For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ આપ્યું વચનઃ ચા વેંચનારો દેશને કોઇ નુ્ક્સાન નહીં કરે

|
Google Oneindia Gujarati News

મહાસામુંદ, 15 નવેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ દ્વારા ઘોષિત પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા છત્તીસગઢમાં આજે બીજી ચૂંટણી રેલી સંબોધવામાં આવી રહી છે. નરેન્દ્ર મોદીએ પહેલાં છત્તીસગઢના રાયગઢમાં પબ્લિક રેલીને સંબોધી હતી. નરેન્દ્ર મોદીની આ રેલી અત્રેના એક સ્ટેડિયમમાં રાખવામાં આવેલી છે. આખુ સ્ટેડિયમ મોદીને સાંભળવા ખીચોખીચ ભરેલું છે. મોદી જેવા બોલવા માટે મંચ પર આવ્યા કે લોકોએ મોદીના નામના નારા બોલાવીને તેમનું સ્વાગત કર્યું હતું. જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અહીં મોદીની બીજી રેલીનો વીડિયો આપવામાં આવ્યો છે.

આ તકે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તમારો પ્રેમ એટલો છે કે મેદાન નાનું પડી જાય છે અને મેદાન નાનું પડી રહ્યું છે, એટલે હું બધાને દેખાઇ રહ્યો નથી, પરંતુ મેદાનમાં જગ્યા હોય કે ના હોય પરંતુ મારા દિલમાં તમારા માટે જગ્યા છે. પહેલા ચરણની ચૂંટણી સમયે પણ છત્તીસગઢ આવ્યો હતો અને બીજા ચરણની ચૂંટણીમાં પણ આવ્યો છું. હું ભિન્ન વિસ્તારોમાં જઇ રહ્યો છું. અને હું કહી શકુ છું કે આ જ જનસેલાબ જોવા મળી રહ્યો છે, જેથી એવું લાગી રહ્યું છે કે, છત્તીસગઢમાં ભાજપની આંધી છે. આ કમળ અને રમણની આંધી છે.
તમે ક્યાંક સ્કૂટર લેવા જાઓ છો ત્યારે અનેક પ્રશ્નો પૂછો છો પછી પણ તમે એ સ્કૂટર ખરીદો છો ખરા, એવી જ રીતે છત્તીસગઢમાં મુખ્યમંત્રી કોણ બનશે, કામ શું કરી શકશે, ભૂતકાળમાં શું કર્યું એ બતાવ્યા વગર મત માગી રહ્યાં છે. જે પાર્ટી જનતાની વચ્ચે પર્દો રાખે છે, બધું જ બુરખાની અંદર રાખે છે, તો આવી પાર્ટી પર વિશ્વાસ મુકવો ના જોઇએ. તમારી પાર્ટીનો મુખ્યમંત્રીનો ઉમેદવાર કોણ છે એ જાણવાનો અધિકાર છત્તીસગઢની જનતા છે. તમે જનતાને ગુમરાહ કરીને તમે જે ચૂંટણી ખેલ ખેલી રહ્યાં છો તે જનતા સાથે ખુલેઆમ દગો છે. વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

છત્તીસગઢી ગૌરવ સામે ધોખાધડી

છત્તીસગઢી ગૌરવ સામે ધોખાધડી

આ ધોખાધડીવાળી કોંગ્રેસ પર વિશ્વાસ મુકી શકાય નહીં. આ વખતે છત્તીસગઢની ચૂંટણીમાં એક વાત સ્પષ્ટ છે, તમારા માટે આ ચૂંટણીમાં પસંદ કરવામાં મુશ્કેલી નથી. સહેલું છે, કારણ કે, આ ચૂંટણીમાં બે ખેમા સ્પષ્ટ જણાઇ રહ્યાં છે, એક ખેમો છે છત્તીસગઢીનું ગૌરવ, લોકોની આશા-આકાંક્ષા પૂર્ણ કરનાર અને બીજો ખેમો છે ધોખાધડી છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે છત્તીસગઢીનું સન્માન જોઇએ કે ધોખાધડી જોઇએ છે.

છત્તીસગઢને બરબાદ કરવા અનેક ખેલ ખેલાયા

છત્તીસગઢને બરબાદ કરવા અનેક ખેલ ખેલાયા

તમારે ત્રણ વર્ષ જ્યાર છત્તીસગઢનો જન્મ થયો ત્યારે આ રાજ્યની શું હાલત થઇ તે યાદ કરવામાં જરૂર છે, નવા જન્મેલા રાજ્યને બરબાદ કરવા માટે કેવા કેવા ખેલ થયા તે તમે સારી પેઠે જાણો છો. અવાર નવાર સરકારના લોકો જુલમ કરતા હતા. વિરોધ કરનારાઓને છ છ મહિના હોસ્પિટલમાં રહેવું પડે તેવો જુલમ ત્યારે કરવામાં આવતો હતો.

10 વર્ષ રમણસિંહે તમારી સેવા કરી

10 વર્ષ રમણસિંહે તમારી સેવા કરી

10 વર્ષથી રમણસિંહે તમારી સેવા કરી છે. તમે દિર્ઘદ્રષ્ટા અને સમજદાર છો અને ભલાઇ અને બુરાઇ શેમાં છે તે તમે જાણો છો. એ ત્રણ વર્ષના અનુભવથી તમે છત્તીસગઢને એ શાસનમાંથી મુક્ત કરાવીને ડો. રમણસિંહના હાથમાં સોંપ્યુ અને તેથી જ છત્તીસગઢને વિકાસની યાત્રામાં પોતાની નોંધ કરાવી છે. એક સમય હતો જ્યારે છત્તીસગઢને બીમારું રાજ્ય કહેવામાં આવતું હતું, પરંતુ આજે છત્તીસગઢ વિકાસ અને પ્રગતિ કરતું રાજ્ય બની ગયું છે અને આ એ માટે થયું કે તમે ભાજપ પર વિશ્વાસ મુક્યો. તમે ડો. રમણસિંહના નેતૃત્વમાં વિશ્વાસ કર્યો. તમે જેટલો અમારા પર વિશ્વાસ કર્યો તેને અમે વ્યાજ સાથે તમારા ચરણોમાં મુક્યું એ ભાજપનું કાર્ય છે.

લોકોને જોડવા એ અમારા સ્વભાવમાં છે

લોકોને જોડવા એ અમારા સ્વભાવમાં છે

અટલ બિહારી વાજપાયીએ આપણને છત્તીસગઢ આપ્યું, કોઇ વિરોધ અને લોહી વહ્યાં વગર સોનાની થારીમાં છત્તીસગઢ મળ્યું, ભાજપના સંસ્કાર છે કે અટલજીએ ત્રણ રાજ્ય બનાવ્યા છત્તીસગઢ બન્યુ ત્યારે મધ્યપ્રદેશ અને છત્તીસગઢ, ઉત્તરપ્રેદશમાંથી ઉત્તરાખંડ અલગ બન્યુ બન્ને મીઠાઇ વેંચતા, બિહારમાંથી ઝારખંડ બન્યું ત્યારે બિહાર અને ઝારખંડ પણ મીઠાઇ વેંચી રહ્યાં છે. લોકોને જોડવા એ અમારા સ્વભાવમાં છે.

કોંગ્રેસને તોડવામાં આવે છે મજા

કોંગ્રેસને તોડવામાં આવે છે મજા

કોંગ્રેસને તોડવામાં મજા આવે છે. દેશ તોડો, દલ તોડો, સમાજ તોડો, સંપ્રદાય તોડો, પાર્ટી તોડો, જાતિઓ તોડો, ભાઇ ભાઇ તોડો. એક તેલંગણા બનાવ્યા ગયા, તેમા પણ ત્યાં આંદોલન અને કરફ્યુ લાગી રહ્યાં છે. અને દિલ્હીના લોકોને સિમાંદ્રના લોકોની પિડા સાંભળવાનો સમય નથી. તેમને અહંકાર આવી ગયો છે. તેંલગણા અને સિમાદ્ર બન્ને ખુશ રહે તે કામ કરવાનું છે. પરંતુ તેમનું રાજકારણ જ તોડવાનું છે.

જે પાર્ટીના ના થયા તે તમારા ક્યાંથી થશે

જે પાર્ટીના ના થયા તે તમારા ક્યાંથી થશે

છત્તીસગઢમાં ભુલથી પણ તેમને ઘુસવા દેતા નહીં. કોંગ્રેસની વિશેષતા છે, બાગી ઉભા કરવા અને વોટ તોડવા છે. તેથી અહીં બાગીઓને ઉભા ના થવા દો. જે પાર્ટીના ના થઇ શક્યા એ તમારા કેવી રીતે થઇ શકે. આ કોંગ્રેસનું આ કલ્ચર છત્તીસગઢને તબાહ કરી દેશે, તેથી વિકાસના માર્ગ પર આગળ વધીને છત્તીસગઢને આગળ લઇ જવું છે.

વિકાસ માટે સ્પર્ધા ભાજપની વિશેષતા

વિકાસ માટે સ્પર્ધા ભાજપની વિશેષતા

ભાજપની વિશેષતા છે કે અમારી જ્યાં સરકાર હોય છે, ત્યાં વિકાસની હરિફાય હોય છે, દરેક રાજ્ય વિકાસના મામલે શીખીએ છીએ અને એકબીજાથી આગળ નીકળી જઇએ છે. હિન્દુસ્તાનમાં ક્યાંયમાં પણ સારું કામ થાય તે શીખવું જોઇએ, વિકાસની સ્પર્ધા હોવી જોઇએ, એક રાજ્યે આટલો વિકાસ કર્યો તો બીજું રાજ્ય એમ કહે કે અમે આ વર્ષે વધારે વિકાસ કરીને બતાવીશું.

કોંગ્રેસમાં ભ્રષ્ટાચારની સ્પર્ધા ચાલે છે

કોંગ્રેસમાં ભ્રષ્ટાચારની સ્પર્ધા ચાલે છે

કોંગ્રેસમાં પણ સ્પર્ધા ચાલે છે. ભ્રષ્ટાચારની સ્પર્ધા, લૂંટની સ્પર્ધા, જનતા પર જુલમ કરવાની સ્પર્ધા કરી રહ્યાં છે. મેડમ અહીં આવ્યા હતા. મેડમે કહ્યું કે, છત્તીસગઢમાં ભાજપની સરકારે નક્સલવાદને વધાર્યો. માઓવાદ સામે છાતી પહોળી કરીને લડવાની તાકાત જો કોઇ રાખે છે, તો એ ડો. રમણસિંહ પશુપતિથી લઇને તિરુપતિ સુધી માઓવાદ અવાર નવાર હિન્દુસ્તાનના અનેક જિલ્લાને તબાહ કરી રહ્યાં છે, તમારી દિલ્હીમાં સરકાર છે, જવાબદારી તમારી છે, તમે શું કર્યું.

તમને નહીં નક્સલીઓને આપેલા વચનો કરે છે પૂરા

તમને નહીં નક્સલીઓને આપેલા વચનો કરે છે પૂરા

અટલજીની સરકારે માઓવાદ, નક્સલવાદ અને આતંકવાદ સામે લડવા માટે પોટાના કાયદો બનાવ્યો હતો. ચૂંટણીમાં માઓવાદી નક્સલવાદી અને આતંકવાદીઓને વચન આપ્યું હતું કે, તમે દિલ્હીમાં સરકાર આવતા જ માઓવાદ, નક્સલવાદ અને આતંકવાદ વિરુદ્ધ પોટાનો કાયદો છે તે હટાવી દેશો, તેમણે દિલ્હીમાં આવીને તમને આપેલા 100 દિવસમાં મોંઘવારી હટાવવાનું વચન પૂર્ણ કર્યું નથી, પરંતુ તેમણે જે વચન આતંકવાદી, માઓવાદીઓ, નક્સલવાદીઓને કર્યો હતો, તે વચન હતો પોટાનો કાયદો હટાવવાનો. સરકાર બન્યાને એક મહિનાની અંદર પોટાનો કાયદો ખતમ કરી દીધો.

સૈનિકોના સર લઇ ગયા એ શું પ્રોટોકલમાં હતુ?

સૈનિકોના સર લઇ ગયા એ શું પ્રોટોકલમાં હતુ?

ભારતની સરહદ પર આપણું રક્ષણ કરનારા સૈનિકો તેનાત છે, પાકિસ્તાનની સેના આવીને આપણા સૈનિકોના સર કલમ કરીને લઇ જાય છે, ત્યારે દેશ પૂછે છે કે તેમના સર ક્યાં છે. તમે અમને પ્રશ્ન પૂછી રહ્યાં છો, હું તમને પૂછી રહ્યો છું કે, પાકિસ્તાની સેના આપણા સૈનિકો પર ગોળીઓ ચલાવે અને તમારી સરકારના મંત્રી પાકિસ્તાનના પ્રધાનમંત્રી સાથે ચિકન બિરિયાણીનું ભોજન કરે છે, ત્યારે તમે કહો છો કો આ તો પ્રોટોકોલ હતો, ત્યારે શું પાકિસ્તાની સેના આપણા સૈનિકોના સર લઇ ગયા તે પ્રોટોકોલમાં હતું.

શું આ પૈસા સહેજાદાના મામાને ઘરેથી આવ્યા છે

શું આ પૈસા સહેજાદાના મામાને ઘરેથી આવ્યા છે

તમે ભુલથી પણ તેમને અહીં ઘુસવા ના દેતા. આ છત્તીસગઢ ઘણી ઝડપથી આગળ વધી રહ્યું છે, આ લોકો વિનાશ તરફ લઇ જશે તેથી આવી ભુલ ના થવી જોઇએ. અહીં સહેજાદા આવ્યા હતા. તેમણે આવીને કહ્યું કે, 10 હજાર કરોડ આપ્યા, તેમને પૂછો કે તેઓ આ 10 હજાર કરોડ મામાના ઘરેથી લાવ્યા હતા. હિન્દુસ્તાનની દરેક પૈસા પર જનતાનો હક છે, કોંગ્રેસના મિત્રો આ પૈસા પર દેશની જનતાનો હક છે.

આ મોદીનું નહીં દેશના ગરીબોનું અપમાન

આ મોદીનું નહીં દેશના ગરીબોનું અપમાન

તાજેતરમાં યુપીએના નેતાએ નિવેદન આપ્યું કે, કોઇ ચા વાળો દેશનો પ્રધાનમંત્રી ના બની શકે. શું આ દેશના ગરીબોનું અપમાન નથી. શું આ દેશમાં ચા વાળો, ખેડુત, ખેત મજૂર, ફૂટપાથ પર પોલીસ કરનાર પાસે ક્ષમતા હોય તો પ્રધાનમંત્રી ના બની શકે. આ લોકશાહી છે અહીં દેશની જનતા ઇચ્છે તો ગરીબ પણ પ્રધાનમંત્રી બને. કોંગ્રેસની આ હિંમત , યુપીએના નેતા આવું નિવેદન કરે.

ચા વેચવી ગુનો છે તો મે ગુનો કર્યો છે

ચા વેચવી ગુનો છે તો મે ગુનો કર્યો છે

ગરીબ હોય, ચા વેંચવી, જો એ ગુનો છે તો એ ગુનો મે કર્યો છે, મે ચા વેચીને પેટ ભર્યું, ગરીબીમાં જીવ્યો છું. એ માટે તમે અમને આ અપમાન મોદીનું કે ભાજપનું નહીં પણ દેશના દરેક ગરીબનું છે, જે મહેનત કરીને ઇમાનદારીથી પૈસા કમાય છે, તેમનું અપમાન છે.

આ ચા વેચનારો દેશને કોઇ નુક્સાન નહીં કરે

આ ચા વેચનારો દેશને કોઇ નુક્સાન નહીં કરે

2014ની ચૂંટણીમાં ચા વાળાને જીતાડવાનો છે કે, દેશ વેચનારાઓને, તે નિર્ણય જનતા કરશે. આ ચા વેચનારો દેશને કોઇ નુક્સાન નહીં કરે તે વિશ્વાસ અપાવવા આવ્યો છું. હું રમણસિંહને શુભેચ્છા આપું છું કે તેમણે વિપરિત પરિસ્થિતિમાં કામ કર્યું છે. માઓવાદ, કોંગ્રેસ દ્વારા બરબાદ કરવામા આવેલું રાજ્ય અને દિલ્હીની સરકારની અસહાય, છતાં પણ તેઓ છત્તીસગઢને વિકાસમાં માર્ગે આગળ લઇ ગયા છે.

બસ છ મહિનાનો સવાલ છે

બસ છ મહિનાનો સવાલ છે

છ મહિનાનો સવાલ છે, 2014માં લોકસભાની ચૂંટણી આવશે, આ કોંગ્રેસ જરૂર જશે. કેન્દ્રમાં ભાજપની અને છત્તીસગઢમાં ભાજપની સરકાર હશે તો કેન્દ્રની સરકાર મદદ કરશે કે નહીં. હવે તમારા બન્ને હાથમાં ભારતીય જનતા પાર્ટીની દિલ્હીની સરકાર તમારા માટે 10 ડગના બદલે 20 ડગલા આગળ ચાલશે.

આમ આદમીને સ્પર્શતી બાબતોમાં કાપ

આમ આદમીને સ્પર્શતી બાબતોમાં કાપ

જે વાતો અને વચનોને લઇને આમ આદમીના નામે મત માગી રહી છે, નાણામંત્રી કંઇક નિર્ણય કરવા જઇ રહ્યાં છે, તેમના જ મંત્રીઓએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો કે, આમ આદમી અંગે જે વાત કરી રહ્યાં છે તે ઠાલા સાબિત થશે. ગ્રામિણ વિકાસ મંત્રાલયના 15 હજાર કરોડ બજેટમાંથી કાપી રહ્યાં છે. પ્રાથમિક શિક્ષણમાંથી 2 હજાર કરોડ કાપી રહ્યાં છે, હાયર એજ્યુકેશનમાં ત્રણ હજાર કરોડ કાપવાની વાતો કરી રહ્યાં છે. નરેગા ચાલું કર્યું મનરેગા કર્યું, નાણામંત્રી પ્રધાનમંત્રીના આશિર્વાદથી મનરેગામાંથી નવ હજાર કરોડ કાપવાનું વિચારી રહ્યાં છે. તેમને વિમાન યાત્રા, હવાઇ જહાજમાં ઉડતાં રહે છે, તેના ખર્ચા ઓછા નથી કરી રહ્યાં અને ખર્ચા ઓછા કરી રહ્યાં છે આમ આદમીને સ્પર્શતા વિષયોમાં.

કમળ પર બટન દબાવી આખી કોંગ્રેસને કરન્ટ આપો

કમળ પર બટન દબાવી આખી કોંગ્રેસને કરન્ટ આપો

છત્તીસગઢ 13 વર્ષનું થઇ ગયું છે. 13થી 18ની ઉમર ઘણી જ મહત્વની હોય છે. આ પાંચ વર્ષ મહત્વના છે, તેથી આ પાંચ વર્ષ એવા હાથમાં આપવું જોઇએ કે જે તેનું લાલન પાલન કરે. તેથી ડો. રમણસિંહને જીતાડો, તેઓ પાંચ વર્ષમાં એવું લાલન પાલન કરશે કે આગામી સો વર્ષ સુધી પાછું વળીને જોવાની જરૂર નહીં પડે. આ કોંગ્રેસના નેતા કહીં રહ્યાં છે કે, જો તમે કમલ પર બટન દબાવશો તો કરન્ટ લાગશે. આ લોકતંત્ર અને ભારતીય ચૂંટણી પંચનું અપમાન છે. તેથી કમલ પર બટન દબાવીને આખી કોંગ્રેસને કરન્ટ લાગે તેવું કરો.

English summary
Narendra Modi addressing a Public Meeting in Mahasamund, Chhattisgarh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X