MPમાં મોદીએ આપ્યું વચન, ‘રાજ્યને અવ્વલ નંબરનું બનાવીશ’

બાલાઘાટ, 28 માર્ચઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર મધ્ય પ્રદેશના બાલાઘાટ ખાતે ચૂંટણી સભા સંબોધી રહ્યાં છે, જ્યાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, દિલ્હીમાં તમે ભાજપની સરકાર બનાવો તો હું વિશ્વાસ અપાવું છું કે મોદી અને શિવરાજ સિંહ ખભાથી ખભો મિલાવીને મધ્ય પ્રદેશને અવ્વલ નંબરનું રાજ્ય બનાવી દઇશું.

મને આવવામાં ઘણું મોડું થયું, તમારે રાહ જોવી પડી અને તકલીફ સહન કરવી પડી. જે વિકાસ કરવા માગે છે, તે છેવાડાના સ્થળો પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા આપે છે. ત્યારબાદ જનતા વિકાસના કામને પોતાના હાથમાં લઇ લે છે અને તે વિસ્તાર પ્રગતિની નવી ઉંચાઇ ધારણ કરે છે.

ભારતમાં અવાર-નવાર રાજકીય વિવાદોમાં સમય બરબાદ થઇ રહ્યો છે. દેશનું દુર્ભાગ્ય છે કે આપણા દેશના રાજકારણમાં રાષ્ટ્ર કલ્યાણ માટે કેવા કામ થાય, તેને રાષ્ટ્ર સ્થળ પર લાવવાનું કામ થતું નથી. થોડુંક પણ થયું હોત તો આખા ભારતમાં મધ્ય પ્રદેશની ઘરે ઘરે ચર્ચા થાત. ગઇકાલ સુધી જે બીમારું રાજ્ય ગણાતું હતું તે શિવરાજ સિંહની મહેનતના કારણે આજે બીમારું રાજ્યમાંથી બહાર આવ્યું છે.

શિવરાજને મોદીનો સાથ મળી જાય તો વિચારો શું થાય

શિવરાજને મોદીનો સાથ મળી જાય તો વિચારો શું થાય

શિવરાજ સિંહે અહીં શિક્ષા, માર્ગ અને વિજળી સહિતના વિકાસના કામોને બળ આપ્યું છે. જો શિવરાજ સિંહ એકલા હાથે આ કરી શકતા હોય તો, તેમને મોદીનો સાથ મળી જાય તો વિચારો કે મધ્ય પ્રદેશનો વિકાસ ક્યાં પહોંચી જાય. દિલ્હીમાં એવી સરકાર બેસી છે જે કાગળ પર કામ દર્શાવી રહી છે. જે જનતાની આંખમાં ધૂળ ફેંકવાનું કામ કરી રહી છે.

ભાજપની સરકારનો કાર્યકાળ સ્વર્ણિમ કાર્યકાળ

ભાજપની સરકારનો કાર્યકાળ સ્વર્ણિમ કાર્યકાળ

દેશની સામે દરેક રાજકીય દળોને કોઇને કોઇ રીતે સરકાર ચલાવવાની તક મળી છે. સૌથી લાંબા સમય સુધી કોંગ્રેસનું શાસન જોયું છે. કેટલાક રાજ્યોમાં કોમ્યુનિસ્ટોની સરકાર જોઇ છે. કેટલાક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષોની છે તો ક્યાંક ભાજપની સરકાર જોઇ છે, દરેક સરકારનું કામ ચકાસી લો, બધામાં ભાજપની સરકારનો કાર્યકાળ સ્વર્ણિમ કાર્યકાળ સાબિત થશે. અમે વિકાસ પ્રત્યે પ્રતિબદ્ધ ના હોત તમે શિવરાજ સિંહને આવી રીતે ત્રીજી વખત પ્રેમ ના કરત.

ભાજપનો એક જ મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ

ભાજપનો એક જ મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ

મધ્ય પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, ગોવા અને રાજસ્થાનમાં જનતા ભાજપને પસંદ કરી રહી છે, તેની પાછળનું કામ વિકાસની રાજનીતિ છે. ભાજપનો એક જ મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ. અમારે ત્યાં પાકિસ્તાનની બોર્ડર પાસે કચ્છમાં ભારતીય સેના છે, જ્યાં પાકિસ્તાનની ચેનલ અને રેડિયોમાં પાકિસ્તાનના સ્ટેશન પકડાય છે. રાષ્ટ્રીય સુરક્ષા માટે આધુનિક ટેક્નોલોજી તો લગાવો, પરંતુ આ સરકાર ના તો સિરની છે અને ના તો સીમાની કે ના તો સામાન્ય માનવીની.

મર જવાન મર કિસાન

મર જવાન મર કિસાન

આ સરકારના રાજમાં જવાન સલામત છે અને ના તો ખેડૂત સલામત છે. ભારતના યુદ્ધોમાં આતંકવાદી હુમલામાં, માઓવાદીઓના કત્લેઆમમાં લોકો માર્યા ગયા છે, તેના કરતા વધારે આપણા ખેડૂતોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ દશ વર્ષમાં દેશના જવાનો માર્યા ગયા અને ભારત સરકાર પાકિસ્તાનના પ્રધાનમંત્રીને ભોજન ખવડાવે. હવે કોંગ્રેસનો એક જ નારો છે, મર જવાન મર કિસાન.

કોંગ્રેસે ધોકાપત્ર જાહેર કર્યું

કોંગ્રેસે ધોકાપત્ર જાહેર કર્યું

ખેડૂત એટલા માટે પરસેવો પાડે છે, કારણ કે ગરીબનું પણ પેટ ભરાય, પરંતુ ખેડૂતે મહેનત કરી હોય, ધન ઉગાડ્યું હોય, પરંતુ એ ધન રેલવે પ્લેટફોર્મમાં સડતું હોય ત્યારે ખેડૂતોને દુઃખ થાય. ભારતની સુપ્રીમ કોર્ટ જ્યારે કહે કે આ અનાજ ગરીબોને વહેંચી દો, તેમને માત્ર ચૂંટણી સમયે ગરીબ યાદ આવે છે તેમણે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા પરંતુ ના કર્યું અને એ સડેલું અનાજ દારૂ બનાવનારાઓને વેંચી દીધું. કોંગ્રેસે હમણા જે ઘોષણાપત્ર જાહેર કર્યું છે તે જનતા સાથે ધોરાપત્ર છે.

ભાજપની ભારત વિજય રેલી

ભાજપની ભારત વિજય રેલી

આ ભારત વિજય રેલીનો અર્થ ભ્રષ્ટાચાર, મોંઘવારી જેવી સમસ્યાઓ સામે વિજય માટેની રેલી છે. તમે દિલ્હીમાં એક મજબૂત અને સશક્ત સરકાર બનાવો. તમે મારા પર વિશ્વાસ કરો, હું તમારો વિશ્વાસ ક્યારેય નહીં તોડું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X