• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જે પરિવારને કોઇ લલકારતું નહોતું તેને ચાવાળાએ લલકાર્યું: મોદી

|

ગ્લાલિયર, 21 નવેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા મધ્ય પ્રદેશના ગ્વાલિયર ખાતે ચૂંટણી સભા સંબોધવામાં આવી છે. જેમા તેમણે શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા મધ્ય પ્રદેશમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોને બિરદાવ્યા છે અને ભાજપને ફરી વિજયી બનાવી મધ્ય પ્રદેશના વિકાસને તેજ ગતિએ આગળ વધારવા જણાવ્યું છે. મોદીએ કોંગ્રેસ અને વડા પ્રધાન પર આકરા પ્રહાર કર્યા છે.

તેમણે કહ્યું કે, છેલ્લા બે દિવસથી હું મધ્ય પ્રદેશમાં છું, અને જે વાતાવરણ અહીં જોવા મળ્યું છે, તે છેલ્લી ચૂંટણી કરતા આ વખતનો માહોલ અલગ છે. આ વખતે ભાજપની આંધી છે. જ્યારે ચૂંટણી આવે છે, ચૂંટણી આવે ત્યારે એન્ટી ઇનકમ્બન્સીની ચર્ચા કરવામાં આવે છે, પરંતુ ભાજપે રાજકીય પંડિતોને પુનર્વિચાર કરવા મજબૂર કર્યાં છે, જ્યાં ભાજપની સરકારો છે. પહેલીવાર પંડિતોને પ્રો ઇનકમબન્સી પર વિચાર કરવા મજબૂર થયા છે. સરકાર માલેતુજારો માટે નહીં પરંતુ સરકારની જરૂર ગરીબો માટે હોય છે.

ગરીબ વ્યક્તિ માટે સરકાર એક આશરો હોય છે. આજે હું શિવરાજ સિંહ અને મધ્ય પ્રદેશની સરકારને અભિનંદન પાઠવવા આવ્યો છે, કારણ કે તેમણે સરકાર ગરીબો માટે ચલાવી અને તે પણ ગરીબોને આશ્રિત બનાવીને નહીં પરંતુ ગરીબોને પોતાના પગ પર ઉભા રહેવાના હોસલા અને સુવિધા આપવા માટે ચલાવી. આજે મધ્ય પ્રદેશમાં એક એવો વર્ગ ઉભરી રહ્યો છે, જે ગરીબીમાં જીવી રહ્યો હતો તે સારા ઘરમાં રહેવા અને બાળકોને સારું શિક્ષણ આપવા જઇ રહ્યાં છે. જાગરુક સરકાર એ હોય છે, પરિવર્તન અનુકુળ વિકાસ કરે છે. શિવરાજ સિંહે એ દિશામાં કામ કર્યું છે.

જ્યારે અમારી મુખ્યમંત્રીઓની બેઠક થાય છે, વડા પ્રધાન હાજર હોય છે, લોકો બેઠકમાં રાહ જોતા હોય છે કે, શિવરાજ સિંહ ક્યારે બોલશે. જ્યારે શિવરાજ સિંહ ગરીબ કલ્યાણ, વિકાસની યોજનાની રૂપરેખા, કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવતી પરેશાની અને મધ્ય પ્રદેશના વિકાસની વાતો રાખે ત્યારે આખા ગૃહમાં સન્નાટો છવાઇ જતો હતો અને ક્યારેક વડા પ્રધાન લખી પણ લેતા કે શિવરાજ સિંહ શું કહી રહ્યાં છે.

મધ્ય પ્રદેશની જનતાને શુભેચ્છા પાઠવું છે કે આવા હીરાને પસંદ કરીને પોતાના નેતા બનાવ્યા છે. તમે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ કર્યો, શિવરાજ સિંહ જેવા નેતા પસંદ કર્યા અને શિવરાજ સિંહે પણ પોતાને તમારા કામમાં વ્યસ્ત કી નાંખ્યા. ચૂંટણી કોના માટે હોય છે, ધારાસભ્ય ચૂંટવા માટે, ગ્વાલિયરનું ભવિષ્ય નક્કી કરવા માટે, તમે જ્યારે 25 તારીખે વોટ કરશો એ તમારા ધારાસભ્ય, સરકાર કોની બનશે એ માટે નહીં પરંતુ એ તમે મધ્ય પ્રદેશના ભાગ્યની રેખા અંકિત કરવાના છો.

તમારે નિર્ધારિત કરવાનું છે કે મધ્ય પ્રદેશને કઇ દિશામાં લઇ જવાનું છે. શું મધ્ય પ્રદેશને ફરીથી બંટાધાર સ્થિતિમાં લઇ જવાનું છે. 10 વર્ષ પહેલા મધ્ય પ્રદેશની હાલત શું હતી. 50 વર્ષના કોંગ્રેસના પરાક્રમ જુઓ, આટલા સુંદર રાજ્ય, સુશિલ અને મહેનતુ લોકો તેમ છતાં મધ્ય પ્રદેશની ગણના બીમારુ રાજ્ય તરીકે થતી હતી. પરંતુ આજે 10 વર્ષની અંદર ભાજપે મધ્ય પ્રદેશને બીમારુ રાજ્યમાંથી વિકસિત રાજ્ય બનાવી દીધું છે.

શિવરાજ સિંહ અને ભાજપને મધ્ય પ્રદેશમાં ઘણી મુશ્કેલી સહન કરવી પડી, કોંગ્રેસ અને તમારા બડબોલા નેતાએ મધ્ય પ્રદેશને એવા ખાડામાં નાખી દીધું હતુ, આ શિવરાજ સિંહ અને ભાજપની મહેનત છે કે, મધ્ય પ્રદેશને એ ખાડમાંથી બહાર લાવ્યા છીએ, 10 વર્ષમાં મધ્ય પ્રદેશ ખાડામાંથી બહાર આવ્યું છે, ત્યારે તમે આટલા ખુશ છો ત્યારે અમે ત્યાં ઇમારત રચીશુ ત્યારે તમે કેટલા ખુશ થશો.

અહીં એગ્રીકલ્ચરમાં 4 ટકા માઇનસમાંથી 11 ટકા સુધી કૃષિ વિકાસ દરને પહોંચાડી દીધું છે. પ્રવાસનની મધ્ય પ્રદેશમાં ઘણી સંભાવના છે. મધ્ય પ્રદેશને આજથી 25 વર્ષ પહેલા સાચુ નેતૃત્વ મળ્યું હોત, કોંગ્રેસ પાસે ના હોત અને ભાજપ પાસે હોત તો હું વિશ્વાસ સાથે કહું છું કે હિન્દુસ્તાનમાં જે પ્રવાસી આવતો તે આગ્રા જતો અને પછી ગ્વાલિયર જરૂર આવતો. મધ્ય પ્રદેશના દરેક વિસ્તારમાં પ્રવાસનની અનેક સંભાવના પડી છે, પરંતુ ના તો દિલ્હી સરકારને પરવા છે, ભૂતકાળની કોંગ્રેસની સરકારને પરવા હતી, પ્રવાસન એવુ ક્ષેત્ર છે, ઓછામાં ઓછી રકમથી વધુ લોકોને રોજગારી આપી શકે છે.

પરંતુ આ લોકોએ પ્રવાસન પર ધ્યાન આપ્યું નહીં, શિવરાજ સિંહની મહેનત છે કે પાંચ કરોડ લોકો મધ્ય પ્રદેશ આવ્યા. એક સમય હતો રાજસ્થાન પ્રવાસન ક્ષેત્રમાં પાંચ ટકા હતું આજે બે ટકા પર છે અને આજે મધ્ય પ્રદેશ પાંચ ટકામાં આવી ગયું છે.

ભાજપનું એક જ મંત્ર છે, વિકાસ. નોજવાનને રોજગારી ત્યારે જ મળશે, જ્યારે વિકાસ થશે. આ કોંગ્રેસ પાર્ટી વાદા કરવામાં ઘણી જાણીતી છે. તેમને કોઇ જવાબદારી નથી, તેમણે વાયદા કર્યા હતા પરંતુ શું ક્યારેય વાયદા નિભાવ્યા છે ખરા. સંસદની ચૂંટણી વખતે 100 દિવસમાં મોંઘવારી ઓછી કરવાનો વાયદો કર્યો હતો, પરંતુ મોંઘવારી ઓછી થઇ નથી, તેમણે વાદો તોડ્યો છે, તેમની સાથેનો નાતો તોડવો જોઇએ.

આ લોકો ગરીબોનો મજાક ઉડાવે છે. આટલી મોટી બુદ્ધિમાન પાર્ટી, અર્થશાસ્ત્રી પ્રધાનમંત્રી અને એ પ્લાનિંગ કમિશનના ચેરમેન છે, પ્લાનિંગ કમિશન કહે છે કે, પરિવારમાં પાંચ લોકો છે અને તેમની આવક 26 રૂપિયા છે તે ગરીબ નથી. 26 રૂપિયામાં પાંચ લોકોનું પેટ નથી ભરાઇ શકતું. આ મહેલોમાં રહેનારા લોકોને ખબર નથી કે હિન્દુસ્તાનનો ગરીબ કેવી રીતે જીવે છે. 26 રૂપિયામાં ત્રણસો ગ્રામ ડૂંગળી નથી આવતી.

તેમના એક નેતા સહેજાદા, તે કહે છે કે, ગરીબી કંઇ નથી, ગરીબી મનની અવસ્થા હોય છે. આ લોકો પર વિશ્વાસ કરી શકાય નહીં. ગુજરાતની અંદર કોઇ હોસ્પિટલ સરકાર બનાવે છે તો પૈસા મોદીના ખિસ્સામાંથી આવે છે, મધ્ય પ્રદેશમાં કોઇ રસ્તો બને તો તે શિવરાજ સિંહના ખિસ્સામાંથી આવે છે, એ પૈસા જનતા છે અને દિલ્હીવાળા આવીને કહે છે કે આ પૈસા અમે મોકલ્યા છે. આ દરેક રકમ પર ગરીબની જનતાનો અધિકાર છે. આ પૈસા પર ના તો મોદીનો કે ના તો શિવરાજ કે પછી દિલ્હીના શહેનશાહનો અધિકાર છે, આ પૈસા જનતા જનાર્દનના છે અને આ પૈસા જનતાની ભલાઇના કામે આવવા જોઇએ.

જ્યારે હું અહીં પાર્ટીનું કામ કરતો ત્યારે હંમેશા એક સમસ્યા રહેતી હતી અને એ વિજળી નહોતી, આ શિવરાજ સિંહે આખા મધ્ય પ્રદેશમાં અટલ જ્યોતિ યોજના બનાવીને ઘરે ઘરે વિજળી પહોંચાડવાનું કામ કર્યું છે. જ્યારે દિલ્હી સરકારે હિન્દુસ્તાનને અંધકારમાં લાવી દીધા છે. દેશમાં 20 હજાર કારખાના છે, જે વિજળી ઉત્પન્ન કરી શકે છે પરંતુ તે બંધ છે અને તેના કારણે રોજગારી નથી. અને આ થવાનું કારણ દિલ્હીની સરકાર છે, તેને લકવા મારી ગયો છે. કોઇ નિર્ણય નથી કરી રહ્યાં કોઇ ફાઇલ નથી ચાલી રહી.

તમે તમારા ઘરે ક્યારેય કોલસાના તાળામાં રાખ્યું છે, ક્યારેય કોલસાની ચોરી થાય છે ખરા, પંરતુ દેશમાં દિલ્હીમાં એવી સરકાર છે કે જે કોલસો ખાઇ ગઇ, જ્યારે સુપ્રિમ કોર્ટનો દંડો ફર્યો ત્યારે કહ્યું કે, ફાઇલ ખોવાઇ ગઇ. આ ફાઇલ નથી ખોવાઇ દેશ કહે છે કે આ તો સરકાર ખોવાઇ ગઇ છે.

વડા પ્રધાને એક ભાષણ કર્યું છે, દરેક સ્થળે બોલે છે કે, આ ભાજપના નેતા તેમની ભાષા ઠીક નથી, શાલિનતા નથી. વડા પ્રધાનજી તમે આ કોના માટે કહીં રહ્યાં છો તેના માટે તે તો સ્પષ્ટ કરો, તમે તમારી પાર્ટીમાં નથી બોલી શકતા એટલે બોલી રહ્યાં છો. તમે અમને જણાવો કે વડા પ્રધાન પદની ગરીમાનું અપમાન કોણે કર્યું. તમે જ્યારે અમેરિકામાં હતા ત્યારે તમારી પાર્ટીના યુવા નેતા ટીવીમાં આવ્યા અને કહ્યું કે, નોનસેન્સ. તમારુ અપમાન કોણે કર્યું છે, અમે નથી કર્યું. અમે લોકતંત્રમાં વડા પ્રધાન પદની ગરીમા કરનરા લોકો છીએ. આજે વડા પ્રધાને જયપુરમાં કહ્યું કે, એક મુખ્યમંત્રીને અટલજીએ કહ્યું હતું કે રાજધર્મ માટે. વડાપ્રધાનજી યુટ્યૂબમાં વીડિયો છે અને તેમણે નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે રાજધર્મ નિભાવવો જોઇએ અને તુરત કહ્યું હતું કે નરેન્દ્ર મોદી રાજધર્મ નિભાવી રહ્યાં છે. તમે થોડાક અપડેટ રહ્યાં કરો. તમે કહો છો

વાજપાયીજીએ અમને રાજધર્મ શીખવ્યો છે અને તેથી જ ભાજપની સરકાર અને ગુજરાત, ગોવા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢની વાહવાહી થઇ રહી છે. તમે અમને કહો છો કે, અટલજીએ મોદીને શુ કહ્યું હતું, તમારી પાર્ટીના ઉપાધ્યક્ષે પીએમને શું કહ્યું કે જેના કારણે આપણે માથુ ઉઠવી નથી શકતા. એક પરિવારને કોઇ લલકારી નહોતા શકતા, એક ચા વાળાએ તેમને લલકારી દીધા છે. તેઓ કહે છે કે એક ચા વાળો વડાપ્રધાન ના બની શકે તો શું દેશ વેચનારા વડાપ્રધાન બનશે. જો ભુલથી મધ્ય પ્રદેશ આ લોકોના હાથમાં ગયું તો જેટલું પચાસ વર્ષમાં નથી લૂંટ્યુ તેના કરતા વધુ લૂંટશે. કોંગ્રેસને ઓળખો, તે પહેલા આવે તો હાથ જોડે, પછી હાથ બતાવે, હાથ ચલાવે, હાથ અજમાવે અને પછી હાથ સાફ કરે છે.

English summary
Narendra Modi address a Public Meeting in Gwalior, Madhya Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more