માઓવાદીઓના હાથમાં બંદૂક નહીં કલમ હોવી જોઇએઃ મોદી

લોહાર્ડાગ, 27 માર્ચઃ પોતાના ચૂંટણી અભિયાનના બીજા દિવસે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઝારખંડના લોહાર્ડાગ ખાતે જનસભા સંબોધી હતી. જ્યાં તેમણે માઓવાદીઓના હાથમાં બંદુક નહીં પરંતુ કલમ હોવી જોઇએ, તેઓ પણ વિકાસના માર્ગમા જોડાય તેમ કહ્યું હતું. આ તકે તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

16મી લોકસભાની ચૂંટણી 2014માં છે અને 14 લોકસભા ક્ષેત્રના છે અને 2014માં 14 લોકસભા ક્ષેત્રથી કમળ દિલ્હી પહોંચાડવા માટે ઝારખંડ વાસીઓને પ્રાર્થના કરવા આવ્યો છું. આ ભૂમિ વીરોની ભૂમિ છે, બલિદાનીઓની છે, સમાજસેવકોની છે. 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ હોય કે ભારત-પાકનું યુદ્ધ હોય આ ભૂમિએ દરેક સમયે પોતાનું યોગદાન આપ્યું છે.

આજે માઓવાદીઓએ લોકતંત્રને લલકાર્યા છે અને જાહેરાત કરી છે કે આ જનસભામાં લોકો ન આવે. પરંતુ બંદૂક કરતા વધું લોકતંત્રની શક્તિ શું હોય છે તે આ વિરાટ દ્રશ્યએ દર્શાવી દીધું છે. પાનખર ખતમ થવાનું છે અને 16મી મેથી વિકાસની વંસત ખીલશે તે મને આ દ્રશ્ય જોઇને લાગી રહ્યું છે.

માઓવાદીઓના હાથમાં બંદૂક નહીં કલમ હોવી જોઇએ

માઓવાદીઓના હાથમાં બંદૂક નહીં કલમ હોવી જોઇએ

મહાત્મા ગાંધીએ અહિંસાનો સંદેશ આપ્યો પરંતુ આપણા યુવાનો માઓવાદથી પ્રેરિત થઇને બંદૂક ઉપાડી રહ્યાં છે અને લોહી વહાવી રહ્યાં છે. આપણી ધરતીને વિકાસના રંગો જોઇએ છે ના કે લોહીનો રંગ. આ ધરતીની લીલી છે કારણ કે ખેડૂતો કામ કરી રહ્યાં છે. માઓવાદીના હાથમાં બંદૂકો નહીં પરંતુ તેમના હાથમાં હળ હોવું જોઇએ અને તેમના હાથમાં કલમ હોવી જોઇએ. માર્ગ લોહીનો નહીં પરંતુ કલમ, હળ અને પરસેવાનો હોવો જોઇએ.

અટલજીએ ઝારખંડની રચના કરી

અટલજીએ ઝારખંડની રચના કરી

અનેક કોંગ્રેસી સરકાર આવી પરંતુ તેઓએ ક્યારેય ઝારખંડ અંગે વિચાર્યું નહીં અને જુઓ અત્યારે તે કેવું રાજકારણ રમી રહ્યાં છે. એ પણ ના ભુલવુ જોઇએ કે પંડિત નહેરુએ ઝારખંડની રચના કરવાના વિચારને ગણકાર્યો નહોતો. એ અટલજી હતા કે જેમણે ઝારખંડની રચના કરી. બિહારમાં કેટલાક નેતાઓ છે, જેમણે કહ્યું હતું કે ઝારખંડની રચના કરવી હોય તો અમારી લાશ પર પસાર થઇને બનાવો. આજે તેઓ ક્યાં જતા રહ્યાં છે.

આદિવાસી સમાજની વાત માત્ર ભાજપે કરી

આદિવાસી સમાજની વાત માત્ર ભાજપે કરી

કોંગ્રેસે ક્યારેય આદિવાસી સમાજ અંગે ચિંતા કરી નહોતી. આદિવાસી સમાજના વિકાસ માટે કોઇ મંત્રાલયની રચના કરવામાં આવી નહોતી. જો કોઇ પાર્ટીએ આદિવાસી સમાજના વિકાસની વાત કરી હોય તો એ ભાજપ છે. આપણે કારિયા મુંડાને ડેપ્યુટી સ્પીકર તરીકે જોયા છે. તે મિત્ર છે. તેઓ આપણને હંમેશા પ્રોત્સાહિત કરે છે. અહીં ઘણી સારી જમીન છે. અહીં ખેડૂતોને પાણી આપવામાં આવે અને પછી જુઓ તેઓ કેવો ચમત્કાર કરે છે.

ભારત વિજય રેલીનો અર્થ

ભારત વિજય રેલીનો અર્થ

આટલો કોલસો અને લોખંડ હોવા છતાં પણ આ ગરીબી કેમ, કારણ કે કટેલાક નેતા અને સરકારો માટે ખાણ ભ્રષ્ટાચાર માટે મોટી તક બની ગઇ છે. આ લોકો કોલસાની પણ ચોરી કરી ગયા આવા નેતાઓના કારણે તમારી બરબાદી થઇ છે. જે લોકો કહે છે કે ભ્રષ્ટાચાર હટવો જોઇએ, અમારી આ ભારત વિજય રેલીનો અર્થ છે. ભારત, ભ્રષ્ટાચાર, મોંઘવારી, કુશાસન અને બેરોજગારી, મહિલાની સુરક્ષામાં આગળ વધીને વિજય હાસલ કરવા માગે છે.

લોકો કહે છે કે ઉપાય શું

લોકો કહે છે કે ઉપાય શું

આપણી કુદરતી સપંદા લૂટાઇ રહી છે, નેતાઓ કહે છે ઉપાય શું, હું મારા અનુભવથી કહું છું કે આ દેશને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરી શકાય છે, નેતામાં દમ હોવો જોઇએ. નીતિઓમાં નીતિ જોઇએ અને નીયત સાફ હોવી જોઇએ. વાયદા કરવાથી વાત ના બને, ઇરાદા નેક હોવા જોઇએ. હું તમને ઉદાહરણ આપું છું. દિલ્હીમાં ક્યારેય ખાણની વાત થાય તો એન્વાયર્ન મિનિસ્ટ્રી અડિંગો નાખીને બેસી જાય છે.

વિજળી કારખાના બંધ છે કારણ કે નેતાને પૈસા મળતા નથી

વિજળી કારખાના બંધ છે કારણ કે નેતાને પૈસા મળતા નથી

દેશમાં તમે વિવિધ પ્રકારના ટેક્સ હોય છે, પરંતુ દિલ્હીમાં જયંતી ટેક્સ લાગતો હતો, જો તમારે એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ જોઇતું હોય તો ટેબલ નીચે પૈસા આપવા પડતા હતા. એક તરફ દેશ અંધકારમાં છે બીજી તરફ 20 હજાર મેગાવોટના કારખાના બંધ છે. કોલસા મળી રહ્યાં નથી કારણ કે નેતાજીઓને પૈસા મળી રહ્યાં નથી

ગુજરાતે ખનીજ સંપદા માટે યોજના બનાવી

ગુજરાતે ખનીજ સંપદા માટે યોજના બનાવી

ગુજરાતે આ જ ખનીજ સંપદા માટે જે યોજના બનાવી છે તેણે જણાવી દીધું છે, તેમાં ભ્રષ્ટાચારને રોકી શકાય છે. અમે અલગથી માઇનિંગ પોલીસી બનાવી, ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો, રોયલ્ટી માટે ઓનલાઇન સિસ્ટમ લાવ્યા, સેટલેાઇટથી મેપિંગ કરાવી, જે વ્હીકલ્સ આવે છે તેને જીપીએસ સાથે જોડી દીધા. જેના કારણે અમારે ત્યાં પહેલા તેની રોયલ્ટી 300 કરોડ મળતી હતી, હમારી રોયલ્ટી 1000 કરોડ થઇ ગઇ.

આ યોજનાનું નામ છે મેજીક

આ યોજનાનું નામ છે મેજીક

આથી પણ વધુ આ યોજનાનું નામ છે મેજીક. અને ભારત સરકારના પ્રધાનમંત્રીએ ગુજરાતને ખનીજ ક્ષેત્રે જે યોજના બનાવી છે તેને એવોર્ડ આપ્યો અને અન્ય રાજ્યોમાં આ યોજનાને લાગુ કરવામાં આવે, તેમ પણ જણાવ્યું. કેન્દ્રની સરકાર માત્ર વાયદા કરે છે, પરિણામ લાવતા નથી.

કોંગ્રેસનો મેનિફેસ્ટો છેતરામણો

કોંગ્રેસનો મેનિફેસ્ટો છેતરામણો

કોંગ્રેસનો મેનિફેસ્ટો આવ્યો, કોઇ પણ રાજકીય દળ માટે ચૂંટણીનું ઘોષણાપત્ર ગીતા હોવી જોઇએ, તે એક જનતાની આંખમાં ધૂળ ઝોંખનારું ના હોવું જોઇએ, પરંતુ કોંગ્રેસે ચૂંટણી ઘોષણાપત્રને રાજકીય હથિયાર બનાવી દીધું છે. એક ખોટા વચનોની પેટી ખોલી નાંખી છે. તેમણે પહેલા 2004, 2009માં વચનો આપ્યા હતા અને હવે 2014માં વચનો કરી રહ્યાં છે.

ચૂંટણી પંચને અનુરોધ

ચૂંટણી પંચને અનુરોધ

હું ચૂંટણી પંચને અનુરોધ કરું છું, કે તમે જે રીતે ઉમેદવારો પાસે બધુ લખાવો છે, તે સારી વાત છે, હવે એક નીયમ બનાવો જે સરકારમાં બેસેલા છે, જે ઘોષણાપત્રને લઇને સરકારમાં બેસેલા છે, તેમણે પાંચ વર્ષમાં ઘોષણાપત્રમાંથી કેટલા બિંદુઓને લાગુ કર્યું છે, તેનું આઉટપુટ શુ મળ્યું તેની માહિતી મેળવે અને ત્યારે જ વિકાસની સાચી જવાબદારી રાજકીય પક્ષોમાં આવશે. અહીંના ખેડૂતોને પાણી, યુવાનોને રોજગારી મળે, એ હેતુ સાથે તમે દિલ્હીમાં એક નવી સરકાર બનાવો. તમે 60 વર્ષના શાસન જોયા છે, 60 મહિનાના સેવક જોઇ લો. તમે મને સાથ આપો.

માઓવાદીઓના હાથમાં બંદૂક નહીં કલમ હોવી જોઇએ

માઓવાદીઓના હાથમાં બંદૂક નહીં કલમ હોવી જોઇએ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X