ભવ્ય ભારતના સ્વપ્નને સાકાર કરવાની ચૂંટણી છેઃ મોદી

મંડલા, 28 માર્ચઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર મધ્ય પ્રદેશના મંડલા ખાતે ચૂંટણી સભા સંબોધી રહ્યાં છે, જ્યાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા, તેમણે કહ્યું કે કોંગ્રેસ અહંકારમાં ડુબેલી છે અને જનતાને જવાબ આપતી નથી. 2014ની ચૂંટણી કોઇ પક્ષના વિજય માટેની નહીં પરંતુ ભવ્ય ભારતના સ્વપ્નને સાકાર કરવા માટેની ચૂંટણી છે.

જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જે સરકારમાં બેસેલા છે તેમની જવાબદારી છે કે જનતાની વચ્ચે જાય અને પોતાના કામનો હિસાબ આપે. થોડાક સમય પહેલા મધ્ય પ્રદેશની ચૂંટણી થઇ અમારા શિવરાજસિંહ ગામેગામ ગયા, જનતાને મળ્યા અને પોતાના કામનો હિસાબ જનતાને આપ્યો, જો કોઇ કામ બાકી રહી ગયું હોય તો જનતાની સામે તેનો ખુલાસો કર્યો, આ જ તો લોકતંત્ર છે, પરંતુ કોંગ્રેસ પાર્ટીનો અંહકાર સાતમા આસમાને છે, તેઓ દેશની જનતાને જવાબ આપવાની જવાબદારી સમજતી નથી.

જેમને લોકતંત્રમાં વિશ્વાસ ના હોય, જેમને જનતાની ચિંતાના હોય તેવી પાર્ટી અને નેતાઓને હિન્દુસ્તાનમાં રાજ કરવાનો કોઇ અધિકાર નથી. કોંગ્રેસ પાર્ટીના શેહજાદા જાય છે અને લોકો સાથે વાત કરે છે કે, તેમણે મોંઘવારી સંબંધમાં કોઇ જવાબ આપ્યો નથી. આ પહેલું દશક એવું છે કે જ્યાં દેશની જનતાએ ભ્રષ્ટાચાર જોયો છે. આ લોકોને દરેક જગ્યાએ લૂંટ ચલાવી છે, દેશને ખોખલો કરી નાંખ્યો છે. આ ભ્રષ્ટાચારનો જવાબ આપવો જોઇએ કે ન આપવો જોઇએ, પરંતુ તેઓ જવાબ આપવા તૈયાર નથી. તેવી એવી રીતે વાત કરી રહ્યાં છે કે જાણે તેઓ મંગળલોકમાંથી આવ્યા છે.

કોંગ્રેસમુક્ત ભારતનું સ્વપ્ન પૂર્ણ કરવાનું છે

કોંગ્રેસમુક્ત ભારતનું સ્વપ્ન પૂર્ણ કરવાનું છે

આવી બેજવાબદાર પક્ષ, નેતા અને રાજકીય વિચાર દેશને બરબાદ કરનારો વિચાર છે, તેથી કોંગ્રેસમુક્ત ભારતનું સ્વપ્ન પૂર્ણ કરવાનું છે. આદિવાસી સમાજ પહેલાં પણ હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીને ક્યારેય આદિવાસીઓની યાદ ના આવી. વોટબેન્કના રાજકારણમાં ડૂબેલી કોંગ્રેસને આદિવાસીઓની યાદ ના આવી.

ભાજપ આદિવાસી કલ્યાણ માટે કામ કરે છે

ભાજપ આદિવાસી કલ્યાણ માટે કામ કરે છે

અટલ બિહારી વાજપાયી પહેલા વડાપ્રધાન હતા, જેમણે આદિવાસીઓના કલ્યાણ માટે અલગ મંત્રાલય બનાવ્યા અને અલગ બજેટ ફાળવ્યું. કોંગ્રેસના લોકોને 50-50 વર્ષ રાજ કરવા છતા આદિવાસીઓની યાદ ના આવી. આજે આદિવાસી સમાજ છે તેના 40 ટકા આદિવાસીઓની સેવા મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને છત્તીસગઢની સરકાર કરી રહી છે. ભાજપે જે આદિવાસીઓના કલ્યાણ માટે જે કામ કર્યા છે, તે કામ અન્ય કોઇ પક્ષની સરકારો દ્વારા કરવામાં આવ્યા નથી.

દેશનો કોઇ સમાજ વિકાસથી વંચિત ના રહેવો જોઇએ

દેશનો કોઇ સમાજ વિકાસથી વંચિત ના રહેવો જોઇએ

ભાજપની વિચારધારા છે કે દેશનો કોઇ સમાજ વિકાસથી વંચિત ના રહેવો જોઇએ. જો સમાજનો કોઇપણ સમાજ વિકાસથી વંચિત હશે તો ભારત સાચો વિકાસ નહીં કરે. અમે ભારત માતાની સેવા કરવાનો સંકલ્પ ધરાવીએ છીએ.

ભવ્ય ભારતના સ્વપ્નને સાકાર કરવાની ચૂંટણી

ભવ્ય ભારતના સ્વપ્નને સાકાર કરવાની ચૂંટણી

2014ની ચૂંટણી કોઇ દળના વિજયની નહીં, પરંતુ ભવ્ય ભારતના સ્વપ્નને પૂર્ણ કરવા માટે મજબૂત પાયો રાખવાની ચૂંટણી છે. આખા મધ્ય પ્રદેશના બધા જ કમળ દિલ્હી પહોંચાડો. શિવરાજ સિંહની પીડાને હું સમજુ છું. દિલ્હી સરકાર રાજ્યો પ્રત્યે દુશ્મની રાખવાનો અધિકાર નથી. રાજ્ય હોય કે કેન્દ્રની સરકાર બન્ને સાથે મળીને દેશને આગળ વધારે છે, કોઇ ઉચ નીચ નહીં પણ એક ટીમ બનીને કામ કરવાની જરૂર છે. દેશ સૌનો સાથ સૌનો વિકાસથી આગળ વધી શકે છે. ભાજપ આખા દેશને આગળ વધારવાનો સંકલ્પ રાખે તેવો પક્ષ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X