For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Wankhede vs Nawab Malik: વાનખેડેની પત્ની બોલી - જો ગેરકાયદે વસૂલી કરતા હોત તો અમારી પાસે મહેલ હોત

એનસીબી ચીફ સમીર વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર ખુલીને સામે આવી છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ક્રૂઝ ડ્ર્ગ્સ કેસના કારણે ચર્ચામાં આવેલ એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે હાલમાં ભ્રષ્ટાચારના આરોપમાં ઘેરાયેલા છે. તેમના પર ગેરકાયદે વસૂલી જેવા સંગીન આરોપ લાગ્યા છે. વળી, તેમની અંગત જિંદગી વિશે અમુક એવા સત્ય સામે આવ્યા છે જેણે લોકોને ચોંકાવી દીધા છે. મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે વાનખેડે પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને તેમને મુસ્લિમ ગણાવ્યા છે અને કહ્યુ છે કે તેમણે નોકરી મેળવવા માટે પોતાનો ધર્મ પરિવર્તન કરાવ્યો છે.

'સમીર વાનખેડે સંપૂર્ણપણે ઈમાનદાર છે'

'સમીર વાનખેડે સંપૂર્ણપણે ઈમાનદાર છે'

આ વિશે હવે વાનખેડેની પત્ની ક્રાંતિ રેડકર ખુલીને સામે આવી છે. તેણે આજ તક સાથે એક્સક્લુઝીવ વાત કરીને કહ્યુ છે કે સમીર વાનખેડે સંપૂર્ણપણે ઈમાનદાર છે અને આના કારણે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યુ કે તે છેલ્લા 15 વર્ષથી ઈમાનદારીથી પોતાનુ કામ કરી રહ્યા છે અને તેમને પોતાના કામ માટે ઘણા અવૉર્ડ પણ મળ્યા છે પરંતુ આજે અમુક લોકો તેમને બદનામ કરી રહ્યા છે.

'જો સમીર ગેરકાયદે વસૂલી કરતા હોત તો અમે મહેલમાં રહેતા હોત'

'જો સમીર ગેરકાયદે વસૂલી કરતા હોત તો અમે મહેલમાં રહેતા હોત'

25 કરોડની ગેરકાયદે વસૂલીવાળી વાત પર ક્રાંતિએ કહ્યુ કે, 'જો સમીર ગેરકાયદે વસૂલી કરતા હોત તો આજે અમે મહેલોમાં રહેતા હોત, અમારી પાસે ગાડીઓની લાઈન લાગી હોત. અમારી પાસે નાનુ ઘર અને નાની ગાડી ના હોત. તેમણે સ્પષ્ટ રીતે કહ્યુ કે સમીરના પિતા જન્મથી હિંદુ છે, તેમણે એક મુસ્લિમ મહિલા સાથે લગ્ન કર્યા હતા પરંતુ મારા સાસુએ લગ્ન પહેલા હિંદુ ધર્મ અપનાવી લીધો હતો માટે સમીરના મુસ્લિમ અને ધર્મ પરિવર્તનનો સવાલ જ ક્યાંથી પેદા થાય છે.'

એ મહિલા વિશે ન વિચાર્યુ કે તેના પર શું વીતશે?

એ મહિલા વિશે ન વિચાર્યુ કે તેના પર શું વીતશે?

તેમણે મીડિયા પર પણ ગુસ્સો કાઢ્યો અને કહ્યુ કે કોઈ પણ વ્યક્તિની પર્સનલ લાઈફ વિશે પૂરી વાત જાણ્યા વિના વસ્તુઓ પ્રસારિત ન કરવી જોઈએ. તેમણે કહ્યુ કે સમીરની પહેલી પત્નીનુ નામ જે રીતે સામે લાવવામાં આવ્યુ છે, તે ખૂબ જ શરમજનક છે. તમે લોકોએ એક વાર ફરીથી એ મહિલા વિશે ન વિચાર્યુ કે તેના પર શું વીતશે? તેમણે નવાબ મલિક તરફથી ટ્વિટ કરવામાં આવેલ બર્થ સર્ટિફિકેટને પણ ખોટા ગણાવ્યા અને કહ્યુ કે મને ખબર નથી કે આ કેવી રીતે બનાવવામાં આવ્યા છે પરંતુ મને એ ખબર છે આ ખોટુ છે.

'દાઉદ વાનખેડેવાળુ સર્ટિફિકેટ નકલી છે'

'દાઉદ વાનખેડેવાળુ સર્ટિફિકેટ નકલી છે'

એટલુ જ નહિ સમીર વાનખેડેના પિતા જ્ઞાનદેવ વાનખેડેએ પણ આજતકને કહ્યુ કે 'દાઉદ વાનખેડેવાળુ સર્ટિફિકેટ નકલી છે. જ્યારથી હું પેદા થયો છુ ત્યારથી મારુ નામ જ્ઞાનદેવ જ છે, કોઈને મારુ નામ દાઉદ ખબર નથી. તેમણે નવાબ મલિકના બધા આરોપોને ખોટા ગણાવીને આરોપ લગાવ્ય કે તે જે કંઈ પણ કરી રહ્યા છે, તે ખોટુ છે, તે જાણીજોઈને અમારા પર આરોપ લગાવી રહ્યા છે. પહેલા તો તેમની તપાસ થવી જોઈએ.'

English summary
My husband is Honest said Sameer Wankhede's wife Kranti Redkar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X