મુસ્લિમોને અનામતની જરૂર નથી કહેનાર નઝમા હેપ્તુલ્લા પાસે દેવબંધે માંગી સ્પષ્ટતા
નવી દિલ્હી, 29 મે : જિતેન્દ્ર સિંહ બાદ હવે નરેન્દ્ર મોદી સરકારના એક અન્ય મંત્રીએ વિવાદાસ્પદ નિવેદન આપીને હોબાળો ઉભો કર્યો છે. નઝમા હેપ્તુલાએ એવું નિવેદન આપ્યું છે કે મુસ્લિમોને અનામતની જરૂર નથી. આ નિવેદન સામે દેવબંધે વિરોધ નોંધાવ્યો છે અને નઝમા હેપ્તુલ્લા પાસે સ્પષ્ટતા માંગી છે.
નરેન્દ્ર મોદી સરકારમાં નઝમા હેપ્તુલ્લા લઘુમતી બાબતોના પ્રધાન છે. તેમણે પદભાર સંભાળ્યા બાદ જણાવ્યું હતું કે મુસ્લિમો અલ્પસંખ્યક નથી, એટલે તેમને અનામતની જરૂર નથી.

હવે દારૂલ ઉલૂમ દેવબંદ તરફથી એક નિવેદન જાહેર કરીને સરકારને પૂછાવ્યું છે કે સરકાર એ જણાવે કે નઝમા હેપ્તુલ્લાનું નિવેજન વ્યક્તિગત હતું કે તેમાં સરકારની સહમતિ પણ છે?
દારૂલ ઉલૂમ દેવબંદે એમ પણ જણાવ્યું છે કે સચ્ચર સમિતિના રિપોર્ટમાં મુસ્લિમોની સ્થિતિ દલિતો કરતા પણ વધારે ખરાબ દર્શાવવામાં આવી છે. આવી સ્થિતિમાં મુસ્લિમોને અનામત આપવી જોઇએ નહીં.












Click it and Unblock the Notifications
