For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'એરપોર્ટ પર જે મારી સાથે થયું તેનાથી અમેરિકાને નુક્સાન'

|
Google Oneindia Gujarati News

azamkahn
લખનઉ, 11 મેઃ અમેરિકાના બોસ્ટન એરપોર્ટ પર થયેલા પોતાની સાથેના અપમાન બાદથી યુપીના શહેરી વિકાસમંત્રી આઝમ ખાન બેબાકળા થઇ ગયા છે. ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી આઝમ ખાન ફરી એકવાર અમેરિકા પર વરસી પડ્યા હતા. અમેરિકા પર પોતાના ગુસ્સો કાઢતા આઝમ ખાને કહ્યું કે, આશ્ચર્યની વાત એ છે અમેરિકાને સભ્ય મુલ્ક કહેવામાં આવે છે. જે મુલ્કે મહેમાનો સાથે સારું વર્તન કરતા ના આવડતું હોય, તે સભ્ય કેવી રીતે હોઇ શકે.

બોસ્ટન એરપોર્ટ પર પોતાની સાથે થયેલી ઘટનાનું વિવરણ કરતા કહ્યું કે અમેરિકન એરપોર્ટ પર મારી સાથે જે થયુ તેનુ વર્ણન કરવું પણ સંભવ નથી. અમેરિકન અધિકારીઓએ બસ મારા કપડાં નથી ઉતરાવ્યા. નહીંતર 35 મીનિટ સુધી જે મારી સાથે થયુ તે હું જીવનભર યાદ રાખીશ અને બીજીવાર ક્યારેય અમેરિકા નહીં જાઉ.

પોતાની સાથે થયેલી ઘટનામાં અમેરિકાનું નુક્સાન ગણાવતા આઝમે કહ્યું કે આ ઘટનાથી નુક્સાન અમેરિકાને થયું છે, કારણ કે તે અમેરિકા પાસેથી કંઇ લેવા માટે નહીં પરંતુ તેને કંઇક આપવા ગયા હતા. તે જણાવવા ગયા હતા કે કુંભ જેવા કાર્યક્રમમાં આટલી બધી ભીડને સંભાળી કેવી રીતે. તે તેમને બોલાવ્યા પછી પણ તેની સાથે આવું થયું હતું.

English summary
Cabinet Minister Azam Khan said that What America did with me at Airport is the real loss for him because US people had wanted to know how the Mahakumbh was organised and crowd was managed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X