Haryana Election 2024 : નાયબ સૈની ચૂંટણી હારી રહ્યાં છે? જાણો લાડવા સીટ પર મતદારો શું સંકેત આપી રહ્યાં છે.
Ladwa Voting Percentage : હરિયાણા ચૂંટણી માટે મતદાન અંતિમ તબક્કામાં છે. રાજ્યમાં શરૂઆતથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
હરિયાણાની 90 સીટો પર 49.13 ટકા મતદાન નોંધાયુ છે. બીજી તરફ મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની કરનાલની સીટ છોડીને લાડવાથી ચૂંટણી લડી રહ્યાં છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં કુલ 49.13 ટકા મતદાન થયું છે. તમામ જિલ્લાઓમાં સૌથી વધુ 56.79% મતદાન યમુનાનગર જિલ્લામાં થયું છે.
મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની લાડવા વિધાનસભા મતવિસ્તારથી ચૂંટણી લડી રહ્યા છે, જે હરિયાણા વિધાનસભાની હોટ સીટ છે. હાલમાં આ સીટ કોંગ્રેસ પાસે છે અને અહીંથી મેવા સિંહ ધારાસભ્ય છે.
કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય મેવા સિંહ ફરી એકવાર ચૂંટણી મેદાનમાં છે તો સીએમ નાયબ સિંહ સૈની કરનાલ સીટ છોડીને લાડવાથી ચૂંટણી લડી રહ્યા છે. લાડવા ઉપરાંત પેહોવા, શાહબાદ અને થાનેસર બેઠકો કુરુક્ષેત્ર જિલ્લામાં સામેલ છે.
કુરુક્ષેત્ર જિલ્લાની સીટો પર મતદાન
લાડવા : 55.00%
પેહોવા : 50.10%
શાહબાદ : 52.00%
થાનેસર : 51.40%












Click it and Unblock the Notifications
