For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશમાં મોદીનું કદ ભાજપ કરતા મોટુઃ અરૂણ જેટલી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 જાન્યુઆરીઃ રાજ્યસભામાં વિપક્ષ નેતા અરૂણ જેટલીએ પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની સ્વીકાર્યતા, પાર્ટીની સ્વીકાર્યતા કરતા વધારે છે, જે દર્શાવે છે કે, દેશના લોકોને એક મજબૂત નેતૃત્વની શોધ છે. જે ભાજપ પાસે છે. હાલના દિવસોમાં ચેનલ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યાં છે, જે અનુસાર ભાજપને અત્યારસુધી મળેલી સર્વાધિક બેઠકોનો રેકોર્ડ તૂટી શકે છે. પહેલા લોકસભા ચૂંટણીમાં ભાજપને મળનારી બેઠકોની સંખ્યા 183 રહી છે. અરૂણ જેટલી અનુસાર તેઓ જાતે પણ આ સર્વેનો સંપૂર્ણપણે માની શકતા નથી, પરંતુ તેમને વિશ્વાસ છે કે, ભાજપ અને અન્ય સહયોગી અકાલી દળ અને શિવસેના સારું પ્રદર્શન કરશે.

arun-jaitley-today
અરૂણ જેટલીનું કહેવું છે કે કોંગ્રેસની બેઠકોની સંખ્યા અત્યારસુધીની સૌથી ઓછી રહેશે, જ્યારે દેશની અન્ય 10 ક્ષેત્રીય પાર્ટીઓ 5થી 25 બેઠક મેળવી શકે છે. ત્રીજા મોરચાની સંભાવનાઓને નકારતા ડીએમકે અને એઆઇડીએમકે, સપા અને બસપા ક્યારેય એક પક્ષમાં હોઇ શકે નહીં. એઆઇઆઇડીએમકેની સ્થિતિ સારી થઇ રહી છે. ટીડીપી ફરીથી મજબૂત થઇ રહી છે, જ્યારે તૃણમૂલ કોંગ્રેસની બેઠકો વધી રહી છે. સીમાંધ્રમાં વાઇએસઆર કોંગ્રેસ કેટલીક બેઠકો પર બઢત મેળવી શકે છે. ભાજપ સાથે 17 વર્ષનું ગઠબંધન તોડનાર જેડીયુ માટે આ ચૂંટણી મુશ્કેલી ભરી સાબિત થઇ શકે છે.

હાલના સમયે મોદીની લોકપ્રીયતા દેશમાં પાર્ટી કરતા 15થી 20 ટકા વધારે છે, અતઃ આ અમારા માટે લાભની સ્થિતિ છે. આ સમયે કોઇપણ પક્ષ એવો નથી જણાઇ રહ્યો, જે એનડીએની સરખામણીએ આવે. અન્ય ક્ષેત્રીય દળો મળીને પણ દેશને સ્થાયી નેતૃત્વ પ્રદાન નહીં કરી શકે. ચૂંટણી બાદ કોંગ્રેસ વિરોધી ક્ષેત્રીય દળો પણ અમારી સાથે આવી શકે છે. જો એવું થશે તો આ ભારતના સંઘીય ઢાંચાનું યોગ્ય રૂપ હશે.

આ વખતે ચૂંટણીમાં અર્થવ્યવસ્થા. મજબૂત નેતૃત્વ અને ભ્રષ્ટાચાર મુખ્ય મુદ્દા હશે. દેશની જનતાનો ઝુકાવ ભાજપ તરફી છે, જે પાર્ટી માટે સત્તામાં આવવાના સંકેત છે અને ભાજપ દેશને મજબૂત નેતૃત્વ આપી શકે છે.

English summary
BJP's opposition leader Arun Jaitley wrote on his Facebook wall that Narendra Modi's acceptability as Prime Ministerial candidate is about 15 to 20 % higher than the BJP vote in each state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X