક ઘરમાં બનેલી ચા ખરાબ બની જાય તો સામેવાળી વ્યક્તિના મોઢામાંથી તુરંત એવા શબ્દો નીકળી પડે છે કે આ તો રેલવે જેવી ચા છે. કહેવાનો અર્થ એ છે કે રેલવેનું ખાવાનું હોય કે યાત્રા લોકો તેની ટિકા જ કરે છે.

ટ્રેનનું મોડું થવું, અથવા ટિકિટની મારામારી, ઓછી ગુણવત્તાવાળું ખાવાનું હોય કે પછી યાત્રા દરમિયાન આવનારી સમસ્યા. તેમ છતાં 2.4 કરોડ લોકો રોજ ભારતીય રેલવેમાં યાત્રા કરે છે, પરંતુ હવે રેલવેએ પોતાના યાત્રાળુઓની સમસ્યાઓને દૂર કરવાની યોજના બનાવી છે.

રેલવે એવી ઘણી યોજનાઓને લઇને આવી ચુક્યું છે અથવા તો આવવાની તૈયારી કરી રહ્યું છે, જે આપની યાત્રાને હવે સફળ બનાવી દેશે. તસવીરોમાં જુઓ એ દસ યોજનાઓ જે હવે આપના સફરને સોહામણી બનાવશે...

હિન્દીમાં ઇ-ટિકિટ

હિન્દીમાં ઇ-ટિકિટ

રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમને આગળ વધારતા યાત્રી સુવિધાઓને ઇ-પ્લેટફોર્મ પર લાવવાનું શરૂ કરી દીધું છે. રેલવે મંત્રીએ હિન્દીમાં ઇ-ટિકિટની બુકિંગની શરૂઆત કરી દીધી છે.

પેપરલેસ ટિકિટ

પેપરલેસ ટિકિટ

રેલવેએ ઉપનગરી સેવામાં પેપરલેસ ટિકિટની શરૂઆત કરી દીધી છે. બીજા તબક્કામાં પેપરલેસ ટિકિટની શરૂઆત રાજધાની અને શતાબ્દીમાં કરવામાં આવશે.

એસએમએસ એલર્ટ

એસએમએસ એલર્ટ

રેલવે હવે ગંતવ્ય આવવા પર એસએમએસ એલર્ટ પણ આપશે. આ યોજનાઓ ગઇકાલથી લાગુ કરી દેવામાં આવી છે. આપનું સ્ટેશન આવતા પહેલા જ આપને સંદેશ મોકલીને એલર્ટ કરવામાં આવશે.

પાણીમાં નહીં વહે રૂપિયા

પાણીમાં નહીં વહે રૂપિયા

હવે રેલવે સ્ટેશનો પર આપને પાણીની બોટલ માટે ભારે કિંમત નહીં ચૂકવવી પડે. હવે 1થી 5 રૂપિયામાં રેલવે આપને પાણી પુરુ પાડશે. આ સેવા હજી 165 સ્ટેશનો પર લાગુ થશે.

ઇ-કેટરિંગની સુવિધા

ઇ-કેટરિંગની સુવિધા

ઓગસ્ટ 2014થી આ સેવાની શરૂઆત થઇ ચૂકી છે પરંતુ હવે હવે તેને પ્રસારિત કરવાની યોજના છે. આ સેવા હેઠળ આપ ફોન અથવા એસએમએસ દ્વારા એક કલાક પહેલા પોતાની પસંદનું ભોજન બુક કરાવી શકો છો.

ગરમા-ગરમ મળશે જમવાનું

ગરમા-ગરમ મળશે જમવાનું

રેલવેમાં હવે કોચમાં જ મળશે પેંટ્રી બનાવવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ હેઠળ ડ્રીપ ફ્રીડર અને હોટ બોયલર લાગેલા હશે. આપ પોતાની મરજી અનુસાર ઠંડુ અથવા ગરમ ખાવાનું ખાઇ શકશો.

શાહી અંદાજમાં થશે સ્વાગત

શાહી અંદાજમાં થશે સ્વાગત

રેલવેની યોજના અનુસાર આવનારા દિવસોમાં રેલવે આપનું શાહી અંદાજમાં સ્વાગત કરશે. મુસાફરીના શરૂઆતમાં પીણા પદાર્થોથી લઇને સંપૂર્ણ યાત્રા દરમિયાન ચા-કોફીની સુવિધા થશે.

નવી કટલરી

નવી કટલરી

આ યોજના હેઠળ રેલવેના એસી 1 કોચમાં યાત્રા કરનાર યાત્રિઓને બોન ચાઇનાના કટલરી સેટમાં ખાવાનું સર્વ કરવામાં આવશે.

ટ્રેઇનમાં હવાઇ મુસાફરીનો આનંદ

ટ્રેઇનમાં હવાઇ મુસાફરીનો આનંદ

હવાઇ સફર દરમિયાન હવે ટ્રેનમાં પણ ટ્રોલીમાં ખાવાનું સર્વ કરવામાં આવશે જોકે આ યોજનાને શરૂ કરવામાં હજી સમય લાગશે.

રેલવેની હસીન યોજનાઓ

રેલવેની હસીન યોજનાઓ

રેલવેમાં હવે યાત્રિયોની માંગ અનુસાર ટ્રેનોની સંખ્યા વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

English summary
India Railway launch many new facility to make your journey comfortable. There we tell you about 10 brand new scheme of indian Railway which make you feel happy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X