પાકિસ્તાન પાસે છે AK 47, AK એન્ટોની અને AK 49: મોદી

Google Oneindia Gujarati News

જમ્મુ, 26 માર્ચઃ નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં જનસભા સંબોધીની પોતાના ચૂંટણી પ્રચારનો આગાઝ કર્યો છે. જમ્મુમાં ચૂંટણી રેલી સંબોધતી વેળા મોદીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન પાસે ત્રણ AK છે, એક AK 47, AK એન્ટોની અને AK 49(કેજરીવાલ). આ ત્રણેયને ઓળખી લેવાની દેશવાસીઓને જરૂર છે. આ સાથે જ તેમણે કહ્યું કે, દેશની તમામ સમસ્યાનું સમાધાન વિકાસ છે અને અમે વિકાસનું રાજકારણ કરીએ છીએ, તેથી એક સેવકને 60 મહિના આપીને જુઓ.

આજે જનતા પાર્ટીએ પૂર્વ આઇજી, પાર્ટીમાં પ્રવેશ કર્યો મારા મિત્ર આંતરરાષ્ટ્રીય કક્ષામાં સ્થાન બનાવ્યું છે, તેમણે ભાજપમાં પ્રવેશ કર્યો છે, તેમનો હું સ્વાગત કરું છું. વિદ્યાર્થી નેતા તરીકે છબી છોડનાર સુરેશ ભાઇ પાર્ટીમા જોડાયા છે, તેમનો પણ હુ સ્વાગત કરું છું. ભાજપમાં આ પ્રવેશ આખા દેશનું ધ્યાન ખેંચનારું છે. જ્યારે કોઇ ભાજપમાં જોડાય છે તો તે પરિવારનો ભાગ બની જાય છે, તેઓ માત્ર સભ્ય નથી રહેતા પરંતુ મજબૂત સંબંધો બંધાય છે. હું એ મિત્રોને આવકારું છું જેઓ ભાજપમાં જોડાયા છે.

જ્યારે હું આ પહેલા આવ્યો હતો ત્યારે તમારા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આશા નહોતી કે ભાજપની આટલી મોટી રેલી થશે. જો તેઓ અત્યારે હેલિકોપ્ટર લઇને નીકળે, કદાચ નહીં નીકળે કારણ કે આચારસંહિતા નડી જશે, જો તેઓ જુએ તો તેમને ખબર પડી જશે કે લહેર કઇ દિશામાં છે.

આ રેલીનું નામ છે ભારત વિજય રેલી. જ્યારે અમે ભારત વિજય રેલી કહીંએ છીએ ત્યારે અમારી આકાંક્ષા છે, મોંઘવારી, ભ્રષ્ટાચાર, કુશાસન, બેરોજગારી સામે ભારત વિજય. તેથી 2014ની ચૂંટણી એક રીતે આ મારી વિધિવત પહેલી સભા છે અને મારા માટે ખુશી છેકે તે જમ્મુ કાશ્મીરથી થઇ રહી છે. આજ સવારે માતા વૈષ્ણોદેવીના દરબારમાં જઇને શિશ ઝૂકાવ્યું અને અત્યારે જનતા જનાર્દનના ચરણોમાં શિશ ઝૂકાવું છું.

આતંકવાદીઓએ કશ્મીરીયત પર હુમલો કર્યો છે

આતંકવાદીઓએ કશ્મીરીયત પર હુમલો કર્યો છે

32 વર્ષ થઇ ગયા, જમ્મુ કાશ્મીરની ધરતી લોહી લુહાણ થઇ ગઇ. આતંકવાદીઓએ માત્ર માનવીઓની હત્યા નથી કરી, કશ્મીરીયત પર, માનવતા પર હુમલો કર્યો છે, તેથી આપણું કર્તવ્ય બને છે કે, જમ્મુ-કશ્મીરના બધા ભાઇ બહેનો એક બનીને, અટલજીએ કશ્મીરને આગળ વધારવાનો માર્ગ બતાવ્યો છે, માનવતા, જમુરિયત અન કશ્મીરિયતનો. કાશ્મીરની એકતા, વિકાસ, ભાગ્ય બદલવાની જે નીમ રાખી હતી, આપણે તેને આગળ લઇ જવાની છે. એ જ માર્ગ સાચો માર્ગ છે. વિકાસ વગર આપણી સમસ્યાનું સમાધાન નહીં થાય.

અમને એકતા, વિકાસ અને ભાઇચારો જોઇએ છે

અમને એકતા, વિકાસ અને ભાઇચારો જોઇએ છે

હું જ્યારે નવ યુવાનને રોજગારી આપો અંગે કહું છું તો તે કહે છે સેક્યુલારિઝમ જોખમમાં મુકી દેશે, આતંકવાદ અને મોંઘવારીની વાત કરો તો તેઓ પહેલા સેક્યુલારિઝમની વાત કરવા કહે છે. જે લોકો પાસે 120 કરોડ દેશવાસીઓના પ્રશ્નોનો જવાબ, પોતાના પાપોનો હિસાબ નથી આપી શકતા તે સેક્યુલારિઝમની ઓથ નહીં દેખાવી શકે. અમારે એકતા, વિકાસ અને ભાઇચારો જોઇએ છે, અમારે આગળ વધવું છે.

પરિવાર અને વંશવાદ દેશ અને કાશ્મીરને મુક્ત કરાવું છે

પરિવાર અને વંશવાદ દેશ અને કાશ્મીરને મુક્ત કરાવું છે

આ વાતો તેમના રાજકારણમાં ફીટ થતી નથી, હું જે રાજકારણ કરું છું, એ માટે 18 કલાક પરસેવો પાડવો પડે છે, ગરીબોના આસું લુછવા પડે છે, દરરોજ વિકાસની નવી યોજના લઇને દોડવું પડે છે, આ રાજમાં કોંગ્રેસમાં નથી, આ પરિવાર અને વંશવાદ ક્યાં સુધી સહન કરીશું. પરિવાર અને વંશવાદ લોકતંત્રનો સૌથી મોટો દુશ્મન છે. જમ્મુ કાશ્મીરની ધરતી મુક્ત કરાવવાનું છે અને ભારતને પણ મુક્ત કરાવવાનું છે.

આજની કોંગ્રેસ કહે છે, મર જવાન મર કિસાન

આજની કોંગ્રેસ કહે છે, મર જવાન મર કિસાન

આપણા દેશના વડાપ્રધાન હતા લાલ બહાદુર શાસ્ત્રીએ મંત્ર આપ્યો હતો, જય જવાન જય કિસાન. પરંતુ એ જ કોંગ્રેસ પાર્ટીની સરકારના રાજમાં શું થાય છે, જવાનોના શિશ કાપી લેવામાં આવે છે, મોતને ઘાટ ઉતારી લેવામાં આવે છે, તેમના બાળકોનો શું ગુનો છે કે તેમના પિતાને છીનવી લેવામાં આવે શું આ છે જય જવાન. શાસ્ત્રીએ જય કિસાન કહ્યું હતું, દેશમાં હજારો ખેડૂતોને આત્મહત્યા કરવી પડી રહી છે. ક્યાં ગયા એ મંત્ર જય જવાન જય કિસાન. આજના યુપીએનું નવો નારો લાગે છે. આજની કોંગ્રેસ કહે છે, મર જવાન મર કિસાન.

પશ્ચિમ કાશ્મીરના લોકોને અધિકાર મળતો નથી

પશ્ચિમ કાશ્મીરના લોકોને અધિકાર મળતો નથી

આપણા ઘણા પંડિતોને ઘર છોડીને જવું પડ્યું છે, 40 વર્ષ સુધી જેમણે માત્ર વાયદા કર્યા છે, આ લોકોને એક મિનિટ પણ જમ્મુમાં અને દિલ્હીમાં રહેવાનો અધિકાર નથી. હું પરેશાન છું, આપણા દેશમાં બાંગ્લાદેશીઓને ભારતનું નાગરીકત્વ મળી જાય છે, મતદાનનું અધિકાર મળી જાય છે, પરંતુ ભારત માટે મરી જનારા પશ્ચિમ કાશ્મીરના લોકોને ભારત માતાના પુત્ર બનવાનો અધિકાર નથી મળતો, તેની સામે મારી લડાઇ છે.

પાકિસ્તાન પાસે ત્રણ AK

પાકિસ્તાન પાસે ત્રણ AK

આજકાલ પાકિસ્તાનને ત્રણ સિપાઇ સાલાર મળી ગયા છે, જેની પાકિસ્તાનમાં વાહવાહી છે, પાકિસ્તાનમાં તેમના નિવેદનોને કોટ કરવામાં આવે છે. આ ત્રણ કોણ છે. ત્રણ AK છે, એક છે AK 47. તેના ભરોસે, હિન્દુસ્તાનની ધરતીને લોહીલુહાણ કરવાના કામ થાય છે, બીજા AK એન્ટોની, ભારતના રક્ષા મંત્રી. તે સંસદમાં એવા નિવેદન આપે છે, જવાનોના માથા કાપનારા કાંપનારા સેનાનો યુનિફોર્મ પહેરીને આવ્યા છે, તેથી પાકિસ્તાન પાસે AK 47 હતી હવે AK એન્ટોનીનો સાથ છે.

AK 49, પાકિસ્તાનના એજન્ટ

AK 49, પાકિસ્તાનના એજન્ટ

ત્રીજા છે AK 49. AK 49એ હમણા જ એક પાર્ટીને જન્મ આપ્યો અને તેમની પાર્ટીની વેબસાઇટમાં તેમણે જે નકશો રાખ્યો છે તેમાં પાકિસ્તાનને કાશ્મીર આપી દીધું છે. આ AK 49ના નજીકના સાથી કહી રહ્યાં છે કે જનમત સંગ્રહ થવો જોઇએ અને પાકિસ્તાન તેના નિવેદનોથી નાચી રહ્યું છે. મારું માનવું છેકે AK પાકિસ્તાનના એજન્ટ, હિન્દુસ્તાનના દુશ્મન. જે કાશ્મીર માટે શ્યામા પ્રસાદ મુખરજીએ બલિદાન આપ્યું, જવાનો શહીદ થયા તેમના માટે પાકિસ્તાની ભાષા બોલી રહ્યાં છો, તેથી પાકિસ્તાનને AKથી લાભ થઇ રહ્યો છે, તેમને જાણવાની જરૂર છે.

કોંગ્રેસના વિચારોથી દેશ બરબાદ થયો

કોંગ્રેસના વિચારોથી દેશ બરબાદ થયો

કોંગ્રેસના એક નેતા, શેહજાદે, તેઓ કહે છેકે કોંગ્રેસ એક વિચાર છે, વિચારમાં પડી ગઇ છે, આ ચાવાળો ક્યાંથી આવી ગયો. તેઓ કહે છે, કોંગ્રેસ એક વિચાર છે, હું શેહજાદેને કહેવા માગું છું કે દેશ તમારા વિચારથી બરબાદ થઇ ગયો છે, દેશમાં તમારા વિચારને સહન કરવાની હવે શક્તિ નથી.

અટલજીને પાંચ વર્ષ મળ્યા હોત તો કાશ્મીરની સ્થિતિ અલગ હોત

અટલજીને પાંચ વર્ષ મળ્યા હોત તો કાશ્મીરની સ્થિતિ અલગ હોત

જો જમ્મુ કાશ્મીર સરદાર પટેલનો વિચાર હોત તો આજે શું હોત એ વિચાર તમારે કરવાની જરૂર છે. આ અટલજીના વિચાર જુઓ, જેમણે વર્ષો પછી કોંગ્રેસમાં વિશ્વાસ પેદા કર્યો હતો. અહીંના યુવાનોને લાગતુ હતું કે હવે સારો સમય આવશે. અટલજીને પાંચ વર્ષ મળી ગયા હોત તો જમ્મુ કાશ્મીરનો ચહેરો બદલાઇ જશે. એ અધુરુ કામ અમે પુરુ કરીશું

પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ કાશ્મીરમાં કેમ નહીં

પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ કાશ્મીરમાં કેમ નહીં

શા માટે કાશ્મીરમાં પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ અહીં લાગુ નથી થતો. લોકપાલ અંગે વાત કરે છે, પરંતુ અહીં કેમ બોલતા નથી. કારણ કે તેમના હાથ કાળા થયા છે. રાજીવ ગાંધીએ કહ્યું હતું કે રૂપિયો દિલ્હીથી નીકળે તો ગરીબ સુધી પહોંચવામાં 15 પૈસા થઇ જાય છે, ત્યારે પાર્લામેન્ટથી લઇને પંચાયત સુધી કોંગ્રેસ હતી. જો ભ્રષ્ટાચારમાંથી મુક્તિ મેળવવી હોય તો પંજાથી મુક્તિ મેળવવી પડશે.

શા માટે અહીં તેમના મોઢે તાળુ લાગી જાય છે

શા માટે અહીં તેમના મોઢે તાળુ લાગી જાય છે

દેશના દરેક નાગરીકને અધિકાર મળે છે કાશ્મીરના લોકોને અધિકાર મળવા જોઇએ પરંતુ તેઓ અહીં કેમ કંઇ બોલતા નથી, કારણ દેશના દરેક નાગરીક માટે અવાજ ઉઠાવવાની તાકાત હોવી જરૂરી છે. જો તમે તમારા માતા-પિતા જેવું જીવન જીવવા નથી માગતા તો મારા પર વિશ્વાસ કરો. તમે 60 વર્ષ સુધી કોંગ્રેસ અને કોંગ્રેસ ગોત્રની સરકારને સહી છે, મને માત્ર 60 મહિના આપીને જુઓ.

શા માટે અહીં તેમના મોઢે તાળુ લાગી જાય છે

શા માટે અહીં તેમના મોઢે તાળુ લાગી જાય છે

દેશના દરેક નાગરીકને અધિકાર મળે છે કાશ્મીરના લોકોને અધિકાર મળવા જોઇએ પરંતુ તેઓ અહીં કેમ કંઇ બોલતા નથી, કારણ દેશના દરેક નાગરીક માટે અવાજ ઉઠાવવાની તાકાત હોવી જરૂરી છે. જો તમે તમારા માતા-પિતા જેવું જીવન જીવવા નથી માગતા તો મારા પર વિશ્વાસ કરો. તમે 60 વર્ષ સુધી કોંગ્રેસ અને કોંગ્રેસ ગોત્રની સરકારને સહી છે, મને માત્ર 60 મહિના આપીને જુઓ

60 મહિના માટે એક સેવકને ચૂંટીને જુઓ

60 મહિના માટે એક સેવકને ચૂંટીને જુઓ

તેમણે 60 વર્ષમાં જે બરબાદી આપી છે, તેમાંથી દેશને 60 મહિનામાં બહાર લાવવાનો ઇરાદો લઇને આવ્યો છે. હું પ્રાર્થના કરું છું દેશવાસીઓને કે મને 60 મહિના આપો. 60 મહિના સત્તા રૂઢ થવા માટે નહીં પરંતુ ચોકીદાર બનવા માટે માગું છું. દેશને ચોકીદારની જરૂર છે. મને 60 મહિના માટે ચોકીદારનું કામ આપો. 60 વર્ષ સુધી શાસકો ચૂંટ્યા છે, તમે 60 મહિના માટે એક સેવકને ચૂંટીને જુઓ. તમે નિર્ણય કરો. તમારે શાસક જોઇએ છે કે સેવક જોઇએ છે.

તમામ સમસ્યાનું સમાધાન વિકાસ

તમામ સમસ્યાનું સમાધાન વિકાસ

તમામ સમસ્યાનું સમાધાન વિકાસ છે. વિકાસ કર્યા વગર ગરીબોનું ભલુ, નવ યુવાનને રોજગારી, હોસ્પિટલમાં દવા નહીં મળે, તેથી વિકાસનો મંત્ર લઇને આવ્યો છે, મને તમારા આશિર્વાદ જોઇએ છે, આ વખતે હું જોઇ રહ્યો છે, જમ્મુ, કાશ્મીર કે લદાખ હોય હવાનું વલણ બદલાઇ ગયું છે, બધેથી કમળ દિલ્હી પહોંચવાના છે. હું દરેકને કહેવા આવ્યો છું, બહુ સમય તમારે આ મુશ્કેલીને સહન નહીં કરવી પડે. દરેક ભારતીયને અધિકાર મળે એ અમારી પાર્ટીની પ્રતિબદ્ધતા છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

English summary
Narendra Modi to address a campaign rally in J&K. Watch LIVE
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X