• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિહારના ‘અહંકારી’ નેતા મદદ ઠુકરાવવા બદલ ગુજરાતની માફી માંગેઃ મોદી

|

પટણા, 10 માર્ચઃ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગયા ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી બિહારના પૂર્ણિયા ખાતે હુંકાર રેલી સંબોધી હતી. જેમાં તેમણે નીતિશ કુમાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે નીતિશ કુમારના નામનો ઉલ્લેખ કર્યા વગર તેમને અહંકારી કહ્યાં હતા અને કહ્યું હતું કે કેન્દ્રમાં જો ભાજપ શાસિત એનડીએની સરકાર બને અને એ સરકાર બિહારને મદદ કરે તો તેઓ મદદ લેશે કે નહીં લે, એ વાત સાર્વજનિક રીતે કરે. તેમજ ગુજરાતની જનતાએ જે મદદ કરી હતી તેને ઠુકરાવવા બદલ માફી માગે.

આ તકે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હોળીની સાથોસાથ આખા દેશમાં આજે ભાજપનો પણ રંગ લાગ્યો છે. હોળીની સાથોસાથ લોકતંત્રની અંદર લોકતંત્રનો સૌથી મોટો ઉત્સવ ચૂંટણીના રંગમાં પણ રંગાઇ જશે. મને વિશ્વાસ છે કે આ ચૂંટણીમાં હોળીના રંગોની જેમ વિકાસનો રંગ પ્રગતિનો રંગ, આત્મિયતાનો રંગ, ભાઇચારાનો રંગ, સદભાવનાનો રંગ આપણે વિખેરીશું.

આજે પૂર્ણિયાની ધરતી પર આવ્યો છું ત્યારે આ ધરતી પૂરાણકાળથી પરિચિત ધરતી રહી છે, દરેક યુગમાં ક્યાંકને ક્યાંક આ ધરતીનો ઉલ્લેખ થયો છે. આઝાદીના આંદોલનમાં પણ અહીના નોજવાનોએ કોઇ ઉણપ છોડી નહોતી. હું બિહાર જ્યારે આવું છું ત્યારે મને અહીની જનતાને નમન કરવાનો મન થાય છે. દેશમાં જ્યારે ઇતિહાસ લખાશે, ત્યારે 27 ઓક્ટોબરની ઘટનાનો જરૂર તેમાં ઉલ્લેખ થશે, હું એ ખુની ખેલની ચર્ચા કરવા આવ્યો નથી, રાજકારણના આવા વરવા રૂપની વાત કરવા નથી આવ્યો. હું અહીંના લોકોના જુસ્સાને નમન કરવા આવ્યો છે

વડા પ્રધાનનું સ્વપ્ન તેમને ઉંઘવા દેતું નથી

વડા પ્રધાનનું સ્વપ્ન તેમને ઉંઘવા દેતું નથી

વડા પ્રધાનનું સ્વપ્ન તેમને ઉંઘવા દેતું નથી. તેમના સિવાય આ દેશમાં કોઇ યોગ્ય નથી. આ થર્ડ ફ્રન્ટ પર નજર કરો, જેટલા દળ છે, તેમાંથી મોટાભાગના દળોએ કોંગ્રેસને બચાવવાનું કામ કર્યું છે. બીજું દ્રશ્ય જુઓ તેમાં ભૂતપૂર્વ પીએમની ટોળી અથવા પીએમ બનવાના સ્વપ્ન જોનારાઓની ટોળી છે. એક ડઝન કરતા વધુ લોકો પીએમ બનવાના કપડાં સિવડાવીને બેસેલા છે. હાલ સમાચારમાં થર્ડ ફ્રન્ટના બાજા વાગી રહ્યાં છે. જ્યારે કોશીમાં પૂર આવ્યું ત્યારે આ થર્ડ ફ્રન્ટવાળા આવ્યા હતા ખરા? ત્યારે આ બધા ક્યાં ગયા હતા? આજે ચૂંટણી માટે નીકળી પડ્યાં છે.

ચૂંટણી આવતા જ જાગી જાય છે થર્ડ ફ્રન્ટ

ચૂંટણી આવતા જ જાગી જાય છે થર્ડ ફ્રન્ટ

ગુજરાતની ધરતી પર ભૂંકપ આવ્યો ત્યારે થર્ડ ફ્રન્ટ ક્યાં ગયો હતો, આસામમાં કત્લેઆમ થયો ત્યારે આ થર્ડ ફ્રન્ટવાળા ક્યાં ઉંઘી ગયા હતા. સેનાના જવાનોના ધડ કાપી લેવામાં આવ્યા હતા ત્યારે આ થર્ડ ફ્રન્ટ ક્યાં ગયું. ઉત્તર પ્રદેશમાં એક વર્ષમાં દોઢસો રમખાણો થયા ત્યારે થર્ડ ફ્રન્ટ ક્યાં સુઇ ગયું હતું. ચૂંટણીના બ્યુગલ વાગે ત્યારે જ તેમની ઉંઘ ઉઠે છે. આ તેમના સહારે નીકળી ગયા છે. હિન્દુસ્તાનનું રાજકારણ, ભારતનું લોકતંત્ર ગઠબંધનના રાજકારણનું છે, તેનો સ્વિકાર કરવાનો છે. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં દરેક ગઠબંધન સફળતાપૂર્વક આગળ નીકળ્યા છે.

દેશ ત્રણ પ્રકારના રાજકીય કલ્ચર

દેશ ત્રણ પ્રકારના રાજકીય કલ્ચર

આજે દેશ ત્રણ પ્રકારના રાજકીય કલ્ચર દેખાય છે, એક ગઠબંધનનું, બીજું ભ્રષ્ટબંધનનું અને ત્રીજું લઠબંધનનું. આવા લોકોનો જમાવડો એકઠો થઇ રહ્યો છે. લોકતંત્ર ભ્રષ્ટબંધનથી કે ના તો લઠબંધનથી પરંતુ લોકતંત્રને એનડીએ જેવા ગઠબંધનથી મળવાની છે. ભાજપ માત્ર સરકાર બનાવવાનો ઇરાદો રાખતું નથી, અમે ચૂંટણીના મેદાનમાં આવ્યા છેએ, સ્થિર સરકાર બનાવવા માટે, પ્રગતિશિલ સરકાર બનાવવા માટે, મજબૂત સરકાર બનાવવા માટે, દેશને વિકાસની ઉંચાઇ પર લઇ જવાના ઇરાદા સાથે. માત્ર સરકાર બનાવવીએ અમારું લક્ષ્ય નથી.

દિલ્હીની મરેલી સરકારથી મુક્તિ જોઇએ છે

દિલ્હીની મરેલી સરકારથી મુક્તિ જોઇએ છે

આ દેશ પાસે હું એક જ વાત માંગુ છું. દિલ્હીમાં મરેલી સરકારથી મુક્તિ જોઇએ છે. કેટલાક લોકોનો અહંકાર સાતમા આસમાને છે, તેમના સંબંધમાં કઇ પણ કહો તેમને ઉંઘ નથી આવતી, તેઓ બેચેન થઇ જાય છે. તેઓ જવાબ આપે નહીં ત્યાં સુધી ચેન પડતો નથી. બિહારની જનતા જંગલ રાજથી મુક્તિ ઇચ્છતી હતી. આજે દેશભરમાં જંગલ રાજ ફેલાયેલું છે. તેથી દેશને જંગલ રાજમાંથી મુક્ત કરવા માટે બિહારે નેતૃત્વ કરવું પડશે.

બિહારની 1900 શાળા કાગળ પર

બિહારની 1900 શાળા કાગળ પર

કોઇએ મને જણાવ્યું કે, સ્કૂલોમાં એક સર્વે કર્યો, જેમાં જાણવા મળ્યું 1900 શાળા એવી છે, જેનો ખર્ચ થઇ રહ્યો છે, પરંતુ ક્યાંય આ શાળા છે જ નહીં. આ કાગળ પરની શાળાઓથી બિહારના બાળકોનું ભવિષ્ય બનશે ખરા? એટલું જ નહીં, જ્યાં એ નેતાઓ બેસે છે ત્યાં 90 શાળા કાગળ પર છે. આ કેવી સરકાર ચલાવી રહ્યાં છે, આ કોની મલીભગત છે. આ ગરીબના પૈસા છે, જેને લૂંટી લેવામાં આવે છે.

બિહારમાં કાયદો વ્યવસ્થા કથળી

બિહારમાં કાયદો વ્યવસ્થા કથળી

બિહારમાં શું શું થઇ રહ્યું છે. મને કોઇએ જણાવ્યું કે કોઇ દેવકી ચૌધરી, પોતાના વિજળીનું બિલ ચૂકવવા ગયા હતા, તેમને પોલીસ સ્ટેશનમાં મારવામાં આવ્યા અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. કોઇ વૃદ્ધને આ રીતે મારવામાં આવતા લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો. જો આ રીતે પોલીસ સ્ટેશનમાં લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા હોય તો કાયદો વ્યવસ્થા ક્યાં જશે.

દિલ્હીની સરકારે કરેલા કામોની હિસાબ આપવો જોઇએ

દિલ્હીની સરકારે કરેલા કામોની હિસાબ આપવો જોઇએ

આ સહેજાદા, ભારત ભરમાં ફરી રહ્યાં છે. ભાષણ કરી રહ્યાં છે. આ દિલ્હીની સરકારે પોતાના 10 વર્ષના કામનો હિસાબ આપવો જોઇએ કે નહીં. આ તો એવી વાતો કરી રહ્યાં છે, મંગળ ગ્રહ પરથી આવ્યા છે. આ કોંગ્રેસના સહેજાદા પહેલા જાહેર કરે કે આ સરકાર તમારી પાર્ટીની છે કે નહીં. તમારી સરકારે જે પાપ કર્યા છે, તેની જવાબદારી નથી. ભ્રષ્ટાચાર, મોંઘવારી, રોજગારી અંગે પૂછો તો જવાબ આપતા નથી. તેઓ કહે છે કે, મોબાઇલ ફોન લાવ્યા, તમારા ખિસ્સામાં દિલ્હીની સરકારે આપેલો ફોન છે કે તમે ખરીદેલો ફોન છે, કહી રહ્યાં છે કે તેમણે આપ્યું છે કે, સહેજાદે મને જણાવો કે, મોબાઇલ ફોન તમે આપ્યા પણ ફોન ચાર્જ કરવા માટે વિજળી નથી.

બિહારની શાળામાં કોમ્પ્યુટર નથી

બિહારની શાળામાં કોમ્પ્યુટર નથી

ભારતને 21મી સદીમાં આગળ લાવવા આઇટી લાવ્યા, સહેજાદા જણાવો કે, આ લોકો આટલી મોટી વાતો કરી રહ્યાં છે, બિહારમાં જેટલી શાળા છે, તેમાંથી 2 ટકા શાળામાં જ કોમ્પ્યુટર છે, બિહારમાં એક વિશિષ્ટ શક્તિ છે, અહીં તેજસ્વી યુવકોની ઉણપ નથી. ટીવી ચેનલ જોઇ લો, 80 ટકા લોકો બિહારના જોવા મળશે. આ જે દેશભરમાં આઇએસ આઇપીએસ જુઓ, તેમાં બિહારના લોકો હશે. આ શક્તિ બિહારમાં છે, આ જ બિહારમાં ભાવી પેઢીને બરબાદ કરવાનું કામ આ લોકો કરી રહ્યાં છે. આ નોજવાનોએ પોતાનું જીવન બનાવ્યું છે, પરંતુ આ સરકાર તેમને ડુબાડી રહી છે.

ટેબલેટ આકાશમાંથી ધરતી પર ક્યારે આવશે

ટેબલેટ આકાશમાંથી ધરતી પર ક્યારે આવશે

આવનારો યુગ ટેક્નોલોજીનો યુગ છે, આપણા બાળકોના જીવનનો હિસ્સો કોમ્પ્યુટર બનવાના છે, પરંતુ આ સદીનો પહેલો દશકો પૂર્ણ થઇ ગયો, પરંતુ 2 ટકા શાળાઓમાં કોમ્પ્યુટર છે. આ તમારી દિલ્હી સરકારની જવાબદારી છે. આટલું જ નહીં, તેમના એક નેતા છે, પોતાને ઘણા વિદ્વાન વાગે છે. હું આકાશ ટેબલેટ લાવીશું. એ ટેબલેટ આકાશમાંથી ધરતી પર ક્યારે આવશે.

ગુજરાતમાં 71 ટકા શાળામા કોમ્પ્યુટર

ગુજરાતમાં 71 ટકા શાળામા કોમ્પ્યુટર

આસામમાં કોંગ્રેસની સરકાર છે, સાત ટકા શાળામાં કોમ્પ્યુટર, ગુડગાવમાં 40 ટકા, મહારાષ્ટ્રમાં 45 ટકા, રાજસ્થાન ગઇ કાલ સુધી કોંગ્રેસની સરકાર હતી 22 ટકા, ઉત્તર પ્રદેશમાં 10 ટકા કોમ્પ્યુટર છે. જે લોકો ગુજરાતને ગાળો આપે છે, ભારતની એવરેજ 22 ટકા શાળામાં કોમ્પ્યુટર છે. ગુજરાતને દિવસ રાત ગાળો આપવામાં આવે છે, ત્યાં બાળકોના ભવિષ્યની ચિંતા થાય છે, 71 ટકા શાળાઓમાં કોમ્પ્યુટર આપવામાં સફળ થયા છીએ. વિકાસ કેવી રીતે થાય છે, આવનારી પેઢીનું ભવિષ્ય કેવી રીતે થઇ શકાય તેનું ઉદાહરણ છે. વોટ મેળવવા માટે આઇટી લાવ્યા તેમ કહે છે, પરંતુ તે ગઇ ક્યાં, શા માટે તે ભારતના યુવાનો સુધી પહોંચ્યું નથી. સહેજાદા આરોપ તો લગાવે છે પરંતુ જવાબ આપવા તૈયાર નથી.

અમુલ થકી દુધ લેવાનું ચાલુ કર્યું તો ભાવ ઉંચકાયો

અમુલ થકી દુધ લેવાનું ચાલુ કર્યું તો ભાવ ઉંચકાયો

હું પટણા આવ્યો હતો ત્યારે કહ્યું હતું કે હુ દ્વારકાધિશની વાત કરું છું ત્યારે યદુવંશ મને યાદ આવે છે. યદુવંશ સાથે જોડાયેલા લોકો એ છે જે પશુપાલન સાથે જોડાયેલા છે, દુધ ઉત્પાદન કરે છે. પરંતુ તેમને દુધનો સાચો ભાવ મળે છે ખરા? આ લોકો કહે છે કે મોદી થોડીક અમારી મદદ કરી દો. અમુલવાળું કામ અમારે ત્યાં ચાલું કરાવી દો. ઉત્તર પ્રદેશમાં દુધનો ભાવ એક વર્ષ પહેલા 18 રૂપિયા અપાતા નહોતા. અમે અમુલ થકી ત્યાં દુધ લેવાનું ચાલું કર્યું તો દુધનો ભાવ 35ની આસપાસ પહોંચી ગયો. આ યાદવોનું ભલું થયું છે.

અહીં ગુજરાતના ઘણા લોકો છે

અહીં ગુજરાતના ઘણા લોકો છે

બિહારના પશુપાલનનું ભાગ્ય બદલવું છે તો તેમને બદલો, આ લોકોએ કંઇ આપ્યું નથી. અમારા ધારાસભ્ય મને મળ્યા અને કહ્યું કે, મોદી સાથે જૂનો નાતો છે, અહીં કોલહૈયા સમાજ છે, તે મોટી માત્રા છે, અમે બધા મૂળ ગુજરાતના છીએ અને અહીં આવીને રહી છીએ. આ પોતાનાપણાનો સંબંધ પાકો થઇ ગયો. હું હેરાન છું, અહીં આટલું પાણી છે, છતાં આટલો મોટો માછીમાર સમાજ હોવા છતાં, અહીં સરકારનું વલણ જુઓ મત્સ્યપાલન ઉદ્યોગ તરફની ઉદાસિનતા જુઓ, અહીં પાણી હોવા છતાં 400 કરોડની માછળી આંધ્ર પ્રદેશથી લાવી પડે.

પૂર્વને પશ્ચિમની સમકક્ષ લાવવું છે

પૂર્વને પશ્ચિમની સમકક્ષ લાવવું છે

સમાજના બધા જ સમુદાયોને લાભ કેવી રીતે મળે તેની ચિંતા કરવાની જરૂર છે. મે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની પરિષદમાં વાત કરી હતી કે જ્યારે ભારત માતાનું ચિત્ર જોઇએ છે, ત્યારે પશ્ચિમ ભાગમાં આર્થિક ગતિવિધિ જોવા મળે છે, પરંતુ પૂર્વ તબાહ થઇ રહ્યો છે, શા માટે. એક હાથ મજબૂત હોય અને બીજો નબળો હોય તો ના ચાલે, તેથી વિકાસ સંતુલિત હોવો જોઇએ. વિકાસ સર્વપોષક હોવો જોઇએ, તેથી અમારી સરકારની વિચારધારા રહેશે કે, પૂર્વ વિસ્તારના રાજ્યો પર વિશેષ ધ્યાન રાખીને પશ્ચિમના રાજ્યોની સમકક્ષ લાવવામાં આવશે.

ભાજપનો ઇરાદો છે, ભારતનો વિકાસ

ભાજપનો ઇરાદો છે, ભારતનો વિકાસ

જો આપણે, ભારતનું ભાગ્ય બદલવું છે તો સૌથી પહેલા આ ભારતના પૂર્વ વિસ્તારને તેની તસવીર બદલવાનો સંકલ્પ લેવો જોઇએ. તેમાં બિહાર બદલાશે તો જ વિકાસની લહેર આવશે. તેથી સ્પેશિયલ પેકેજ, સ્ટેટસની વાત હોય, જે જરૂરી હશે તે દિલ્હીમાં આવનારી નવી સરકારની તે પ્રાથમિકતા હશે. કારણ કે ભાજપનો ઇરાદો છે, ભારતનો વિકાસ. હું નથી જાણતો કે કેટલાક નેતાઓનો અંહકાર સાતમા આસમાને છે, ક્યાંક દિલ્હીની સરકાર કંઇક આપવાનું કામ કરે તો તેમનો અંહકાર તેમને નડશે તો નહીંને.

ગુજરાતના લોકોની માફી માગે

ગુજરાતના લોકોની માફી માગે

કોશીમાં પૂર આવ્યો ત્યારે ગુજરાતની જનતાએ સંવેદના સાથે મદદ મોકલી હતી, એક રાજનેતાના અંહકારે ગુજરાતના મોઢા પર થુંકવાનું કામ કર્યું હતું. અહીંના લોકો પીડિત હતા તેવા સમયે ગુજરાતની મદદને ઠુકરાવી હતી. લોકતંત્રમાં આટલું અંહકાર જનતા માફ નથી કરતી. આવા નેતાઓએ જાહેરાત કરવી પડશે કે કેન્દ્રમાં એનડીએની સરકાર બને અને બિહારના વિકાસ માટે કંઇ લઇને આવે તો આ અંહકારી નેતા એવું તો નહીં કહેને અમે નહીં લઇએ. ગુજરાતના લોકોની મદદ ઠુકરાવી હતી તેની માફી માગે.

ગુજરાતનું સેક્યુલારિઝમ સાચું સેક્યુલારિઝમ છે

ગુજરાતનું સેક્યુલારિઝમ સાચું સેક્યુલારિઝમ છે

કેટલાક લોકો સેક્યુલારિઝમના નામે રાજકારણ કરી રહ્યાં છે. દરેકે મુસ્લિમોના નામે રાજકારણ કર્યું છે. સેક્યુલારિઝમના નામે છેતર્યા છે. હું મુસ્લિમો સામે તેમને ખુલ્લા પાડું છું. આ સચ્ચર કિમિટિના આધારે છે. બિહારમાં શહેરી મુસ્લિમોમાં ગરીબો 45 ટકા છે, જે ગુજરાતને ગાળો આપવામાં આવે છે, જ્યાં માત્ર 24 ટકા છે. ગ્રામીણ મુસ્લિમો બિહારમાં 38 ટકા અને ગુજરાતમાં માત્ર 7 ટકા છે. શહેરી મુસ્લિમો દ્વાર પ્રતિ વ્યક્તિ માસિક ખર્ચ 550 રૂપિયા અને ગુજરાતમાં 875 રૂપિયા ખર્ચ કરે છે. મુસ્લિમ સમાજ અને સેક્યુલારિઝમના નામે આ બધી પાર્ટીઓ રાજકારણ કરી રહી છે, જ્યારે ગુજરાતનું સેક્યુલારિઝમ સાચું સેક્યુલારિઝમ છે. તે સમાજના દરેક ભાગ માટે કામ કરે છે.

English summary
Narendra Modi to address 'Hunkar Rally' in Purnia, Bihar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more