કાળા નાણા મુદ્દે મોટો ખુલાસો, અંબાણીથી લઇને મહિમા ચોધરીના છે ખાતા
નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી: કાળા નાણાને લઇને અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે મોટો ખુલાસો કર્યો છે. અખબારે 1195 ભારતીયોના નામનો ખુલાસો કર્યો છે, જેમના ખાતા એચએસબીસી બેંકમાં છે. આ ખાતાધારકોની વર્તમાન થાપણનો પણ અખબારે ખુલાસો કર્યો છે.
ખાતામાં જમા છે 25 હજાર 400 કરોડ રૂપિયા
અખબારે દાવો કર્યો છે કે આ સૂચિમાં 1195 ભારતીયોના નામ છે જેમના ખાતામાં 25 હજાર 400 કરોડ રૂપિયા જમા છે. અત્રે નોંધનિય છે કે આ પહેલા જાહેર 628 ખાતાધારકોની સૂચિ પણ અખબારની સૂચિમાં સમાવિષ્ટ છે.

અત્રે નોંધનીય છે કે આ રૂપિયા ગેરકાનૂની રીતે બીજા દેશોમાં કાળાનાણા તરીકે જમા કરાવવામાં આવ્યા છે. જોકે અખબારે આ ખાતાધારકોના નામોનો ખુલાસો તો કરી દીધો છે. પરંતુ સરકાર આજે અધિકારીક રીતે 60 ખાતા ધારકોના નામ સાર્વજનિક કરી શકે છે.
સૂત્રોની માનીએ તો આ 60 ખાતા ધારકોમાં દેશના મોટા ઉદ્યમીઓ હોઇ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ ખાતાધારકોના ખાતામાં 1500-1600 કરોડ રૂપિયા સુધીનું કાળુ નાણુ જમા છે. આ ખાતા ધારકોની તપાસ સરકાર આવક વિભાગને સોંપી શકે છે.
આ રહ્યા કાળા નાણાના સ્વામી:
1. મુકેશ અંબાણી- 164.92 કરોડ
2. અનિલ અંબાણી- 164.92 કરોડ રૂપિયા
3. નરેશ ગોયલ -116 કરોડ રૂપિયા
4. વર્મન પરિવાર, ડાબર- 77.5 કરોડ રૂપિયા
5. આનુરાગ ડાલમિયા, ડાલમિયા- 59.5 કરોડ રૂપિયા
6. મનુ છાબરિયા પરિવાર- 874 કરોડ રૂપિયા
7. મહેશ ટીકમદાસ થરાની- 251.7 કરોડ રૂપિયા
8. અનુ ટંડન, પૂર્વ કોંગ્રેસ સાંસદ- રૂપિયાનો ખુલાસો નથી
9. સંદીપ ટંડન, પૂર્વ આઇઆરએસ - 166.1 કરોડ રૂપિયા
10. શ્રવણ-શિલ્પી ગુપ્તા- 209.56 કરોડ રૂપિયા
11. એસ એમ નંદા, સુરેશ નંદા- 14.2 કરોડ રૂપિયા
12. ભદ્ર શ્યામ કોઠારી પરિવાર - 195.6 કરોડ રૂપિયા
13. સુંભાષ વસંત સાઠે, ઇંદ્રાણી સાઠે- 4.64 કરોડ રૂપિયા
14. સ્મિતા ઠાકરે, બાળ ઠાકરેની વહૂ- 64 કરોડ રૂપિયા
15. પરનીત કૌર, પૂર્વ કેન્દ્રીય મંત્રી - રકમનો ખુલાસો નથી.
16. નીલમ નારાયણ રાણે, નીલેશ રાણે- રકમનો ખુલાસો નથી.
17. સુરિંદર કપૂર- 2.51 કરોડ રૂપિયા
18. યશોવર્ધન બિરલા, ચેરમેન, યશ બિરલા ગ્રૂપ- રકમનો ખુલાસો નથી.
19. પ્રદીપ ખેતાન, હેગ્રીવ ખેતાન - ખેતાન કંપનીના માલિક- રકમનો ખુલાસો નથી.
20. મહિમા ચોધરી, બોલીવુડ અભિનેત્રી - રકમનો ખુલાસો નથી.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત












Click it and Unblock the Notifications
