
Narendra Giri Death: CM યોગીએ કહ્યુ - ઘણા પુરાવા એકઠા કર્યા છે, દોષીને સજા જરૂર મળશે
પ્રયાગરાજઃ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરીને પ્રયાગરાજમાં તેમના બાઘંબરી મઠ સ્થિત આવાસ પર શ્રદ્ધાંજલિ આપી. ત્યારબાદ મીડિયાને માહિતી આપીને જણાવ્યુ કે કાલની ઘટનાને લઈને ઘણા પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. પોલિસની એક ટીમ, અહીંના એડીજી ઝોન, આઈજી રેંજ અને ડીઆઈજી પ્રયાગરાજ, મંડલાયુક્ત પ્રયાગરાજ બધા અધિકારી એકસાથે મળીને આ કામને આગળ વધારી રહ્યા છે. મુખ્યમંત્રી યોગીએ કહ્યુ કે એક-એક ઘટનાનો પડદાફાશ થશે અને દોષીને જરુર સજા મળશે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ નરેન્દ્ર ગિરીના કથિત રીતે આત્મહત્યા કરવાના એક દિવસ બાદ તેમના નજીકના શિષ્ય આનંદ ગિરીની ધરપકડ કરી છે. પોલિસે આનંદ ગિરી સામે એક એફઆઈઆર નોંધાવી છે. એડીજી(કાયદો-વ્યવસ્થા) પ્રશાંત કુમારે જણાવ્યુ કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી નથી, કસ્ટડીમાં છે. પૂછપરછ બાદ જો ધરપકડનો આધાર હશે તો આગળની કાર્યવાહી કરીશુ. જે પણ તથ્યો સામે આવશે તો તેના પર નિષ્પક્ષ ટીકા કરીશુ. તેમણે કહ્યુ કે આ મામલે સમય નહિ લાગે, વસ્તુઓ જલ્દી સ્પષ્ટ થઈ જશે.
આધ્યાત્મિક અને ધાર્મિક સમાજની અપૂરણીય ક્ષતિ
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહંત નરેન્દ્ર ગિરીને પ્રયાગરાજમાં તેમના બાઘંબરી મઠ સ્થિત આવાસ પર શ્રદ્ધાંજલિ આપી. સીએમે કહ્યુ, 'આ દુઃખદ ઘટનાથી અમે બધા વ્યથિત છે. આ અમારા આધ્યાત્મિક અને ધાર્મિક સમાજની અપૂરણીય ક્ષતિ છે. માન અપમાનની ચિંતા કર્યા વિના તેમણે પ્રયાગરાજ કુંભને ભવ્યતા સાથે આયોજિત કરવામાં યોગદાન કર્યુ હતુ. સમાજ અને દેશના હિતમાં કરાતા દરેક નિર્ણયમાં તેમનો સહયોગ મળતો હતો.'
કાલે થશે નરેન્દ્ર ગિરીનુ પોસ્ટમોર્ટમઃ સીએમ યોગી
સીએમે કહ્યુ કે મહંત નરેન્દ્ર ગિરીના શિષ્યો, અનુયાયીઓ અને અખાડાથી જોડાયેલા પદાધિકારીઓનુ મંતવ્ય છે કે આજે જનતાના દર્શન માટે તેમનો પાર્થિવ શરીર બાઘંબરી પીઠ પર રહેશે. કાલે 5 સભ્યોની ટીમ પાર્થિવ શરીરના પોસ્ટમોર્ટમની કાર્યવાહી સંપન્ન કરશે. ત્યારબાદ તેમની ભાવનાઓને અનુરૂપ અહીં સમાધિનો કાર્યક્રમ સંપન્ન થશે.