‘નેતાજી’ તમારી હેસિયત નથી કે યુપીને ગુજરાત બનાવી શકોઃ મોદી

Posted By:
Subscribe to Oneindia News

ગોરખપુર, 23 જાન્યુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા ગોરખપુર ખાતે વિજય શંખનાદ રેલી સંબોધવામાં આવી હતી. જેમાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે સપાના મુખિયા મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવ પર આકરા પ્રહારો કરતા તેમણે કહ્યુ કે, નેતાજી ઉત્તર પ્રદેશને ગુજરાત બનાવવાની હેસિયત તમારી નથી. ઉત્તર પ્રદેશને ગુજરાત બનાવવા માટે 56ની છાતી જોઇએ.

આ તકે મોદીએ કહ્યું કે, એવુ લાગી રહ્યું છે કે ઉત્તર પ્રદેશના દરેક ક્ષેત્રએ એકબીજાથી આગળ નીકળવાની સ્પર્ધા કરવાનું વિચારી લીધું છે. ઉત્તર પ્રદેશની જેટલી રેલી કરી એમાં દરેક રેલી પહેલાંની રેલીનો રેકોર્ડ તોડી નાંખે છે. ચારેકોર લોકો જ જોવા મળી રહ્યાં છે, જાણે કે જનસેલાબ હોય.

આ ઠંડીના સમયમાં એ પણ ગોરખપુર અને તેની આસપાસના વિસ્તારમાંથી આટલી મોટી રેલી, આ બદલતી હવાનો રુખ જણાવે છે. આજે તમારો અવાજ બનારસની ગલીઓમાં પણ ગુંજી રહી છે. આપણે ચૂંટણી અનેક જોઇ છે, પરંતુ આ એવી ચૂંટણી છે જેનો નિર્ણય દેશની જનતાએ કરી લીધો છે. કોંગ્રેસ અને તેના સાથી દળોની વિદાઇ આ દેશે નક્કી કરી લીધી છે અને કોંગ્રેસમુક્ત ભારત આ વખતે સાકાર થઇને રહેશે એ આ નજારો જણાવી રહ્યો છે.

મને ઉત્તર પ્રદેશના નોજવાનોને અભિનંદન કરવું છે. 15 ડિસેમ્બરે સરદાર પટેલની પૃણ્યતિથિ હતી અને એ દિવસે દેશભરમાં એકતા દૌડનું આયોજન કરવામાં આવ્યું હતું. મને ખુશી છે કે ઉત્તરપ્રદેશના દરેક ખુણામાં આ ઠંડીમાં લાખો નોજવાન એકતા દૌડ માટે સરદાર પટેલને યાદ કરીને દોડ્યા અને એ વિશ્વ રેકોર્ડ બની ગયો કે, એક જ સમયે 1100થી વધુ સ્થળો પર 50 લાખ લોકો દોડ્યા હતા. ઓમપ્રકાશજી જણાવી રહ્યાં હતા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જે લોંખડ એકઠું કરવામાં આવી રહ્યું છે,તેમાં ઉત્તર પ્રદેશે જે સાથ અને સહકાર દર્શાવ્યો છે, તે માટે હું ઉત્તર પ્રદેશની જનતાને અભિનંદન કરું છું.

ગોરખપુરની ધરતીનું જે યોગદાન છે તે બદલ તેને હું નમન કરું છું

આ ગોરખપુરની ધરતી એવી છે, જ્યાં આપણી મહાન સાંસ્કૃતિ વિરાસત, આપણા ઋષિઓ મૂનીઓનું ચિંતન, જ્ઞાનીઓની સાંસ્કૃતિક રચનાઓને અક્ષરદેહ આપવા ગીતા પ્રેસ, ગોરખપુર દ્વારા મોટી સેવા થઇ છે. આ જ્ઞાનની ઉપાસનાનું કામ છે અને એ જ સમાજ આગળ વધે છે, જે દરેક યુગ અને સમયે જ્ઞાન ઉપાસનાની સાધના નિરંતર બનાવી રાખે છે અને એ કામમાં ગોરખપુરની ધરતીનું યોગદાન છે અને તેને હું નમન કરું છું.

2014ની ચૂંટણી કેવી હશે, તેનું ટ્રેલર હમણા થયું છે

2014ની ચૂંટણી કેવી હશે, તેનું ટ્રેલર હમણા થયું છે. પાંચ રાજ્યોમાં હમણા ચૂંટણી થઇ, જેમાં ચાર રાજ્યોમાં ભાજપને સૌથી વધું સમર્થન મળ્યું, પરંતુ એક વાત પર ધ્યાન આકર્ષિત કરવા માગું છું, કેટલાક લોકો માને છે કે દલિત, પીડિત, આદિવાસીઓ તેમના ખિસ્સામાં છે, વર્ષોથી આ લોકો દલિતો, પીડિતો, આદિવાસીઓને માનવ માનવા તૈયાર નહોતા, તેમને વોટબેન્ક માનતા હતા. તેમના દાવા હતા કે ભાજપ દલિત, પીડિત, આદિવાસીઓમાં પોતાનું સ્થાન બનાવી નહીં શકે. ચાર રાજ્યોની ચૂંટણી જેમાં ભાજપે અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું છે, તેનો નજારો શું છે, રાજસ્થાનમાં 34 અનુસુચિત જાતિની છે, તેમાંથી કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. અને 32 બેઠકો પર કમળના નિશાનને પસંદ કરી ભાજપને વિજયી બનાવ્યું છે. છત્તીસગઢમાં 10 બેઠકો અનુસુચિત જાતિની છે, જેમાંથી કોંગ્રેસને માત્ર એક બેઠક મળી છે, મધ્ય પ્રદેશમાં 33 બેઠકો અનુસુચિત જાતિની છે, જેમાંથી 28 બેઠકો ભાજપને મળી છે.

જ્યાં તક મળી ત્યાં ભાજપે સેવી કરી છે

જ્યાં તક મળી ત્યાં ભાજપે સેવી કરી છે

ઉત્તર પ્રદેશના દલિત, પીડિત, આદિવાસીઓ, પછાત રહી ગયેલા ભાઇઓ બહેનોને વિશ્વાસ અપવવા માગું છું કે જ્યાં જ્યાં ભાજપને સેવા કરવાની તક મળી છે, ત્યાં અમારી પ્રાથમિકતા રહી છે કે, ગરીબોનું કલ્યાણ થાય, ગરીબી વિરુદ્ધ લડવા શક્તિશાળી બને. સમાજના પીડિત લોકો ગરીબી મુક્તિનો અનુભવ કરે અને એના પરિણામ છે કે, આજે દલિત, પીડિત, આદિવાસીઓ સમાજનો ભાજપ પ્રત્યે વિશ્વાસ પેદા થયો છે.

ગરીબ માતાનો દિકરો માથું ઉંચુ કરે તે કોંગ્રેસ સ્વિકારવા તૈયાર નથી

ચૂંટણી આવતા જ કોંગ્રેસ ગરીબીની માળા જપે છે. હું વિચારું છું કે કોંગ્રેસને આઝાદી પછી સત્તા મળી, તેઓ ગરીબી અંગે વાતો કરતા રહ્યાં, તેમ છતાં ગરીબીમાં કોઇ બદલાવ કેમના આવ્યો, 60 વર્ષમાં ગરીબી દૂર ના થાય તેવો દેશ આપણો નથી. મને જવાબ મળી રહ્યો નહોતો. કોગ્રેસની કઇ માનસીકતા, રણનીતિ, વિચારસરણી, જેના કારણે ગરીબોના મત મળ્યા પછી પણ દેશમાં ગરીબી દેશમાં કેમ વધી રહી છે, આ પ્રશ્નનો જવાબ મને હમણાં મળ્યો છે, તેનું મૂળ કારણ છે, કોંગ્રેસને ગરીબોને ગરીબ રાખવામાં જ તેમનું રાજકીય ભવિષ્ય છૂપાયેલું છે. ગરીબોને ગરીબી સામે લડવાની શક્તિ, ગરીબીમાંથી મુક્તિમાંથી પ્રયાસ નથી ઇચ્છતાં, તેમની અંદર એક એવી માનસિકતા છે, જે ગરીબો પ્રત્યેની ઉપેક્ષાના ભાવથી ભરેલી છે, જો તેમની આવી વિચારસરણી ના હોત તો એક ચા વાળો, ગરીબ માતાનો દિકરો માથું ઉંચુ કરે અને કોંગ્રેસનો એકપણ નેતા તેને સ્વિકારવા તૈયાર નથી તે તેમની માનસિકતા દર્શાવે છે.

શું આપણે ગરીબોનું અપમાન સહન કરીશું

શું આપણે ગરીબોનું અપમાન સહન કરીશું

અમારા કામનો વિરોધ કરતા, પરંતુ કોંગ્રેસના નેતા અમારી ગરીબીનો મજાક ઉડાવી રહ્યાં છે. આ એ વાત જણાવે છે કે કોંગ્રેસ ગરીબોને કઇ દ્રષ્ટિએ જુએ છે. શું આપણે ગરીબોનું અપમાન સહન કરીશું. કોંગ્રેસની માનસિકતાને સહીશું, ગરીબી વિરુદ્ધ, ચા વાળાનો વિષય નથી, તેઓ કહે છે, પાંચ અને 12 રૂપિયામાં જમવાનું મળી જાય છે. શું આ ગરીબીનો મજાક નથી. બિમારી ફેલાય, ઠંડી પડે તો પણ ગરીબ મરે છે. બધા સંકટ ગરીબને સહન કરવા પડે છે. દિલ્હી અને લખનઉમાં બેસેલી સરકાર ગરીબી વિરુદ્ધ લડવા તૈયાર નથી.

મારા ખેડૂતોને સુખ ચેન નથી તેનું કારણ કોણ છે

સમયની માંગ છે કે આપણે ગરીબીની વિરુદ્ધ લડીએ. માતા ગંગા આ ધરતીને પુલકિત કરતી હોય તો પણ મારા ખેડૂતોને સુખ ચેન નથી તેનું કારણ કોણ છે. ખાસ કરીને પૂર્વીય ઉત્તર પ્રદેશનું એવું એક પણ ગામ નહીં હોય જ્યાનો નોજવાન ગુજરાતમાં રહેતો નહીં હોય અને રોજીરોટી કમાતો નહીં હોય. કોણપણ નોજવાન પોતાના પરિવારને મુકીને દૂર જવા માગતો નથી હોતો, પરંતુ જો તેને અહીં મહેનત કરવાની તક મળતી તો ઉત્તર પ્રદેશના નોજવાનને ગુજરાત જવાની જરૂર ના હોત. ઉત્તર પ્રદેશમાં પ્રાકૃતિક સંપદા છે, જો અહીં 10 વર્ષ મહેતન કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ, ગુજરાત કરતા આગળ નીકળી જશે.

નેતાજી તમારી હેસિયત નથી યુપીને ગુજરાત બનાવવાની

બનારસમાં નેતાજીએ અમને લલકાર્યા છે, મારા માટે ખુશી છે કે જ્યાં જ્યાં જાઉ છું ત્યાં ત્યાં બાપ અને પુત્ર બન્ને મારો પીછો કરે છે. આજે તેમણે કહ્યું કે મોદીની હેસિયત નથી કે યુપીને ગુજરાત બનાવી શકે. નેતાજી ગુજરાત બનાવવાનો અર્થ ખબર છે તેમને, ગુજરાત બનાવવાનો અર્થ થાય છે, 24 કલાક વિજળી, 365 દિવસ વિજળી, દરેક ગામમાં વિજળી. તમારી વાત સાચી છે, તમારી હેસિયત નથી કે તમે ગુજરાત ના બનાવી શકો. એ માટે 56 ઇંચની છાતી જોઇએ. ગુજરાત બનાવવાનો અર્થ થાય છે, સતત 10 વર્ષ સુધી 10 ટકા કરતા વધારે કૃષિ દર બનાવવો એ ગુજરાત છે, 2-3 ટકામાં લુડકી જાય છે, આ છે તમારી હેસિયતનો નમૂનો.

મને ખુશી થશે જો તમે યુપીને ગુજરાત કરતા આગળ લઇ જાઓ

તમે ગુજરાત બનાવી નથી શકતા, 10 વર્ષ થઇ ગયા ગુજરાત, શાંતિ અને સદભાવના લઇને આગળ વધી રહ્યું છે, વિકાસ કરી રહ્યું છે. તમે એ નથી કરતા. મને ખુશી થશે કે તમે ઉત્તર પ્રદેશને ગુજરાત કરતા આગળ લઇ જાઓ તો મારા ગુજરાતના લોકો અહીં રોજીરોટી કમાવવા આવે. તમારી સરકારને આટલું સમર્થન મળ્યું તો પણ તમે શું કર્યું. ના તમે બહેન દિકરીને સન્માન આપી શકો છો, કોઇને સુરક્ષા આપી શકો છો કે ના તો કોઇને રોજગારી આપી શકો છો.

એકલું ઉત્તર પ્રદેશ ભારતની સકલ બદલી શકે છે

જો હિન્દુસ્તાનમાંથી ગરીબી હટાવવી છે તો આખું ઉત્તર પ્રદેશ ગરીબી હટાવી શકે છે. દેશમાં રોજગારી આપવી છે તો એકલું ઉત્તર પ્રદેશ આપી શકે છે. એકલું ઉત્તર પ્રદેશ ભારતની સકલ બદલી શકે છે. એ શક્તિ ઉત્તર પ્રદેશમાં છે. અહીં શેરડીની ખેતી કરનાર કેમ બદ્દતર જીવન જીવી રહ્યાં છે. આવું ઉત્તર પ્રદેશ કોણે બનાવ્યું. દૂધ શા માટે બહાર લાવવું પડે છે. શું ઉત્તર પ્રદેશમાં આટલી ખેતી, ખેડૂતો અને પશુધન હોવા છતાં અહીં અમૂલ જેવી ડેરી ના બની શકે. આ કરવા માટે સ્વપ્ન જોવા જોઇએ. આ કોંગ્રેસ પાર્ટી ના કરી શકે.

કમાલની સરકાર છે, રોજગારી આપતા કારખાનાને તાળા લાગેલા છે

આપણી ખેતીને આધુનિક બનાવવાની, પ્રાથમિકતા આપવાની, શક્તિ આપવાની જરૂર છે. આજે આખા દેશમાં ફર્ટીલાઇઝર મેળવવા માટે લાઇનમાં ઉભુ રહેવું પડે છે. આ સરકાર ગોરખપુરના ફર્ટીલાઇઝરના કારખાનાને તાળા લગાવીને બેસેલા છે. એક તરફ કારખાના બંધ છે અને બીજી તરફ યુવાનોને રોજગારીની જરૂર છે અને આ કમાલની સરકાર કારખાનાને તાળા લગાવીને બેસેલા છે. આ વોટબેન્કના આદી લોકો એવુ માને છે કે વોટબેન્ક સાચવી લો એટલે થઇ જશે. તે હવે નહીં ચાલે હવે વિકાસ જોઇએ છે અને માત્ર ભાજપ જ વિકાસનું રાજકારણ કરે છે.

ગરીબીમાંથી મુક્તિ માટે લડવાની છે 2014ની ચૂંટણી

આપણા દેશમાં અનેક એવા સ્થળો છે જ્યાં શાળા, કોલેજોમાં સમયાનુસાર પરીક્ષા લેવાતી નથી. શું આપણી યુનિવર્સિટી આપણી કોલેજ, સમયાનુસાર સ્કૂલ કોલેજ ચલાવીને બીજા વિસ્તારની સમકક્ષના આવી શકે, પરંતુ તેમને કરવું નથી. તેથી ગામ છે તો રોજગારી માટે કૃષિને બળ આપવું પડશે અને કૃષિને આગળ વધારવું હોય તો કૃષિને ત્રણ ભાગમાં વેચવાની જરૂર છે. પરંપરાગત ખેતી, ખેતરના બોર્ડર પર વૃક્ષોની ખેતી કરે અને એક ભાગ પશુપાલનની ખેતી કરે. જો આમ કરવામાં આવે તો ખેડૂતોને દેવું નહીં કરવું પડે, પરંતુ આ માટે એક સારા નેતૃત્વની જરૂર છે. સુશાસન વગર આપણે આ સ્થિતિને બદલી શકતા નથી. આ દેશ ગરીબ નથી, અમિર દેશના લોકોને ગરીબ બનાવવામાં આવ્યા છે. દેશ અમીર છે અને લોકો પણ અમીર બની શકે છે. ગરીબીમાંથી મુક્તિ મેળવવા માટે 2014ની ચૂંટણી લડવાની છે.

આખો દેશ ગુજરાત જેમ સુરક્ષિત થઇ શકે છે

આખો દેશ ગુજરાત જેમ સુરક્ષિત થઇ શકે છે

સામાન્ય લોકોને સુરક્ષા મળવી જોઇએ કે ના જોઇએ. ગુજરાતનો અનુભવ બતાવું છું, યુપીમાંથી ગુજરાત આવે છે, ત્યારે માતાને ઘણી ચિંતા રહે છે, આજે મોબાઇલ ફોન હોવાના કારણે બાળકને વારંવાર ફોન કરે છે. પુત્ર કહે છે, માતા સુઇ જાઓ, ગાડી ચાલી ગઇ છે, હું ગુજરાત જઇ રહ્યો છું, બધું સારું છે, પરંતુ માતાને શાંતિ નથી હોતી અને પૂછ્યા કરે છે. માતા પૂછે છે ગુજરાત આવ્યું છે કે નહીં, પુત્ર અનેકવાર કહે છે કે માતા સુઇ જા પંરતુ તે ઉંઘતી નથી. પરંતુ પુત્ર જેવો કહે છે કે માતા ગુજરાત આવી ગયું છે કે તરત માતા ચિંતામુક્ત બનીને ઉંઘી જાય છે. આ હાલ આખા ભારતની બની શકે છે. ગુજરાતની જેમ આખો દેશ સુરક્ષિત રહી શકે છે.

શાસક નહીં એકવાર સેવકને પસંદ કરી જુઓ

શાસક નહીં એકવાર સેવકને પસંદ કરી જુઓ

તમે 60 વર્ષ સુધી શાસકને પસંદ કર્યા છે, હું તમારા પાસે માત્ર 60 મહિના માગવા આવ્યો છે. તમે 60 વર્ષ આપ્યા છે, મને માત્ર 60 મહિના આપો, તમે શાસકોને ચૂંટ્યા છે, એકવાર સેવકને પસંદ કરીને જુઓ અમે તમારું જીવન બદલી નાખીશું. અમે તમારા જીવનના સ્વપ્ન પૂર્ણ કરવા અમારું જીવન ખપાવી દેવા નીકળ્યાં છીએ. તમારા ચહેરા પર સ્મિત રહે, તમારી આંકક્ષાઓ પૂર્ણ કરવા એ અમારો ઉદ્દેશ્ય છે.

તમે મને 60 મહિના આપો હું તમને સુખ ચેનની જિંદગી આપીશ

આજે નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ દિવસ છે. નેતાજીએ કહ્યું હતું કે, ચલો દિલ્હી. તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશું. હું તમને કહીં રહ્યો છું, તમે મને 60 મહિના આપો હું તમને સુખ ચેનની જિંદગી આપીશ. અમે વિકાસના મંત્ર લઇને નીકળ્યા છીએ. 60 વર્ષમાં વોટબેન્કના રાજકારણને મત આપ્યો છે. એકવાર 60 મહિનાના વિકાસના રાજકારણને આશિર્વાદ આપીને દેખો.

સૂત્રોએ જણાવ્યું હતું કે રેલીની સુરક્ષા માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે તેના માટે ગુજરાતની વિશેષ પોલીસ ટીમ પણ ગોઠવવામાં આવી છે. ભાજપના વરિષ્ઠ નેતા અહીં 20 કિમી દૂર મનબેલા મેદાનમાં આયોજીત રેલીમાં પહોંચવા લાગ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે 'ઉત્તર પ્રદેશમાં નરેન્દ્ર મોદીની અત્યાર સુધી થયેલી બધી રેલીમાંની આ સૌથી મોટી રેલી હશે.' આ રેલી પૂર્વી ઉત્તર પ્રદેશને ધ્યાનમાં રાખીને આયોજિત કરવામાં આવી રહી છે જ્યાં લોકસભાની 13 અને વિધાનસભાની 62 સીટો છે. આ સાથે વાજપેયીએ કહ્યું હતું કે આ વિસ્તારમાં ભાજપના ફક્ત લોકસભાના સભ્યો છે.

English summary
Narendra Modi to address 'Vijay Shankhnad Rally' in Gorakhpur

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.