For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મૈસૂરના રોયલ વેડિંગની રોયલ તસવીરોમાં જુઓ રાજા-રાણીના પ્રેમની કહાની

|
Google Oneindia Gujarati News

આજે 40 વર્ષ બાદ મૈસૂરના ભવ્ય વાડિયાર પેલેસમાં લગ્નની શરણાઇઓ ગૂંજી રહી છે. અને હાલમાં જ રાજા બનેલા મહારાજ યદુવીરે રાજસ્થાનના ડુંગરપુરની રાજકુમારી તૃષિકા સિંહ સાથે લગ્નમાં સાત ફેરા ફરીને એકબીજાને સાત જન્મો સુધી સાથે રહેવાના કોલ આપ્યા છે. ત્યારે આ રોયલ વેડિંગમાં રોયલ ઠાઠ પણ જોવા મળ્યો હતો.

શનિવાર સવારથી આ લગ્નની પ્રિવેડિંગ સેરેમની શરૂ થઇ ગઇ હતી. ત્યારે આજે પરંપરાગત રાજવી શૈલીથી તેમના લગ્ન પણ થયા હતા. જે બાદ મંગળવારે મૈસૂરના ભવ્ય દરબાર હોલ ખાતે ગ્રાન્ડ રિસેપ્શન પણ આપવામાં આવશે. ત્યારે આ 24 વર્ષીય રાજ અને તેની 22 વર્ષીય રાણીની પ્રેમકહાની અને તેમના રોયલ વેડિંગની કેટલીક ખાસ તસવીરો જુઓ નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

પ્રેમ પહેલા રાજા પછી

પ્રેમ પહેલા રાજા પછી

મહારાજ યદુવીર જ્યારે મહારાજા નહતા બન્યા તે પહેલાથી રાજસ્થાનની આ પ્રિન્સેસના પ્રેમમાં છે. અને ગત વર્ષે જ્યારે તેમને રાજા તરીકે પદવી આપવામાં આવી તેની સાથે જ તે વાત પણ નક્કી થઇ ગઇ હતી કે આ રાજાની રાણી તો રાજસ્થાનની આ રાજકુમારી જ બનશે.

રાણી તૃષિકા સિંહ

રાણી તૃષિકા સિંહ

રાજસ્થાનના ડુંગરપુરના રાજાની બીજી પુત્રી છે તૃષિકા સિંહ. તેમના વિષે તેમની શાળાના શિક્ષકોનું કહેવું છે કે તે નાનપણથી નમ્ર અને સહજ વ્યક્તિત્વ ધરાવે છે. અને કદાચ આ જ કારણે યદુવીર પણ તેમના પર આફરીન થઇ ગયા હતા.

સોને મઢેલી કંકોત્રી

સોને મઢેલી કંકોત્રી

વાત જ્યારે શાહી લગ્નની હોય તો વસ્તુઓ પણ બધી શાહી અંદાજમાં જ જોવા મળે છે. અને તે જ મુજબ આ શાહી લગ્નની શાહી કંકોત્રી પણ સોને મઢેલી છે.

લગ્ન પહેલાની વિધિ

લગ્ન પહેલાની વિધિ

શનિવારથી જ મૈસૂરના શાહી પેલેસ ખાતે લગ્નની પહેલાની તૈયારીઓ શરૂ થઇ ગઇ હતી. જે માટે સૌથી પહેલા તો દેવ પૂજા અને ગુરુ પૂજા કરવામાં આવી હતી. નોંધનીય છે કે યદુવીરને વાડિયાર રાણી ગાયત્રી દેવીએ દત્તક લીધા છે. ત્યારે તેના માતા-પિતા સાથે રાજા યદુવીર, પૂજા વિધિ સંપન્ન કરી રહી રહ્યા છે.

સંબંધીઓ

સંબંધીઓ

ત્યારે આ શાહી લગ્નમાં પરિવારના ખાસ લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

રાજમાતા અને રાજા

રાજમાતા અને રાજા

ત્યારે લગ્ન પહેલા રાજમાતા ગાયત્રીદેવી અને રાજા યદુવીર, સ્વર્ગીય રાજા શ્રીકાંતદત્તા નરસિંહાના ફોટો સાથે તસવીર પડાવી રહ્યા છે.

શાહી લગ્ન

શાહી લગ્ન

ત્યારે મૈસૂરના પેલેસ ખાતે આ શાહી લગ્ન આજે સંપન્ન થયા હતા. બિલકુલ પરંપરાગત વેશભૂષા સાથે થયેલા આ લગ્નની આ તસવીર.

પૂર્વ રાજાની તસવીર

પૂર્વ રાજાની તસવીર

નોંધનીય છે કે આજથી 40 વર્ષ પહેલા વાડિયાર રાજા શ્રીકાંતદત્તા નરસિંહા અને રાણી ગાયત્રી દેવીના કંઇક આ રાજકીય ઠાઠ સાથે લગ્ન થયા હતા.

વાડિયાર વંશ

વાડિયાર વંશ

કર્ણાટકમાં વાઠિયાર રાજાઓએ ગત 619 વર્ષથી શાસન કરી રહ્યા છે. જે રીતે વડોદરાને રાજા સયાજીરાવ ગાયકવાડે એક ખાસ ઓળખ આપી છે અને તેની સંસ્કૃતિ નગરી બનાવી છે તે જ રીતે મૈસૂરના વિકાસ પાછળ વાડિયાર રાજાઓની વર્ષોની મહેનત લાગેલી છે.

English summary
Royal Wedding: Mysuru's Wadiyar dynasty is hosting a royal wedding as "King" Yaduveer Wadiyar tied the knot with Rajasthani royalty Trishika Kumari Singh on Monday. The historic Mysore Palace witnessed a royal wedding for the first time 40 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X