રાજીવજીએ ગુસ્સાનું રાજકારણ ખેલી આંધ્રના CMને અપમાનિત કર્યા હતા : મોદી

Google Oneindia Gujarati News

રૂરકી, ઉત્તરાખંડ, 3 મે : આજે ભાજપના વડાપ્રધાન પદના નેતા નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના રૂરકીમાં લોકસભા ચૂંટણી 2014ના પ્રચારની સભાને સંબોધી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે આપની તપસ્યાને વિકાસના રૂપે પાછી વાળીશ.

નરેન્દ્ર મોદી સ્પીચ આપતા લોકોની ભીડને શાંત કરતા જણાવ્યું કે 'મેદાનમાં જગ્યા હોય કે ના હોય મોદીના દિલમાં આપના માટે ઘણી જગ્યા છે. હું સમગ્ર દેશમાં ભ્રમણ કરી રહ્યો છું. આજે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે અત્યાર સુધી જ્યાં ચૂંટણીઓ પૂર્ણ થઇ છે અને મતદાતાઓએ જે મતદાન કર્યું છે તેનાથી સ્પષ્ટ થઇ ગયું છે કે મા-દીકરાની સરકાર ગઇ. હવે મા-દીકરાની સરકાર બચી શકે તેમ નથી.'

ગંદી ગાળો કોણ આપે છે?

ગંદી ગાળો કોણ આપે છે?

આપણા રાહુલભૈયા હવે આપનો વારો છે. મારા દેશવાસીઓ આપ જાણો છો કે મા-દીકરાની સરકારે પાછલા 13 વર્ષથી મારું જીવવું મુશ્કેલ કરી રાખ્યું છે. કોઇ એવી સંસ્થા નથી જેને મારી પાછળ તપાસ માટે જોડી ના હોય. મને વારંવાર ગંદી ગાળો આપવામાં આવી છે. ડિક્શનરીમાં એક પણ એવી ગાળ નથી જે આમણે મને ના આપી હોય. છતાં હું ચૂપ રહ્યો કારણ કે મારા સંસ્કાર એવા છે. પણ રાહુલભૈયા આપે મર્યાદા તોડી છે. 60 વર્ષ સુધી આપે લૂંટ ચલાવી છે. હવે એક ચાવાળો આપની મનમાની તોડશે.

ગુસ્સાનું રાજકારણ કોણ રમે છે?

ગુસ્સાનું રાજકારણ કોણ રમે છે?

આજે ગંગામૈયાના ખોળામાં સાચું બોલીને જઇશ. રાહુલ કહે છે કે મોદી ગુસ્સાનું રાજકારણ રમે છે. રાહુલભૈયા હું આપની વાસ્તવિકતા છતી કરીશ. રાહુલ અંગે છે તો મીડિયાવાળા બતાવશે કે નહીં તે મને ખબર નથી.

રાજીવ ગાંધીએ કર્યું આંધ્રના CMનું અપમાન

રાજીવ ગાંધીએ કર્યું આંધ્રના CMનું અપમાન

રાહુલ ગાંધી આપના પિતાજી કોંગ્રેસના મહાસચિવ હતા. આપના પિતા આંધ્રપ્રદેશના હૈદરાબાદ ગયા હતા. તે સમયે વેંકૈયાજી આપના પિતાજીથી મોટા હતા. રાજીવજીએ જાહેરમાં વેંકૈયાનું અપમાન કર્યું હતું. શું આ બદલાનું રાજકારણ ન હતું?

મેડમ સોનિયાએ કર્યું સીતારામ કેસરીનું અપમાન

મેડમ સોનિયાએ કર્યું સીતારામ કેસરીનું અપમાન

આપના માતાજી, મેડમ સોનિયાજી કોંગ્રેસ પર કબ્જો જમાવવા માંગતા હતા. સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા અને વરિષ્ઠ નેતા હતા. તેમને પાર્ટીમાંથી કાઢીને ફેંકી દેવામાં આવ્યા. ગુસ્સાનું રાજકારણ કોણ કરે છે? આપના માતા અને પિતાજી.

નરસિમ્હારાવને બે ગજ જમીન ના આપી

નરસિમ્હારાવને બે ગજ જમીન ના આપી

ભારતમાં બહાદુરશાહ ઝફરે અંગ્રેજોની નાકમાં દમ કર્યો હતો. અંગ્રેજોએ ઝફરનું મૃત્યુ થયું ત્યારે અંગ્રેજોએ તેમને દફનાવવા જમીન ના આપી. નરસિમ્હારાવ આપની પાર્ટીના વડાપ્રધાન હતા. તેમનું મૃત્યુ થયું ત્યારે નરસિંમ્હા રાવને બે ગજ જમીન ના આપી. તેમના અગ્નિ સંસ્કાર કરવા ના દીધા. તેમના પાર્થિવ દેહને કોંગ્રેસ કાર્યાલય લાવવામાં આવ્યું ત્યારે નરસિંમ્હા રાવના શરીરને કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવેશવા ના દીધો. આ છે ગુસ્સાનું રાજકારણ.

રાહુલભૈયા આપે વડાપ્રધાનને કેમ 'નોનસેન્સ' કહ્યા?

રાહુલભૈયા આપે વડાપ્રધાનને કેમ 'નોનસેન્સ' કહ્યા?

હું આપને પૂછવા માંગુ છું ભારતની ચૂંટાયેલી સરકારે વડાપ્રધાન જ્યારે વિદેશમાં હતા ત્યારે રાહુલભૈયા આપે વડાપ્રધાનને 'નોનસેન્સ' કહ્યા હતા. આપના ગુસ્સાએ રાહુલભૈયા વડાપ્રધાનની પાઘડી ઉછાળી હતી. હવે જવાબ આપો અપમાન, શાલીતના તોડવાનું, વિવેક તોડવાનું રાજકારણ કોણ રમી રહ્યું છે?

મારું આહવાન

મારું આહવાન

આજે હું ઉત્તરાખંડની પવિત્ર ધરતી પરથી આપને આહવાન કરું છું કે ભારતનું ભાગ્ય બદલવા, દેશની ભલાઇ માટે આ પતિ-પત્નીની સરકાર અને દિલ્હીમાં મા-દીકરાની સરકારને વિદાય કરો. જય ભારત.

રાજીવજીએ આંધ્રના CMને અપમાનિત કર્યા હતા

રાજીવજીએ ગુસ્સાનું રાજકારણ ખેલી આંધ્રના CMને અપમાનિત કર્યા હતા

'સપા હોય, બસપા હોય, લાલુજી હોય કે કોઇ પણ તેમને મદદ કરશે તો પણ મા-દીકરાની સરકાર બચશે નહીં. પાપનો ઘડો ભરાઇ ગયો છે. હવે જનતા વધારે સહન કરવા તૈયાર નથી. આથી જ ભાઇઓ-બહેનો અત્યાર સુધી મતદાતાઓએ મતદાન કરીને એક કામ કર્યું કે મા-દીકરાની સરકારની વિદાય. બીજું કામ એ કર્યું કે આવનારી નવી સરકાર માટેનો શિલાન્યાસ કરી દીધો છે. હવે જે મતદાન બાકી છે તેમનું એક કામ બાકી છે કે મજબૂત પાયા પર મજબૂત સરકાર બનાવવાનું.'

મોદીએ જનતાને પૂછ્યું કે 'આપને દિલ્હીમાં કેવી સરકાર જોઇએ? તો શ્રોતાઓમાંથી અવાજ આવ્યો કે મોદી સરકાર જોઇએ. ત્યારે મોદીએ કહ્યું મેં આપને એમ નથી પૂછ્યું કે કોની સરકાર જોઇએ? શું દિલ્હીમાં ગાંધી સરકાર ચાલશે?, મા-દીકરાની સરકાર જોઇએ?, રિમોટ કન્ટ્રોલથી ચાલનારી સરકાર જોઇએ? દિલ્હીમાં તો મજબૂત સરકાર જોઇએ.'

'આપના વિસ્તારમાં કોઇ પોલીસવાળો ઢીલો હોય તો આપ તેને પસંદ નથી કરતા તો દેશને ચલાવનારા ઢીલા હોય તે કેવી રીતે ચાલે? નાના બાળકો પણ દમદાર શિક્ષકો પસંદ કરે છે. સરકાર પણ દમવાળી હોવી જોઇએ. આટલા મોટા દેશને મજબૂત સરકાર જોઇએ કે નહીં?'

આટલું મોટું હિન્દુસ્તાન મોટા ખાડામાં પડ્યું છે. ખાડામાંથી હિન્દુસ્તાનને બહાર કાઢવા વધારે તાકાતની જરૂર છે. 300 કમળ જોઇએ છે. મને ઉત્તરાખંડના પાંચ કમળ જોઇએ છે. આપ મને મજબૂત સરકાર આપો. હું આપને મજબૂત હિન્દુસ્તાન આપીશ.

ઉત્તરાખંડમાં જૂન 2013માં જે કુદરતી આફત આવી ત્યારે હું દોડતો અહીં આવ્યો હતો. હું પીડિતોના આંસુ લુછવા આવ્યો હતો. પરંતુ ઉત્તરાખંડમાં આપ આસમાની આફતથી તો મુશ્કેલીમાં મુકાયા જ, પરંતુ સુલતાની સરકારે આપને વધારે દુ:ખ આપ્યું. ઉત્તરાખંડ રાજ્ય સરકારે અને દિલ્હી સરકારે આપને વધારે દુખી કર્યા. ઉત્તરાખંડમાં પતિ-પત્ની અને દિલ્હીમાં મા-દીકરાની સરકારે તમને વધારે હેરાન કર્યા છે. આપણે આ વંશવાદની રાજનીતિ બદલવાની છે.

આપના મુખ્યમંત્રી કહે છે હું નવો આવ્યો છું, તમારા પ્રેમ માટે મારા સો સલામ સ્વીકાર કરો. આપના મુખ્યમંત્રી આપને ગુમરાહ કરી રહ્યા છે. કોંગ્રેસમાં ખોટું બોલવું નવી વાત નથી. આપના મુખ્યમંત્રીએ કહ્યું હું નવો આવ્યો છું. આપે જવાબ આપવો પડશે કે જ્યારે આફત આવી ત્યારે જળસંસાધન મંત્રી આપ હતા. આ પૂર, નદીઓનું પાણી બધું જ આપના ડિપાર્ટમેન્ટમાં આવે છે. આપ ઉંઘી ગયા હતા. ઉત્તરાખંડની આફત પતિ-પત્ની અને મા-દીકરાને કારણે છે. હું એટલે જ કહું છું કે તેમનો વિશ્વાસ ના કરો.

છેલ્લા કેટલા બધા વર્ષોથી તેમની સરકાર છે. શેરડીના ખેડૂતો કેમ આત્મહત્યા કરે છે? તેમને પૂરતો ભાવ સમયસર શા માટે નથી મળી રહ્યો. મારા યુવા મિત્રો આપને પૂછું છું કે મા-દીકરાએ 2009ના ઘોષણાપત્રમાં કહ્યું હતું કે દિલ્હીમાં તેમની સરકાર બનશે તો પાંચ વર્ષમાં 10 કરોડ યુવાનોને રોજગાર મળશે. આપને અહીં દિલ્હીની સરકારે રોજગાર આપ્યો છે? આપના ગામમાં કોઇને મળ્યો છે? આપની પીઠમાં તેમણે છુરો ભોંક્યો છે. તેમની સાથે સંબંધ તોડવો જોઇએ.

અટલજીની સરકારે સાડા છ વર્ષમાં સાડા છ કરોડ યુવાનોને રોજગાર આપ્યો. મા-દીકરાની સરકાર 10 વર્ષથી બેઠી છે. દોઢ કરોડથી વધારે યુવાનોને રોજગાર નથી મળ્યો. 10 વર્ષમાં ભારતમાં જેટલો ભ્રષ્ટાચાર વધ્યો છે, તેટલો આઝાદી પછી ક્યારેય નથી વધ્યો. આપ માનો છો ને કે તેમણે દેશને લુંટ્યો છે. તેમણે, જળ, જમીન, આકાશ, પાતાળ બધે બધું લુંટ્યું છે.

આ દેશમાં 20,000 મેગાવોટ વીજળીના કારખાના ચાલે છે અને દેશમાં અંધારુ છે. આપની ફાઇલ ખોવાઇ ગઇ અમારી તો લાઇટ ખોવાઇ ગઇ. આવી સરકારને માફ કરી શકાય નથી. અહીં ભેલના કર્મચારીઓએ આપના દિમાગમાં ઠસાવી દીધું છે કે ભાજપની સરકાર આવશે તો નુકસાન થશે. ભાજપની સરકાર તો નફો કરાવે છે.

હું રાજકારણથી દૂર જઇને આપને વાત કહેવા માંગુ છું. હું 18થી 28 વર્ષના યુવાનો સાથે વાત કરવા માંગુ છું. કારણ કે સાંભળો. વિદ્યાર્થીકાળમાં આપ ગમે તેટલો અભ્યાસ કરો. પરંતુ વિદ્યાર્થીકાળમાં 10+2ની પરીક્ષાઓનું ખાસ મહત્વ હોય છે. ઘરમાં કોઇ પણ બાળક આ ધોરણમાં હોય તો તેને મહત્વ આપવામાં આવે છે. બધાના મગજમાં 12 હોય છે. કારણ કે ધોરણ 12માં સારા માર્ક્સ આવ્યા તો જીવનમાં પ્રગતિના તમામ રસ્તા ખુલી જાય છે. જો ધોરણ 12માં માર્ક્સ બગડ્યા તો જીંદગી બગડી જાય છે.

વિદ્યાર્થીના જીવનમાં જેવી રીતે ધોરણ 12ની પરીક્ષાનું મહત્વ છે એવી જ રીતે વ્યક્તિના જીવનમાં 18થી 28ની ઉંમર સૌથી વધારે મહત્વની હોય છે. કોઇ વ્યક્તિ 100 વર્ષ જીવશે તો પણ તેના જીવનના મહત્વના નિર્ણયો 18થી 28 વર્ષની વયે લેવાયા હોય છે. નોકરી, લગ્ન, ક્યાં સ્થાયી થવું, ભારતમાં રહેવું, વિદેશમાં રહેવું વગેરે નિર્ણયો આ વયમાં થાય છે. 80 વર્ષની વયની વ્યક્તિના પાંચ વર્ષ બગડે તો વાંધો નથી આવતો પરંતુ 18થી 28 વર્ષની વયના યુવાનો માટે એક એક દિવસ મહત્વનો હોય છે. તે બગડે તો ના ચાલે. આથી દિલ્હીમાં કોંગ્રેસની સરકાર આવશે તો પાંચ વર્ષ બગડી જશે. આપ 100 વર્ષના થશો તો પણ રડતા રહેશો.

આપ રમેશનું શું થશે? મોદીનું શું થશે? ભાજપનું શું થશે એ યાદ રાખવાને બદલે આપ એટલું જ યાદ રાખો કે આપનું શું થશે? આપ આપની જ ચિંતા કરો. જો દિલ્હીમાં કામ કરનારી સરકાર આવશે તો આપનું ભવિષ્ય સુધરશે.

આપણા રાહુલભૈયા હવે આપનો વારો છે. મારા દેશવાસીઓ આપ જાણો છો કે મા-દીકરાની સરકારે પાછલા 13 વર્ષથી મારું જીવવું મુશ્કેલ કરી રાખ્યું છે. કોઇ એવી સંસ્થા નથી જેને મારી પાછળ તપાસ માટે જોડી ના હોય. મને વારંવાર ગંદી ગાલો આપવામાં આવી છે. ડિક્શનરીમાં એક પણ એવી ગાળ નથી જે આમણે મને ના આપી હોય. છતાં હું ચૂપ રહ્યો કારણ કે મારા સંસ્કાર એવા છે. પણ રાહુલભૈયા આપે મર્યાદા તોડી છે. 60 વર્ષ સુધી આપે લૂંટ ચલાવી છે. હવે એક ચાવાળો આપની મનમાની તોડશે.

આજે ગંગામૈયાના ખોળામાં સાચું બોલીને જઇશ. રાહુલ કહે છે કે મોદી ગુસ્સાનું રાજકારણ રમે છે. રાહુલભૈયા હું આપની વાસ્તવિકતા છતી કરીશ. રાહુલ અંગે છે તો મીડિયાવાળા બતાવશે કે નહીં તે મને ખબર નથી.

રાહુલ ગાંધી આપના પિતાજી કોંગ્રેસના મહાસચિવ હતા. આપના પિતા આંધ્રપ્રદેશના હૈદરાબાદ ગયા હતા. તે સમયે વેંકૈયાજી આપના પિતાજીથી મોટા હતા. રાજીવજીએ જાહેરમાં વેંકૈયાનું અપમાન કર્યું હતું. શું આ બદલાનું રાજકારણ ન હતું?

આપના માતાજી, મેડમ સોનિયાજી કોંગ્રેસ પર કબ્જો જમાવવા માંગતા હતા. સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતા અને વરિષ્ઠ નેતા હતા. તેમને પાર્ટીમાંથી કાઢીને ફેંકી દેવામાં આવ્યા. ગુસ્સાનું રાજકારણ કોણ કરે છે? આપના માતા અને પિતાજી.

ભારતમાં બહાદુરશાહ ઝફરે અંગ્રેજોની નાકમાં દમ કર્યો હતો. અંગ્રેજોએ ઝફરનું મૃત્યુ થયું ત્યારે અંગ્રેજોએ તેમને દફનાવવા જમીન ના આપી.

નરસિમ્હારાવ આપની પાર્ટીના વડાપ્રધાન હતા. તેમનું મૃત્યુ થયું ત્યારે નરસિંમ્હા રાવને બે ગજ જમીન ના આપી. તેમના અગ્નિ સંસ્કાર કરવા ના દીધા. તેમના પાર્થિવ દેહને કોંગ્રેસ કાર્યાલય લાવવામાં આવ્યું ત્યારે નરસિંમ્હા રાવના શરીરને કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવેશવા ના દીધો. આ છે ગુસ્સાનું રાજકારણ.

હું આપને પૂછવા માંગુ છું ભારતની ચૂંટાયેલી સરકારે વડાપ્રધાન જ્યારે વિદેશમાં હતા ત્યારે રાહુલભૈયા આપે વડાપ્રધાનને 'નોનસેન્સ' કહ્યા હતા. આપના ગુસ્સાએ રાહુલભૈયા વડાપ્રધાનની પાઘડી ઉછાળી હતી. હવે જવાબ આપો અપમાન, શાલીતના તોડવાનું, વિવેક તોડવાનું રાજકારણ કોણ રમી રહ્યું છે?

આજે હું ઉત્તરાખંડની પવિત્ર ધરતી પરથી આપને આહવાન કરું છું કે ભારતનું ભાગ્ય બદલવા, દેશની ભલાઇ માટે આ પતિ-પત્નીની સરકાર અને દિલ્હીમાં મા-દીકરાની સરકારને વિદાય કરો. જય ભારત.

English summary
Narendra Modi addressed a public meeting in Roorkee, Uttarakhand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X