ભાજપા નેતાઓના ઈશારે થઇ રહ્યું દલિતોનું ઉત્પીડન: નગ્મા
લોકસભા ઈલેક્શન નજીક આવતાની સાથે જ કોંગ્રેસ પાર્ટી ઉત્તરપ્રદેશમાં સક્રિય થઇ ગયી છે. ફિલ્મ અભિનેત્રી અને કોંગ્રેસ રાષ્ટ્રીય મહાસચિવ નગ્મા મેરઠમાં ઈદ મિલન કાર્યક્રમમાં પહોંચી.
લોકસભા ઈલેક્શન નજીક આવતાની સાથે જ કોંગ્રેસ પાર્ટી ઉત્તરપ્રદેશમાં સક્રિય થઇ ગયી છે. ફિલ્મ અભિનેત્રી અને કોંગ્રેસ રાષ્ટ્રીય મહાસચિવ નગ્મા મેરઠમાં ઈદ મિલન કાર્યક્રમમાં પહોંચી. આ દરમિયાન તેમને ભાજપ સરકારને બધા જ મોરચે વિફળ ગણાવી છે. તેમને જણાવ્યું કે ભાજપા નેતાઓના ઈશારે દલિતોનું ઉત્પીડન થઇ રહ્યું છે અને તેમને જેલમાં મોકલવામાં આવી રહ્યા છે.

ફિલ્મ અભિનેત્રી અને કોંગ્રેસ રાષ્ટ્રીય મહાસચિવ નગ્મા ઘ્વારા શનિવારે જિલ્લાધિકારી અનિલ ધીંગરા સાથે મુલાકાત પણ કરવામાં આવી. તેમને 2 એપ્રિલે ભારત બંધ દરમિયાન થયેલી હિંસામાં જેલમાં મોકલવામાં આવેલા દલિત નિર્દોષ યુવકોની ધરપકડનો વિરોધ વ્યક્ત કર્યો. તેની સાથે સાથે તેમને દલિત નિર્દોષ યુવકો છોડી મુકવાની પણ વાત કરી. તેમને જણાવ્યું કે દલિતોનું ઉત્પીડન કોઈ પણ કિંમતે સાંખી લેવામાં નહીં આવે. તેમને ડીએમ પાસે બધા જ યુવકોને છોડી મુકવાની વાત કરી છે.
નગ્મા ઘ્વારા જણાવવામાં આવ્યું કે 2 એપ્રિલે હિંસામાં ભાજપા નેતાઓના ઈશારે પ્રશાશન ઘ્વારા દલિત યુવકોને જબરજસ્તી જેલમાં મોકલવામાં આવ્યા. તેમને જેલમાં બંધ યુવકોને તરત આઝાદ કરવાની માંગ કરી. તેની સાથે સાથે તેમને ચેતવણી પણ આપી કે જો તેમને આઝાદ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટી પ્રશાશન અને ભાજપ સરકાર વિરુદ્ધ આંદોલન કરશે. તેમને જણાવ્યું કે ભાજપ સરકાર દરેક મોરચે વિફળ રહી છે અને લોકો તેમનાથી ત્રાસી ગયા છે.












Click it and Unblock the Notifications
