For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મારા પતિને દોઢ કલાક દોડાવ્યા પછી આંખમાં ગોળી મારી

પશ્ચિમ બંગાળમાં હિંસાનો દોર અટકી નથી રહ્યો. રાજ્યમાં ઘણા રાજનૈતિક કાર્યકર્તાઓની હત્યા થઇ ચુકી છે.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળમાં હિંસાનો દોર અટકી નથી રહ્યો. રાજ્યમાં ઘણા રાજનૈતિક કાર્યકર્તાઓની હત્યા થઇ ચુકી છે. ભાજપા અને ટીએમસી બંને એકબીજા પર પોતાના નેતાઓની હત્યાનો આરોપ લગાવી રહ્યા છે. શનિવારે ઉત્તર 24 પરગણા જિલ્લામાં ત્રણ કાર્યકર્તાઓની હત્યા થઇ જેમાંથી બે ભાજપા અને એક ટીએમસી કાર્યકર્તા જણાવવામાં આવી રહ્યા છે. આ હિંસામાં માર્યા ગયેલા એક ભાજપા કાર્યકર્તાની પત્નીએ ટીએમસી પર હત્યાનો આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો: રાજકીય હત્યાને લઈ પશ્ચિમ બંગાળમાં ગરમાવો, ભાજપનો આજે 'કાળો દિવસ'

મારા પતિને આંખમાં ગોળી મારી: મૃતકની પત્ની

મારા પતિને આંખમાં ગોળી મારી: મૃતકની પત્ની

મૃતકની પત્નીએ કહ્યું કે મારા પતિને આંખમાં ગોળી મારી અને હું તેમનો જીવ જતા જોતી રહી. એનડીટીવી ખબર અનુસાર પ્રદીપ મંડલની પત્ની પદ્મા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આવું પહેલા ક્યારેય જોયું ના હતું. 400-500 લોકો અમારા ઘર તરફ આવી રહ્યા હતા. હું ખુબ જ ગભરાઈ ચુકી હતી. હું દરવાજા તરફ દોડી, જ્યાં મારા પતિએ થોડા સમય પહેલા જ બાઈક મૂકી હતી. ભીડને આવતા જોઈને તેઓ પણ ભાગવા લાગ્યા. તેના થોડા સમય પછી ગોળીનો અવાઝ આવ્યો.

પોતાના પતિને મરતા જોતી રહી: પદ્મા

પોતાના પતિને મરતા જોતી રહી: પદ્મા

પદ્મા ઘ્વારા જણાવવામાં આવ્યું કે હું અને મારા પતિ અલગ અલગ દિશાઓમાં ભાગ્યા. હું ભાગીને પાડોશીના ધાબા પર પહોંચી ગઈ. મારા પતિને લગભગ દોઢ કલાક સુધી દોડાવ્યા પછી તેઓ એક તળાવમાં કૂદી ગયા. તેમને સરેન્ડરની સ્થિતિમાં પોતાના બંને હાથ ઉપર કરી દીધા. પરંતુ તેમને મારા પતિની ડાબી આંખમાં ગોળી મારી. હું મારા પતિને મરતા જોતી રહી.

બંગાળમાં થયેલી હિંસામાં 8 લોકોની મૌત

બંગાળમાં થયેલી હિંસામાં 8 લોકોની મૌત

તમને જણાવી દઈએ કે રવિવારે ભાજપે પશ્ચિમ બંગાળમાં મૃત્યુ પામનાર કાર્યકરોની શોકયાત્રા કાઢી હતી, જેને પોલીસે અટકાવી દીધી હતી, શોકયાત્રામાં સાંસદ અને પ્રદેશ ભાજપના ચીફ દિલીપ ઘોષ, હુગલીના સાંસદ લૉકેટ ચેટરજી, રાહુલ સિન્હા તથા અન્ય નેતાઓ સામેલ હતા, ભાજપી નેતા કાર્યકરતાઓના પાર્થિવ દેહને કોલકાતા સ્થિત પાર્ટી મુખ્યાલયે લઈ જવા માંગતા હતા પરંતુ તેમને કહેવામાં આવ્યું કે તેમને મૃતદેહ સાથે કોલકાતામાં ઘૂસવા દેવામાં નહિ આવે કેમ કે આનાથી કાનૂન વ્યવસ્થા ખરાબ થઈ શકે છે.

હિંસા વિરુદ્ધ ભાજપનો આજે 'કાળો દિવસ'

હિંસા વિરુદ્ધ ભાજપનો આજે 'કાળો દિવસ'

શનિવારે ઉત્તર 24 પરગના જિલ્લાના સંદેશખાલીમાં કાર્યકરતાઓની હત્યા બાદ ભાજપે આજે બસિરહાટમાં 12 કલાકના બંધનું એલાન કર્યું છે અને તેઓ આજે આખા રાજ્યમાં 'કાળો દિવસ' મનાવી રહ્યા છે અને એટલું જ નહિ તેઓ 12 જૂને વિરોધ રેલી પણ કાઢશે. જણાવી દઈએ કે બસિરહાટના સંદેશખલીમાં ઝંડા હટાવવાને લઈ ટીએમસી અને ભાજપના કાર્યકર્તાઓ આમનેસામને આવી ગયા હતા, જેમાં ભાજપના 5 અને ટીએમસીના 3 કાર્યકર્તાઓના જીવ ગયા.

English summary
My husband was shot in the eye in front of me: wife of killed bjp worker
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X