14 વર્ષમાં ગુજરાતમાં વિકાસ થયો ઓડિશામાં કેમ નહીં: મોદી

Posted By:
Subscribe to Oneindia News

ભુવનેશ્વર, 11 ફેબ્રુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ઓડિશાના ભુવનેશ્વર ખાતે વિજય સંકલ્પ સમાદેશ રેલીને સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક પર વેધક પ્રહારો કર્યા હતા અને કોંગ્રેસને પણ આડેહાથ લીધી હતી. આ તકે ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યાં છે, જેમણે સભાને સંબોધી છે અને સાંબલપુરમાં દુર્ઘટનાગ્રસ્ત નાવડીના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

આ તકે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હું ઉડિયામાં બોલવા માગતો હતો તેનું કારણ એ નથી કે હું તમારા મુખ્યમંત્રીને નીચો દર્શાવવા માગતો હતો, પરંતુ ભારતના દરેક રાજ્યની ભાષા પ્રત્યેનું માન હોવું જોઇએ અને તે થકી દરેક રાજ્યના લોકોના દિલમાં પહોંચવા માટે હું ઉડિયામાં બોલવા માગતો હતો. ઉડિયાનો એવો એક પણ જિલ્લો નથી કે જ્યાં સુરતમાં કોઇ રહતો ના હોય, મારા સુરતમાં બીજી ભાષા ઉડિયા છે. જ્યારે ત્યાં ઓડિશાથી આવેલા ભાઇઓને મળુ છું, વાત કરું છું ત્યારે મને ખબર પડે છે કે, ઓડિશાનો એક પણ જિલ્લો એવો નથી જ્યાંના લોકો આજે ગુજરાતમાં આવીને ના રહેતા હોય, પરંતુ મને આશ્ચર્ય ત્યારે થાય છે, જ્યારે મને સૌથી વધુ લોકો ગંજાબ જિલ્લાના મળે છે.

જ્યારે હું પૂછુ છું કે આ જિલ્લો ક્યાં છે તો કહે છે કે આ જિલ્લો અમારા મુખ્યમંત્રીનો જિલ્લો છે. મુખ્યમંત્રીના જિલ્લાના લોકોને પણ ઓડિશા છોડીને ગુજરાત જવાની જરૂર પડે છે.આજે ઓડિશાના સમુદ્રને પણ ભુવનેશ્વર તરફ જોવું મન થતું હશે કે આ બીજો કેસરિયો સમુદ્ર ક્યાંથી આવી ગયો. જે લોકો દિલ્હીમાં ત્રીજા મોરચાની વકાલત કરે છે, હું એ નેતાઓને કહું છું કે જરા હેલિકોપ્ટર લઇને અહીં ચક્કર કાપો ખબર પડી જશે કે ઓડિશાએ કરવટ બદલી નાંખી છે, હવાનો રુખ બદલી નાંખ્યો છે.

બન્ને સરકારને 14 વર્ષ થઇ ગયા

બન્ને સરકારને 14 વર્ષ થઇ ગયા

ગુજરાતમાં મને સરકાર ચલાવતા ચલાવતા 14 વર્ષ થઇ ગયા છે અને અહીં તમારા મુખ્યમંત્રીને પણ ચલાવતા 14 વર્ષ થઇ ગયા છે. અમે 14 વર્ષમાં એ કમાલ કર્યો કે ઓડિશાના લોકો રોજીરોટી કમાવવા ગુજરાત આવે છે અને તમે 14 વર્ષમાં ઓડિશાને બરબાદ કરી દીધા કે લોકો ઓડિશા છોડીને પલાયન થાય છે. આખા ભારતમાં અમે ગર્વ કરીએ છીએ કે આપણો દેશ સૌથી યુવા દેશ છે. 35થી ઓછી ઉમરના નોજવાન 65 ટકા સંખ્યામાં છે, આપણો દેશ યુવા છે, પરંતુ શું આ વાત ઓડિશા માટે સાચી વાત લાગે છે, કારણ કે અહીં 18-20 વર્ષના થતાં જ યુવાનો રોજીરોટી કમાવવા માટે ભારતના બીજા ભાગોમાં જતા રહે છે. વૃદ્ધ લોકો અહીં રહી જાય છે અને નોજવાન પલાયન થઇ જાય છે.

શા માટે નોજવાન મા-બાપને છોડીને જાય છે?

શા માટે નોજવાન મા-બાપને છોડીને જાય છે?

પોતાના વૃદ્ધ મા-બાપને છોડીને, પ્રદેશ, ખેતી છોડીને, મિત્રોને છોડીને કોઇ નોજવાન જવા માગે છે ખરો? દરેક નોજવાન પોતાના મા-બાપની સેવા કરવા માગે છે, પરંતુ આજે ઓડિશાની દુર્દશના જોઇને, એ નોજવાને પોતાના માતા પિતાને છોડીને બહાર જવું પડે છે. આપણે એવું ઓડિશા બનાવવું છે, જે ગયા છે તે પરત આવતા રહે. તેમને અહીં રોજીરોટી મળે, કામની તક મળે.

સિલ્ક સાડીનો કારીગર

સિલ્ક સાડીનો કારીગર

સિલ્કની સાડીના કામમાં ઓડિશા જેવા કારીગર મળે નહીં, પરંતુ એવું તે શું થયું કે સિલ્કની સાડીનો કારીગર સુરત જઇને મજૂરી કરે છે, પરંતુ ઓડિશામાં કામ નથી કરતો આ સ્થિતિ કોણે કરી છે. શું તમે માનો છો ઓડિશા ગરીબ છે, ગરીબ બનાવવામાં આવ્યું છે, ઓડિશાનો નોજવાન બેરોજગાર છે, શિક્ષામાં પાછળ છે, પાણીનું સંકટ છે, માતા-દિકરીઓ સલામત નથી. આ સ્થિતિ જોઇને સૌથી વધુ દુઃખ કોને થતું હશે. ઓડિશાની સ્થિતિ જોઇને આ બરબાદી જોઇને જો કોઇ દુખી થતા હશે તો તે બીજુબાબુ દુઃખી થતા હશે. બીજુબાબુના મનને સંતોષ મળે તેવું ઓડિશા બનવું જોઇએ.

પશ્ચિમ વિસ્તારમાં વિકાસ અને પૂર્વિય વિસ્તાર ગરીબ

પશ્ચિમ વિસ્તારમાં વિકાસ અને પૂર્વિય વિસ્તાર ગરીબ

પશ્ચિમના વિસ્તારમાં વિકાસ થયો છે, કારણ કે પશ્ચિમ વિસ્તારમાં મોટા ભાગે ભાજપની સરકારો છે, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત, છત્તીસગઢ, ગોવાની પ્રગતિ થાય છે, કારણ કે ત્યાં ભાજપની સરકાર છે. અહીં નજર કરો તો અહીં થર્ડ ફ્રન્ટવાળા છે. ઉત્તર પ્રદેશ જુઓ, ઓડિશા, બંગાળ જુઓ, આંધ્ર પ્રદેશની શુ હાલત કરી છે.

વિકાસ માટે ભાજપની સરકાર જરૂરી

વિકાસ માટે ભાજપની સરકાર જરૂરી

જો ભારતમાં પશ્ચિમની જેમ પુર્વને પણ વિક્સાવવું છે, તો આ થર્ડ ફ્રન્ટવાળાને પરચો આપવાની જરૂર છે. આ 11 દળો છે. પોતાના પ્રદેશમાં મોઢું દર્શાવી શકતા નથી, આ 11માંથી નવ દળ એવા છે, જે સતત કોંગ્રેસના સમર્થન કરતા રહે છે, જ્યારે ચૂંટણી આવે છે, ત્યારે થર્ડ ફ્રન્ટનો મુખોટો પહેરી લે છે. જે કોંગ્રેસની મદદ કરે છે, તેવા દળોને જીતાડી શકાય છે. થર્ડ ફ્રન્ટના નામે મેદાનમાં આવતી જમાતને ઓળખી લો. તેમનું એક જ કામ છે, કોંગ્રેસ બચાવો.

આ ચૂંટણી ભારતીય રાજકારણના શુદ્ધિકરણ માટેની છે

આ ચૂંટણી ભારતીય રાજકારણના શુદ્ધિકરણ માટેની છે

જ્યાં સુધી આપણે તેને નહીં ઓળખીએ ત્યાં સુધી ભારતીય રાજકારણનું શુદ્ધિકરણ નહીં થાય. 2014ની ચૂંટણી, કોણ સાંસદ બનશે કોણ નહીં, કોની સરકાર આવશે કોણી નહીં તેની ચૂંટણી નહીં પરંતુ રાજકીય શુદ્ધિકરણ માટેની ચૂંટણી છે. દેશની જનતા જાણે કે, કોંગ્રેસે દેશને શું આપ્યું છે. એક જ પરિવારે રાજ કર્યું છે. મોંઘવારી મુદ્દો છે, ભ્રષ્ટાચાર મુદ્દો છે, કેન્દ્રની કુશાસનની નીતિઓ જવાબદાર છે, છતાં દિલ્હીથી તેમના કોઇ મોટા નેતા આવે છે, ત્યારે તે ક્યારેય આ મુદ્દાઓ પર બોલે છે ખરા?

તોપો આવીને બોલી જાય છે, દેશની ચિંતા નથી

તોપો આવીને બોલી જાય છે, દેશની ચિંતા નથી

અહીંના લોકોને રોજગારીની જરૂર છે, મોંઘવારીમાંથી આઝાદીની જરૂર છે, પરંતુ કેન્દ્રના નેતા એ અંગે બોલવાનું પણ ઉચિત નથી સમજતાં કે એ દિશામાં કામ કરવા માગતા નથી, તેમને દેશની જરા પણ ચિંતા નથી. હું આજે અહીં આવ્યો છું ત્યારે પંડિત દિનદયાળ ઉપાધ્યાયના સ્વપ્નોનું ભારત બનાવવાનો સંકલ્પ જણાવવા આવ્યો છું. સંબલપુરમાં એક દુર્ઘટના થઇ ગઇ, અનેક લોકોના મોત નીપજ્યાં, ગઇકાલે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેમને હું આદરપૂર્વક અંજલિ આપું છું.

છત્તીસગઢ બદલાઇ શકે તો ઓડિશા કેમ નહીં

છત્તીસગઢ બદલાઇ શકે તો ઓડિશા કેમ નહીં

હું દેશના બે રાજ્યોની વાત કરવા માગુ છું, એક છત્તીસગઢ અને બીજુ મધ્ય પ્રદેશ છે. જ્યારે ડો. રમણસિંહ મુખ્યમંત્રી બન્યા ત્યારે ઓડિશા જેવી જ સ્થિતિ હતી, પરંતુ ભાજપ વિકાસનું રાજકારણ કરે છે, ગરીબોની ભલાઇ માટે કામ કરે છે અને તેના કારણે આજે છત્તીસગઢ ભારતના સારા રાજ્યોમાં આવી ગયું છે, જ્યારે ઓડિશા જરા પણ આગળ વધ્યું નથી.

દેશને એક સારા નેતૃત્વની જરૂર છે

દેશને એક સારા નેતૃત્વની જરૂર છે

દેશને અને ઓડિશાને સારા નેતૃત્વની જરૂર છે. એક સમય હતો કે છત્તીસગઢને ચોખા બહારથી લાવવા પડતા હતા, પરંતુ રમણસિંહના નેતૃત્વમાં ખેડૂતોનું ભલુ થયું અને તેના કારણે તે આસ પાસના ત્રણ ચાર રાજ્યોમાં પણ ચોખા મોકલાવે છે. જો છત્તીસગઢમાં થઇ શકે છે તો ઓડિશામાં પણ થવું જોઇએ એ ભાજપ અને ભાજપનું વિકાસ મોડલ કરી શકે છે.

મહેનત કરવાનો જુસ્સો હોય તો દુનિયા બદલાય છે

મહેનત કરવાનો જુસ્સો હોય તો દુનિયા બદલાય છે

મધ્ય પ્રદેશ એક સમયે બીમારુ રાજ્ય હતું, પણ આજે મધ્ય પ્રદેશે વિકાસની નવી ઉંચાઇ હાંસલ કરી છે. શિવરાજ સિંહએ કૃષિ વિકાસદર 15 ટકા વધારી દીધું છે. જો કામ કરનારી સરકાર હોય તો, લોકોનું ભલું કરવાનો ઇરાદો હોય અને મહેનત કરવાનો જુસ્સો હોય તો દુનિયા બદલાય છે, જે ભાજપે કર્યું છે. ગુજરાતમાં થઇ શકે તો અહી કેમ નહીં

21 સાંસદ તમે મોકલો, વિકાસ શરૂ થઇ જશે

21 સાંસદ તમે મોકલો, વિકાસ શરૂ થઇ જશે

તમે કહો કે દિલ્હીમાં ભાજપની સરકાર બની જાય, મોદીની સરકાર બની જાય, પરંતુ જો ઓડિશામાંથી કોઇ ભાજપનો એમપી નહીં પહોંચે તો હું કામ કેવી રીતે કરી શકીશ તેથી, અહીં 21 સાંસદ તમે મોકલો, હું તમારા દરેક વિસ્તારના વિકાસનો સંકલ્પ લાવ્યો છે. મારે ઓડિશાથી જરૂર જોઇએ છે.

પરિવર્તનનો સંકલ્પ લઇને આવ્યો છું

પરિવર્તનનો સંકલ્પ લઇને આવ્યો છું

અહીં લોકસભાની સાથોસાથ વિધાનસભાની ચૂંટણી પણ છે, તમારા બન્ને હાથમાં લાડવા છે. એક પરિવર્તનનો સંકલ્પ લઇ લો હું આવનારા સમયમાં તમારા માટે જીવવાનો સંકલ્પ લઇશ. તમે અન્યોને 60 વર્ષ આપ્યા મને 60 મહિના આપજો. એ લોકો જે કરી નથી શક્યા તે હું 60 મહિનામાં કરીને દેખાડી દઇશ.

ઓડિશામાં આટલી નદીઓ છે છતાં પાણીની તંગી

ઓડિશામાં આટલી નદીઓ છે છતાં પાણીની તંગી

ઓડિશામાં આટલી નદીઓ છે છતાં પાણીની તંગી છે. એક સમય હતો ગુજરાતમાં ટ્રેનથી પાણી પહોંચાડવું પડતું હતું, અમારી પાસે નદી નથી, અમારી પાસે વરસાદ પણ ઓછું છે, અને અમારા નસીબમાં આ બાજુ રણ અને બીજી બાજુ પાકિસ્તાન છે. અમે મધ્ય પ્રદેશના કિનારા પાસેથી પાણી લીધુ અને પાકિસ્તાનની સીમા પાસે જ્યાં અમારો જવાન છે ત્યાં સુધી લઇ ગયા. આ કામ આઠ વર્ષમાં કરીને દેખાડ્યું છે, આમને આટલા વર્ષો થઇ ગયા પરંતુ પીવાનું પાણી નથી આપી રહ્યાં. જે પાઇપ લાઇનમાં નર્મદાનું પાણી અમે પહોંચાડીએ છીએ તેમાં નવીનબાબુ પોતાની કારમાં ફરી શકે છે, એટલી મોટી પાઇપલાઇનમાં પાણી પહોંચાડ્યું છે અને અહી ગંજાબ જિલ્લો પાણીથી તરસી રહ્યો છે.

14 વર્ષમાં ગુજરાતમાં વિકાસ થયો ઓડિશામાં કેમ નહીં

14 વર્ષમાં ગુજરાતમાં વિકાસ થયો ઓડિશામાં કેમ નહીં

English summary
Narendra Modi to address Vijay Sankalp Samabesh in Bhubaneswar, Odisha

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.