ડ્રિંક-ડાંસ અને ડ્રગ્ઝથી સાહિલને થઈ નેન્સી પર શંકા, ફોનમાં જોયા વાંધાજનક ફોટા

આઝાદ વિચારો અને જિંદગી પોતાની રીતે જીવતી 21 વર્ષની નેન્સીની હત્યા વિશે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.

આઝાદ વિચારો અને જિંદગી પોતાની રીતે જીવતી 21 વર્ષની નેન્સીની હત્યા વિશે રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. આ હત્યા કેસમાં એક નવો વીડિયો પોલિસના હાથે લાગ્યો છે જેમાં નેન્સી ડાંસ અને ડ્રિંક કરતી દેખાઈ રહી છે. એટલુ જ નહિ એ પણ ખુલાસો થયો કે નેન્સીને ડ્રગ્ઝની લત હતી. નેન્સીના સાસુ-સસરાએ આ વાતોનો ખુલાસો કર્યો છે અને ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનુ કહેવુ છે કે નેન્સી ખૂબ જ બગડી ગયેલી છોકરી હતી અને તેના લીધે આખા ઘરનુ વાતાવરણ બગડી ગયુ હતુ. આગળની વાત કરતા પહેલા તમને જણાવી દઈએ કે નેન્સીનુ શબ સડી ગયેલી હાલતમાં પાણીપતમાં રિફાઈનરી પાસે ઝાડીઓમાં મળ્યુ હતુ. 11 નવેમ્બરથી ગાયબ નેન્સીની કાનપટ્ટી પર ગોળી મારી દેવામાં આવી હતી.

ડ્રગ્ઝ અને હુક્કાની આદિ હતી, ડિસ્કમાં ડાંસ માટે ઉડાવતી હતી હજારો રૂપિયા

ડ્રગ્ઝ અને હુક્કાની આદિ હતી, ડિસ્કમાં ડાંસ માટે ઉડાવતી હતી હજારો રૂપિયા

નેન્સીના સાસુ-સસરાએ તેના પર આરોપ લગાવ્યા છે કે તે રોજ ડ્રગ્ઝ લેતી હતી અને રોજના લગભગ 15થી 20 હજાર રૂપિયા આના પર ખર્ચ કરી દેતી હતી. તેમણે આરોપ લગાવ્યો કે નેન્સીએ માત્ર એશો-આરામ માટે સાહિલ સાથે લગ્ન કર્યા હતા. તેમણે જણાવ્યુ કે સાહિલની આખી કમાણી તે નશામાં ઉડાવી દેતી હતી. નેન્સીના સસરાએ કહ્યુ કે તે એ પ્રકારની છોકરી હતી જે થોડા કરોડો માટે કંઈ પણ કરી શકતી હતી. એટલુ જ નહિ તે ઈચ્છતી હતી કે એને 2 કરોડ રૂપિયા આપી દેવામાં આવે અને બંને અલગ થઈ જાય.

ચરિત્ર વિશે સાહિલના મનમાં શંકા

ચરિત્ર વિશે સાહિલના મનમાં શંકા

નેન્સીના આઝાદ વિચારોએ તેના ચરિત્ર વિશે સાહિલના મનમાં શંકા પેદા કરી. સાહિલ ચોપડાએ પોલિસ પૂછપરછમાં જણાવ્યુ કે તેની પત્ની નેન્સીના ચરિત્ર પર તેને શંકા હતી. તેણે પત્નીને ગોળી મારી દીધી. જનકપુરી પોલિસ સ્ટેશન પ્રભારી જયપ્રકાશે જણાવ્યુ કે પૂછપરછમાં આરોપી સાહિલે જણાવ્યુ કે દોઢ મહિના પહેલા નેન્સીના મોબાઈલ ફોનમા મેમરી કાર્ડ મળ્યુ હતુ. આમાં નેન્સીના લગ્ન પહેલાના ઘણા રાઝ હતા. જે તેને અને પરિવારવાળાને યોગ્ય ન લાગ્યા. આ કારણે બંનેમાં દોઢ મહિનાથી ઝઘડો ચાલતો હતો. સાહિલે પહેલા પોલિસને જણાવ્યુ હતુ કે નેન્સી તેના માતાપિતાને ધમકાવતી હતી. આના કારણે મે તેની હત્યા કરી દીધી.

ફોનમાં નેન્સીના વાંધાજનક ફોટો

ફોનમાં નેન્સીના વાંધાજનક ફોટો

ફોનમાં નેન્સીના વાંધાજનક ફોટો મળવા પર પૂછપરછમાં સાહિલે પોલિસને જણાવ્યુ કે લગ્ન પહેલા બે વર્ષ સુધી નેન્સી સાથે સંમતિ સંબંધમા રહી. આ દરમિયાન તેણે પોતાના દોસ્તો વિશે કંઈ ન જણાવ્યુ. પરંતુ તે સતત ફોન પર વાતો કરતી રહેતી હતી. એક વાર સાહિલના હાથે તેનો ફોન લાગી ગયો જેમાં તેણે નેન્સીના ઘણા વાંધાજનક ફોટા જોયા. તેને લાગ્યુ કે નેન્સી સાથે વિશ્વાસઘાત કરી રહી છે. સાહિલની શંકા વધતી ગઈ. નેન્સીના ઘરેથી કેટલાય દિવસ સુધી ગાયબ રહેવાથી પણ સાહિલની શંકાને બળ મળતુ હતુ. નેન્સી ઘણી વાર સાહિલ પાસે રૂપિયા માંગવા લાગી. ખર્ચ વધ્યો પરંતુ આવક ઓછી થવા લાગી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X