ભાગેડુ માલ્યાને ‘મેક ઈન ઈન્ડિયા' નો બ્રાંડ એબેસેડર બનાવી દે ભાજપઃ શિવસેના
ભાગેડુ વિજય માલ્યાને સ્માર્ટ ગણાવનાર મોદી સરકારના મંત્રી જૂએલ ઓરામના નિવેદન પર શિવસેનાએ આકરી પ્રતિક્રિયા આપી છે.
ભાગેડુ વિજય માલ્યાને સ્માર્ટ ગણાવનાર મોદી સરકારના મંત્રી જૂએલ ઓરામના નિવેદન પર શિવસેનાએ આકરી પ્રતિક્રિયા આપી છે. શિવસેનાએ ભાજપ પર હુમલો કરતા કહ્યુ કે ભાજપે મેક ઈન ઈન્ડિયા અને સ્ટાર્ટ અપ માટે બ્રાન્ડ એબેસેડર રૂપે દારૂડિયા વેપારી વિજય માલ્યાના નામની ઘોષણા કરી દેવી જોઈએ. પોતાના મુખપત્ર સામનામાં શિવસેનાએ કહ્યુ છે કે એક તરફ તો પીએમ મોદી ભ્રષ્ટાચાર સામે લડવાની વાત કરે છે, બીજી તરફ તેમના પક્ષના નેતા હજારો કરોડના મામલે ભાગી ગયેલ વિજય માલ્યાને પોતાનો આદર્શ માને છે.

ભાજપના નેતાના નિવેદન પર આકરી પ્રતિક્રિયા
શિવસેનાએ કહ્યુ કે પીએમ મોદીએ પોતાના નેતાઓને સાર્વજનિક જગ્યાઓ પર બોલતી વખતે જીભ પર કાબુ રાખવાની સલાહ આપી હતી પરંતુ તેમછતા કેટલાક નેતાઓ હજુ પણ આવી વાતો કરે છે. જે ભાજપના નેતા રાહુલ ગાંધી અને શશિ થરુરના મુસ્લિમો પર આપેલા નિવેદન અંગે બોલે છે તેમને પોતાના બ્રાન્ડ એબેસેડર માલ્યા પર પણ બોલવુ જોઈએ.

માલ્યાએ બનવુ જોઈએ ભાજપના બ્રાન્ડ એબેસેડર
શિવસેનાએ હુમલો કરતા કહ્યુ કે પીએમ મોદી કહે છે કે તે ભ્રષ્ટાચારનું સમર્થન નથી કરતા. બીજી તરફ તેમના પક્ષના નેતા હજારો કરોડના કેસમાં ભાગેડુને પોતાનો આદર્શ માને છે. જો પક્ષની નીતિ આ જ છે તો ‘મેક ઈન ઈન્ડિયા' અને સ્ટાર્ટઅપના બ્રાન્ડ એબેસેડર માલ્યાને બનાવી દેવા જોઈએ. શિવસેનાએ ડીએસકે ગ્રુપ છેતરપિંડી મામલે અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમનું ઉદાહરણ આપતા કહ્યુ કે જો કોઈ ભવિષ્યમાં તેમની પ્રશંસા કરવાનું શરૂ કરી દે તો કોઈ આશ્ચર્ય નહિ થાય.

જુએલ ઓરામે વિજય માલ્યાને સ્માર્ટ ગણાવ્યા હતા
તમને જણાવી દઈએ કે શુક્રવારે હૈદરાબાદમાં મોદી સરકારમાં મંત્રી અને ભાજપ નેતા જુએલ ઓરામને વિજય માલ્યાને સ્માર્ટ ગણાવ્યા હતા. ઓરામે આદિવાસીઓને સફળ ઉદ્યમી બનવા માટે વિજય માલ્યાના રસ્તે ચાલવા અને બેંકમાંથી લોન લેવાની પણ સલાહ આપી હતી. જો કે બાદમાં બબાલ થતા ઓરામે પોતાના નિવેદન માટે માફી પણ માંગી હતી.
-
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
હોર્મુઝની સામુદ્રધુની: યુદ્ધવિરામ છતાં શિપિંગ ક્ષેત્રે અનિશ્ચિતતાનો માહોલ -
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા








Click it and Unblock the Notifications
