પઠાણકોટમાં મોદીએ કાશ્મીરીઓને વિકાસમાં જોડાવાનું કર્યું આહ્વાન

મોદીએ પોતાના વક્તવ્યની શરૂઆતમાં સૌનો આભાર માન્યો અને કહ્યું કે 'હું આજે અહીં ઉત્તરાખંડની ધરતી પરથી આવ્યો છું. ત્યાંની પ્રાકૃતિક આપદાને નજરોનજર જોઇ છે, તેમાંથી બચીને આવે લોકોની કથાઓ સાંભળીને તેમનું દુ:ખ અનુભવવાની કોશીશ કરી છે. યાત્રીઓ અને પ્રવાસીઓને જે રીતે નુકસાન થયું તેવી જ રીતે ઉત્તરાખંડના લોકોને પણ ભારે નુકસાન થયું છે. હું તેમને વિશ્વાસ આપું છું કે આ દેશ તેમની સાથે ઉભું રહેશે, અને તેમને કોઇ ઓછપ નહીં આવા દઇએ'
આજે શ્યામા પ્રસાદ મુખર્જીનો સાતમો બલિદાન દિવસ છે. તેમણે દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપ્યું હતું. તેમણે દેશની એકતા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી. ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને ભુલાવી દેવાના ઘણા પ્રયાસો થયા. દેશની કોંગ્રેસ સરકારને તેની ચિંતા નથી. ડોં. મુખર્જી માત્ર 51 વર્ષના હતા અને તેમનું જેલમાં કોઇ બિમારીના કારણે મોત થયું હતું. આજે પણ તેને જાહેર કરવામાં આવતું નથી કેમ?
ડો.શ્યામા પ્રસાદ મુખર્જી દેશની પહેલી સરકારમાં મંત્રી હતા. એ વખતની સરકારમાં કોઇ સ્વતંત્ર અવાજ હતો તો તે મુખર્જી, નેહરુ અને સરદાર પટેલનો હતો. જ્યારે સરદારનું મૃત્યું થયું ત્યારે કોંગ્રેસ ડામાડોળ થઇ ગઇ. આ ત્રણેય નેતાઓના જવાથી કોંગ્રેસ પોતાના સિદ્ધાંતોથી ભટકી ગઇ.
મુખર્જી જ્યારે ઉદ્યોગમંત્રી હતા ત્યારે ટ્રેનમાં શું સુધારો કરવો તેના માટે તેમણે દિલ્હીથી પઠાણકોટની ટ્રેનમાં મુસાફરી કરી હતી. જે રીતે શ્યામા પ્રસાદ મુખર્જીએ બંગાળના લોકોની સેવા કરી હતી તેવી રીતે આજે આપણે તેમના સાતમાં બલિદાન દિવસ પર એવો સંકલ્પ કરીએ કે ઉત્તરાખંડના પૂરપીડિતોને પડખે ઉભા રહીએ.
મિત્રો દિલ્હી સરકારના આંકડાઓ કહે છે કે અટલજીની સરકારમાં રોજગારના જેટલા અવસરો હતા તેટલા આજની સરકારમાં નથી. મિત્રો ડો. શ્યામા પ્રસાદ મુખર્જીએ જે સપનું સેવ્યું હતું તેને હવે પુરુ કરવાનો સમય આવી ગયો છે.
શ્યામાં પ્રસાદે કહ્યું કે દેશમાં બે પ્રધાન હોઇ શકે નહીં. પરંતુ આજે દેશને બે પ્રધાન ચલાવી રહ્યા છે. ખબર જ નથી પડતી કે દેશના વડાપ્રધાન કોણ છે. મિત્રો આ બેવડા પ્રધાનને દેશમાંથી ઉખાડી ફેંકો.
હું વિશ્વાસ સાથે કહું છું કે 2004માં જો ફરી વાજપેઇની સરકાર બની હોત તો આજે કશ્મીરનો નવજુવાન રોજગાર માટે ભટકી રહ્યો છે, પરંતુ સત્તામાં ચૂર લોકોને કાશ્મીરી પંડીતો અને તેના યુવાનોની કોઇ ચિંતા નથી. હાલમાં મને જાણવા મળ્યું છે કે 300 કાશ્મીરની કન્યાઓ રાજસ્થાનના કોટામાં અભ્યાસ માટે આવી છે. મિત્રો આ એ દર્શાવે છે કે કાશ્મીરના યુવાનો-યુવતીઓને ભણવું છે તેમને પણ વિકાસ સાથે તાલમેલ સાધવો છે, પરંતુ સરકાર તેમના માટે કશું કરી નથી રહી.
બોમ્બ, બંદુક અને પિસ્તોલથી કોઇને મોતને ઘાટતો ઉતારી શકાય છે પરંતુ પોતાના જીવનમાં કંઇ મેળવી શકાતું નથી. દેશના યુવાનો દેશના વિકાસમાં ભાગીદાર થવા માટે તત્પર છે. હું કાશ્મીરના યુવાનોને કહું છું કે આવો વિકાસમાં જોડાવ, શિક્ષણ સાથે જોડાવ. જે સપનાઓ વાજપાઇજીએ જોયા હતાં જમ્મુ, કાશ્મીર અને લદ્દાખના પ્રશ્નો હલ કરવાના તેને આપણે હલ કરીએ.
આ દેશવાસીઓને પ્રાર્થના કરું છું કે જો દેશને બચાવવું હોય તો કોંગ્રેસ મુક્ત સરકાર ભારત નિર્માણનું સપનું જોયું. મોદીએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા કોંગ્રેસ સરકારની એક જાહેરાત આવી હતી કે 'ભારત કે નિર્માણ પર હક હે મેરા' મે કહ્યું 'ભારત કે નિર્માણ પર શક હે મેરા' કોંગ્રેસના મિત્રો જવાબ આપે કે તમને એવી કેવી શંકા થઇ કે તમારે તમારી જ જાહેરાત બંધ કરવી પડી. આજે રૂપિયો અને કોંગ્રેસ રોજ ડોલરની સામે નીચે પડવાની હરિફાઇ કરી રહ્યો છે.
મોદીએ પંજાબના લોકોને કહ્યું કે તમારો અને મારો ખૂનનો સંબંધ છે. ગુરુ ગોવિંદજીના પંચપ્યારામાં એક ગુજરાતનો હતો, જેણે પોતાનું બલિદાન આપ્યું. જેથી ગુજરાત આજે પણ પંજાબનું છે અને પંજાબ આજે પણ ગુજરાતનું છે. મારી રાજનીતિ શરુઆતમાં હું પંજાબમાં બાદલ સાહેબ અને ટંડન સાહેબની આંગળી પકડીને કામ કરતો હતો. તેમની દેખરેખ હેઠળ મને ઘણું શીખવા મળ્યું હતું. અમે જોડનારા લોકો છીએ અમે દળોને પણ જોડીએ છીએ અને દીલોને પણ જોડીએ છીએ. ભાઇઓ બહેનો આપણે વિકાસની ઉંચાઇઓને આંબવાની છે, બાદલ સાહેબ હંમેશા ગુજરાતનો ઉલ્લેખ કરે છે. આ દેશ આગળ વધવાની દરેક શક્તિઓથી ભરેલો છે. 65 ટકાની યુવાનોની વસ્તીઓ ધરાવતો આપણો દેશ નવી ઉંચાઇઓને આંબે તેના માટે તે સમર્થ છે.
મોદીએ પોતાના સંબોધનને વિરામ આપતા જણાવ્યું કે ડો. શ્યામા પ્રસાદ મુખર્જીના સાતમાં બલિદાન દિવસે તેમના ચરણોમાં મસ્તક ઝૂકાવવાની મને તક મળી તેનો મને આનંદ છે. હું પંજાબના લોકોનો આભાર માનું છું, સ્વયંમ બાદલ સાહેબ અત્રે હાજર રહ્યા તેના માટે હું તેમનો આભાર માનું છું.
-
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
US-Iran War: ડેડલાઈન પહેલા ઈરાન ધણધણી ઉઠ્યું; અમેરિકી હુમલામાં ખાર્ગ આઈલેન્ડ અને રેલવે બ્રિજ સહિત અનેક -
IPL 2026: આઈપીએલનો હિસ્સો રહી ચૂકેલા આ 3 દિગ્ગજ ખેલાડીઓ હવે દુનિયામાં નથી, જાણો કોણ છે આ નામ -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે?



Click it and Unblock the Notifications
