સરકાર બનશે તો જેટલીને NDAમાં મહત્વનું સ્થાન : મોદી

અમૃતસર, 26 એપ્રિલ : ભાજપની આગેવાનીવાળી યુતિ એનડીએ સત્તામાં આવી તો અરૂણ જેટલીને મહત્વપૂર્ણ પદ આપવાના સંકેત આપતા આજે નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભાજપના આ વરિષ્ઠ નેતાને માત્ર કેન્દ્રમાં નહીં પરંતુ પંજાબમાં પણ અકાલીદલના શાસનની સરકારમાં પણ એક સંપત્તિ સમાન હશે.

ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે અરૂણ જેટલી દિલ્હીમાં અમારી સરકાર માટે અત્યંત સહાયક બની રહેશે. જો તેઓ (જેટલી) આવે છે, તો તેનાથી બાદલ સરકારને પણ મદદ મળશે. તેમણે લોકોને એમ પણ જણાવ્યું કે તેઓ જેટલી પાસેથી ઘણી આશા રાખી શકે છે.

આ અંગે પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે તાજેતરમાં જણાવ્યું હતું કે અમૃતસરના લોકો અરુણ જેટલીના સ્વરૂપમાં સંભવિત ઉપપ્રધાનમંત્રીને વોટ આપશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X