For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું ગુજરાતથી અહીં પુણ્યનો ભાગ બનવા આવ્યો છું: મોદી

|
Google Oneindia Gujarati News

ભોપાલ, 18 નવેમ્બરઃ ગુજરાતનાં મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા આજે મધ્ય પ્રદેશ ખાતે ચૂંટણી રેલી સંબોધવામાં આવી રહી છે. હાલ તેઓ ગુનામાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રેલીને સંબોધી રહ્યાં છે, જેનો લાઇવ વીડિયો અહીં રજુ કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, જ્યારથી ભાજપને મધ્ય પ્રદેશની સેવા કરવાની તક મળી છે, ત્યારથી શિવરાજ સિંહે અથાગ મહેનત અને પુરષાર્થ કર્યો છે. ભાજપના લાખો કાર્યકર્તાઓએ જનતાનો વિશ્વાસ જીત્યો છે, તેટલા માટે ભાજપનો વિજય નિશ્ચિત છે. હું તો અહીં પુણ્ય કમાવવા આવ્યો છું. જ્યારે મધ્ય પ્રદેશમાં વિજયની ગંગા વહી રહી હોય, તો નરેન્દ્ર મોદી ગુજરાતથી આ પુણ્યનો ભાગ બનવા આવ્યા છે. વિજય શિવરાજ સિંહના અથાગ પ્રયાસ, ભાજપના લાખો કાર્યકર્તાઓનો અને ભાજપની વિકાસની રાજનીતિનો થવાનો છે.

જેમણે પહેલા સરકાર ચલાવી હતી, તેમણે કોઇ સારું કામ કર્યું હોય તે યાદ આવે છે ખરા, તેમણે બધુ તબાહ કરી નાંખ્યું કારણ કે, કોંગ્રેસની માનસિકતા, કોંગ્રેસનો અહંકાર સાતમા આસમાને પહોંચ્યો છે. આ દેશ તેમની જાગીર છે. તેઓ માને છે કે, તેમને મજબૂર થઇને આ દેશની જનતા તેમને જ સત્તા પર લાવશે. તેઓ બધી શક્તિ પોતાની ખુરશી બચાવવામાં અને બીજાની ખુરશી છીનવવામાં લગાવી દે છે, તેઓ ક્યારેય પણ જનતાનું ભલુ અને દુખોની ચિંતા કરવાનું નથી વિચારતા. હાલ તેમણે ચૂંટણીમાં વાયદાઓનો વરસાદ કરી નાંખ્યો છે.

મે સાંભળ્યું છે કે, તેઓ ગરીબોને 35 કિલો અનાજ મફતમાં આપશે. હું આ કોંગ્રેસના દિગ્ગજોને કહેવા માગુ છું. તમે એક કામ કરો, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રમાં કોંગ્રેસની સરકાર છે, જ્યાં આચાર સંહિતા નથી ત્યાં અનાજ આપવાનું કરી દો, તો હું માનીશ કે તમે ઇમાનદારીથી જનતાની સેવા કરવા માગો છે. પરંતુ તેઓ ત્યાં કંઇ નહીં કરે, તેઓ જનતાનું વિચારતા નથી, તેઓ અહીં આવીને તમને ગુમરાહ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. તેમણે કહ્યું હતું કે દિલ્હમાં અમારી સરકાર બનશે તો 100 દિવસમાં મોંઘવારી ઘટાડી દઇશું અને નવયુવાનોને પ્રત્યેક વર્ષ રોજગારી આપીશું, પરંતુ તેઓએ આ એકપણ વાયદો પૂરો કર્યો નથી અને નવયુવાનો સાથે રમત રમી રહ્યાં છે. તેમના પર વિશ્વાસ ના મુકતા એ કહેવા માટે હું આજે અહીં આવ્યો છું.

ભારત વિશ્વનો સૌથી યુવાન દેશ છે. અહીંનો યુવાન પોતાના સ્વપ્ન, સંકલ્પ અને શક્તિથી ભારતના ભાગ્યનો નિર્માતા બની શકે છે, પરંતુ તમે તેમને બેરોજગારીની ખપ્પરમાં નાંખી દીધા છે. કોંગ્રેસ માટે યુથ માત્ર વોટર છે, જ્યારે અમારા માટે યુથ એક પાવર છે. તેથી સરકાર એવી જોઇએ જે નવયુવાનને એમ્પાવર કરે.

તમે હેરાન હશો કે દેશમાં એક તરફ અંધકાર છે અને બીજી તરફ 20 હજાર મેગાવોટ વિજળી ઉત્તપન્ન કરી શકે તેવા કારખાના બંધ છે. આવો દેશ વિશ્વમાં ક્યાંય નહીં હોય. જેનું કારણ માત્ર એક જ કે દિલ્હીની સરકારને પોલીસી પેરાલિસિસ છે. કોઇ નિર્ણય નથી કરતા. 20 હજાર મેગાવોટ વિજળીના કારખાના નથી ચાલતા કારણ કે તેમને કોલસા નથી મળતા, આ કોલસા અને કોલસાની ફાઇલ ખવાઇ ગઇ છે, તેથી કારખાના બંધ છે, મેન્યુફેક્ચરિંગ સેક્ટરને ગંભીર અસર થઇ છે, ત્યારે નવયુવાન રોજીરોટી ક્યાંથી કમાશે.

મધ્ય પ્રદેશને 800 મેગા વોટ વિજળી મફતમાં મળી શકે છે. નર્મદા નદી પર સરદાર સરોવર ડેમ બન્યો છે, ત્યાં ગેટ લગાવવાના બાકી છે, જો એક વાર ગેટ લાગી જાય તો મધ્ય પ્રદેશને મફતમાં 800 મેગા વોટ વિજળી મળી શકે છે, પરંતુ તેઓ આ નથી કરી રહ્યાં તેઓ ફાઇલ પર બેસી ગયા છે. દિલ્હી સરકારને ભાજપાની સરકારોને પરેશાન કરવાની આદત પડી ગઇ છે. શિવરાજ સિંહે ટૂરિઝમ પર વિશેષ ધ્યાન આપ્યું, પરંતુ અહીંના રાષ્ટ્રીય રસ્તાઓ એવા છે કે અહીં એકવાર ટૂરિસ્ટ અહીં આવશે તો બીજી વાર અહીં નહીં આવે. અહીં રાજ્યના રસ્તા સારા છે, પરંતુ કેન્દ્રની સરકાર નેશનલ હાઇવે રીપેર કરાવવા તૈયાર નથી, કારણ કે અહીં ભાજપની સરકાર છે.

અહીં મેડમ અને સહેજાદા આવ્યા હતા, તેઓ જે બોલીને ગયા તેનાથી હું હેરાન છું. ગુજરાત અને મધ્ય પ્રદેશમાં કોઇ કામ થાય છે, તો તે પૈસા મોદી કે શિવરાજ સિંહના પૈસા છે, ત્યારે આ દિલ્હી સરકાર પૈસા આપે છે તે પૈસા શું તેમના ખિસ્સામાંથી આવે છે. આ પૈસા જનતા જનાર્દનના છે અને તમારા પૈસા તમારા માટે ખર્ચવાના છે. શું આ મધ્ય પ્રદેશ ભિખારીનો કટોરો લઇને ઉભા છે.

આ સમયની માંગ છે કે હિન્દુસ્તાનમાં પોલિટિકલ પંડિત અને અર્થસાસ્ત્રી દ્વારા અધ્યયન કરવામાં આવે. આ દેશે કોંગ્રેસના મોડલ, ભાજપના મોડલ, પ્રાદેશિક પક્ષોના મોડલ જોયા છે અને એકવાર લેખા જોખા કરવામાં આવે કે કોના સમયમાં સૌથી વધુ વિકાસ અને જનતાની ભલાઇના કામ થાય છે. હું દાવા સાથે કરી શકું છું જ્યાં જ્યાં ભાજપને તક મળી છે ત્યાં વિકાસનું કામ થાય છે, બીજે નથી થતું.

મુલ્યાકન કરવામાં આવે તો ભાજપે પોતાની ઓળખ બનાવી છે. આ દેશ 21મી સદીમાં વિશ્વનું નેતૃત્વ કરે આ આપણા બધાનું સ્વપ્ન છે. જ્યારે આપણે 21મી સદીમાં ભારત વિશ્વનું નેતૃત્વ કરે એવું ઇચ્છીએ છીએ ત્યારે આપણો એક જ મંત્ર હોવો જોઇએ અને એ છે વિકાસ. જો આપણે 21મી સદીમાં રોજગારી જોઇએ, આ દેશને હથકંડોની નહીં હુન્નરની જરૂર છે. હુન્નર પર જોર આપવું છે.

લોકોને રોટીની જરૂર છે જાતિવાદની નહીં, તેથી રાજનીતિ સબકા સાથ સબકા વિકાસની હોવી જોઇએ પરંતુ કોંગ્રેસની રાજનીતિ એવી નથી. કોંગ્રેસની રાજનીતિ એવી છે કે, પહેલા હાથ જોડે, હાથ મિલાવે, હાથ અજમાવે અને પછી હાથની સફાઇ શરૂ કરી દે છે. તેથી તેમના હાથના કામને ઓળખો, આ હાથ દેશને બરબાદ કરવા માટેનો છે, તેથી તેને દૂર કરવાની જરૂર છે.

ડો. મનમોહન સિંહજીએ કહ્યું કે, ભાજપના નેતાઓ ચૂંટણીની ચર્ચાને નીચે લઇ જઇ રહ્યાં છે. વડાપ્રધાનજી લોકતંત્રની મર્યાદાઓ, લોકતંત્રનું ગૌરવ રાખવામાં અમારી પાર્ટીએ પુરી જવાબદારી સાથે વ્યવહાર કર્યો છે. તમારા નેતા, મારી પાર્ટીના કાર્યકર્તાઓ માટે જે પ્રકારના શબ્દોનો પ્રયોગ કરે છે, ત્યારે અમારી પાર્ટીએ ક્યારેય પોતાની શાલિનતા હદ પાર નથી કરી, અમે સાર્વજનિક રીતે આક્રોશ કર્યો છે, પરંતુ એ મર્યાદામાં રહીને અમે લોકોની વાત સરકાર સુધી પહોંચાડવાનો હતો.

વડા પ્રધાનજી ગત સંસદમાં તમે ઘણા દુખી થઇ ગયા હતા, ગુસ્સામાં આવી ગયા હતા અને તમે રડતાં રડતાં થઇ ગયા હતા કે, શું વિશ્વના કોઇ દેશમાં વિપક્ષમાં બેસેલા લોકો ચોર ચોરના નારા લગાવે છે ખરા. અન્ય દેશોમાં નહીં લગાવતા હોય, બની શકે કે ત્યાં ચોરી નહીં થતી હોય. સંસદમાં કોઇ ચોર ચોરના નારા લગાવે, ત્યારે તમને દુખ અને પીડા થાય છે. તમારી પાર્ટીના નેતા, આ જ જિલ્લાના તમારા નેતા ખોટુ બોલવાની મેન્યુફેક્ચરિંગ કરતી ફેક્ટરી બનાવે છે. ત્યારે તમારી પાર્ટીના ઉપાધ્યક્ષ કે જેમના નેતૃત્વ હેઠળ કામ કરવાની તમે ઇચ્છા રાખો છો તે ભાજપને ચોર પાર્ટી કરે છે શું આ ઉચિત ભાષા છે અને તમે ભાજપ પર આરોપ લગાવી રહ્યા છો.

હું સાહેજાદાને કહું છું કે, તમે ભાજપને ચોર કહ્યું તો હં તમારા આરોપનો સ્વિકાર કરીએ છીએ કે હા અમે ચોરી કરી છે, અમે કોંગ્રેસ પાર્ટીની ઉંઘની ચોરી કરી છે. તેમને દિવસે પણ સ્વપ્ન આવે છે કે જૂન 2014 પછી શું થશે, કારણ કે તેમના પાપનો ઘડો ભરાઇ ચૂક્યો છે.

આ દેશમાં ગરીમાની વાત કરનારા વડાપ્રધાનજી તમે જ્યારે અમેરિકા હતા ત્યારે અમે તમારી ઇજ્જત પર હાથ નતો અડાડ્યો, તમને બેઇજ્જત કરવાનું કામ કોણે કર્યું હતું. આજે હું અહીંથી પૂછવા માગુ છું કે, વડાપ્રધાન પદની ગરીમાને નીચે લઇ જવાનું પાપ કોણે કર્યું, વડા પ્રધાનજી આ કામ ભાજપે નથી કર્યું, તમે જ્યારે અમેરિકામાં હતા ત્યારે જે પાર્ટીએ તમને વડાપ્રધાન બનાવ્યા છે, એ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે દેશવાસીઓની સામે આવીને કહ્યું કે, વડાપ્રધાને જે નિર્ણય કર્યો તે નોન્સેન્સ છે. તેમને નોનસેન્સ કહેવાનું પાપ કોણે કર્યું હતું.

આ દેશ જ્યારે આઝાદ થયો ત્યારે જ સુરાજ્યની શરૂઆત કરવાની હતી, આજે આપણે જે સહી રહ્યાં છીએ તેની પાછળ કુસાશન છે અને દિલ્હીની સરકારને સુસાશનની પરવા નથી. કુસાશન પોતાની સાથે નેક કુનીતિ લઇને આવે છે, જે દેશને ખતમ અને તબાહ કરી નાખે છે. દેશને આ કુસાશનની બિમારીમાંથી આઝાદ કરવાની છે. દેશના ભવિષ્યને નક્કી કરવા માટે, વિકાસના રાહ પર લઇ જવા માટે સુસાશન પર જોર આપવું પડશે.

આ લોકો જે કરવાનું છે તે કરતા નથી અને જે નથી કરવાનું તે કર્યા કરે છે. આ સરકારનું કામ એક્ટ કરવાનું છે. પરંતુ તે એક્ટ દેખાડ્યા કરે છે. મેડમ છત્તીસગઢમાં આવીને મેડમ કહીંને ગયા કે ભાજપ નક્સલવાદને વધારી રહ્યાં છે. પશુપતિનાથથી તિરુપતિ સુધી નક્સલવાદ અને આતંકવાદ છે, રેડ કોરિડોર છે, તમે સત્તા પર આવીને પોટા હટાવીને નક્સલવાદને બઢાવો આપી રહ્યાં છો અને આરોપ અમારી પર લગાવી રહ્યાં છે. એક તરફ પાકિસ્તાનના સૈનિકો આપણા સૈનિકોના સર કલમ કરીને લઇ ગયા અને તમે જયપુરમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીને ચીકન બિરિયાનીનું ભોજન કરાવો છો, અને તમે તેને પ્રોટોકોલ ગણાવો છો, ત્યારે શું સૈનિકોના સર લઇ જવા એ પાકિસ્તાનના પ્રોટોકલમાં છે, દેશ આવી રીતે નથી ચાલતો. જો તમારામાં સામર્થ્ય હશે તો વિશ્વના દેશો તમારી સાથે મિત્રતા કરશે નહીંતર તમને ખાઇ જશે.

આ દસ વર્ષમાં શિવરાજ સિંહને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો, વિકાસના કાર્યમાં દિલ્હીની સરકાર મદદ નહોતી કરતી, પરંતુ હવે 200 દિવસની વાર છે, વિચારો કે અહીં તમારી સરકાર હોય અને દિલ્હીમાં પણ તમારી સરકાર હોય ત્યારે તમારા તો બન્ને હાથમાં લાડવા છે. તેથી ભુલ ના કરતા આ દેશને કોંગ્રેસમુ્ક્ત ભારત બનાવવાનું છે. કાલે પ્રધાનમંત્રીએ કાલે કહ્યું કે મહાનપુરુષોનું નામ લો ત્યારે તેમનું આચરણ કરવું જોઇએ. ત્યારે મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે આ કોંગ્રેસને વિખેરી દો. મહાત્મા ગાંધી જાતે જ કહીં ગયા છે કે કોંગ્રેસને વિખેરી દો અને મહાત્મા ગાંધી જે કહીં ગયા છે તે કરો અને કોંગ્રેસને નાબૂદ કરી નાંખો.

English summary
Narendra Modi address a Public Meeting in Bhopal, Madhya Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X