For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મેડમે સાચું કહ્યું, તેમણે બોલ્યા વગર ઘણુ કરી નાંખ્યુ': મોદી

|
Google Oneindia Gujarati News

બસ્તર, 7 નવેમ્બરઃ આજે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા આજે છત્તીસગઢમાં ચૂંટણી સભાઓ કરવામાં આવી રહી છે. કાંકેરમાં ચૂંટણી સભાને સંબોધતી વખતે મોદીએ છત્તીસગઢમાં ડો. રમણસિંહના નેતૃત્વ હેઠળ ભાજપની સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યો અંગે જણાવ્યું હતું અને છત્તીસગઢની જનતાનો આભાર માન્યો હતો, આ સાથે જ તેમણે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, મેડમ, તમે સાચા છો કે તમારી સરકાર જે બોલતી નથી પણ કરી બતાવે છે. તમારી સરકારે બોલ્યા વગર જે કર્યું છે તે દેશે જોઇ લીધું છે.

આ તકે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સૂત્રો એવા બોલાવો કે દિલ્હીથી આવેલા લોકોને ખબર પડી જાય કે, કાંકેરના મીજાજ કેવો છે. આ ચૂંટણીમાં તમે મત આપીને તમારા ધારાસભ્ય કોણ હોય તેનો નિર્ણય કરવાના નથી. કઇ જાતિનો ધારાસભ્ય હોય તેનો નિર્ણય નથી કરવાના. આ નિર્ણય થવાનો છે કે છત્તીસગઢનું ભવિષ્ય શું હશે, તમારા બાળકો, નવયુવાનોનું ભવિષ્ય શું હશે તે માટે મત આપવાના છે.

60 વર્ષથી પણ વધુ સમયથી તમે કોંગ્રેસને જીતાડતા આવ્યા છો, શું મળ્યું તમને. અહીં બેસેલા કોઇપણ માતા-પિતા વિશ્વાસથી કહી શકે છે, તેમનો દિકરો ભણી ગણીને આગળ વધશે તો રોજગારી મળશે, અહીં બેસેલી કોઇ વ્યક્તિ કહી શકશે કે માતા-પિતા બિમાર પડશે તો ગરીબીમાં પણ તેમની દવા કરાવી શકશે. આજે મારા ગરીબ ભાઇ બહેન તેમના બાળકોને ભરપેટ ખાવાનું આપી શકશે.

narendra-modi-rally
60 વર્ષ કરતા પણ વધુ સમય થઇ ગયો આઝાદીને. સૌથી વધુ સમય દેશને ચલાવવાનો સમય કોંગ્રેસને મળ્યો, ઘણી આશા અને અપેક્ષા સાથે આપણે ગરીબ લોકો, આદિવાસી લોકો, ઓબીસી, દલીત, પછાત લોકો કોંગ્રેસને મત આપતા રહ્યાં. તેમણે આપણને ઇનામમાં શું આપ્યું. ગરીબી સિવાય કંઇ મળ્યું નથી. તમારા બાળકોની શિક્ષા મળી છે ખરી. આવી કોંગ્રેસ પાર્ટીને સજા કરવાનો સમય આવી ગયો છે.

હું પહેલાં તો છત્તીસગઢના નાગરીકોને અભિનંદન કરવા માગું છું. ગુજરાતની જેમ છત્તીસગઢના નાગરીકો કોંગ્રેસને ઓળખી ગયા છે. ગુજરાતની જનતાએ ગુજરાતને કોંગ્રેસમુક્ત બનાવ્યું તો આજે ગુજરાત ગરીબી અને ભ્રષ્ટાચારમુક્ત બનવા જઇ રહ્યું છે. તમે પણ દસ વર્ષ સુધી કાળા કારનામા વાળા કોંગ્રેસી પંજાથી છત્તીસગઢને બચાવી લીધું. નહીંતર છત્તીસગઢની શુ હાલત થઇ હોત.

ભાજપનો ઝંડો લોકોને નડતાં મોદીએ કહ્યું કે, હું ગુજરાતમાં રહું કે દિલ્હીમાં તમારા દર્દને તરત ઓળખી લઉ છું. તમે વિચાર કરો કે કોઇ નવું બાળક જન્મે અને તેની દેખભાળ કરનારી મા તેની ચિંતા ના કરે પોતાના એશોઆરામ અને મોજ મસ્તીમાં રહે. તો એ બાળકની શું હાલત થાય. બાળક બિમાર થશે. જ્યારે છત્તીસગઢનો નવો જન્મ થયો ત્યારે તેને તુંરત એવી માતા મળી કે ખબર નઇ શું-શું ખાતી હતી, કોનું કોનું ખાતી હતી. ત્રણ વર્ષનું બાળક છત્તીસગઢ થયું ત્યારે તેને તબાહ કરી નાંખ્યું. અટલજીએ જે સ્વપ્ન જોયું હતું. જે સ્વપ્નને પૂર્ણ કરવા માટે છત્તીસગઢ બનાવ્યું હતું, કે પહેલા ત્રણ વર્ષ તો એવું લાગતું હતું કે બાળક જીવશે કે નહીં અને જીવશે તો જીવનભર બિમાર રહેશે. પરંતુ છત્તીસગઢની જનતા એવી ડોક્ટર બની કે બિમારી શોધી કાઢી અને એવા ડોક્ટર લાવ્યા કે જેમણે છત્તીસગઢને જીવાડી દીધું.

જો ભાજપને ના લાવતા અને ચૂક થઇ જાત તો આજે છત્તીસગઢ બરબાદ થઇ જાત. તમારો નિર્ણય સાચો હતો. આજે છત્તીસગઢે ભારતના સારા રાજ્યમાં સ્થાન બનાવ્યું તે માટે ડો. રમણસિંહનું અભિનંદન કરું તે ઓછું છે, તેના પહેલા હું અહીંની જનતાનું અભિનંદન કરવા માગુ છું. જેમણે કોંગ્રેસની વાતોમાં આવ્યા વગર છત્તીસગઢના ભલાઇનું સ્વપ્ન જોયું.

ભાજપની માઓવાદ, બંદૂક, ગોળીઓ વચ્ચે ડો. રમણસિંહને કામ કરવું પડે છે, તેમ છતાં સૌથી સારા કામોના એવોર્ડ ડો. રમણસિંહની સરકાર અને તમારા છત્તીસગઢને મળ્યા છે, કારણ કે તેમણે વિકાસનો આગ્રહ રાખ્યો. મુખ્યમંત્રી ઘણા આવે છે, પરંતુ કોઇના દિલમાં કોઇ સ્થાન બનાવી લે તે ઘણા ઓછા હોય છે. આજે છત્તીસગઢના લોકો છાતી પહોળી કરીને બોલી શકે છે કે અમારા મુખ્યમંત્રી તો ચાવલવાળા બાબા છે.

આજે મેડમ પણ છત્તીસગઢમાં છે. આજે તેમણે ભાષણ કર્યું. દિલ્હીથી આવ્યા હતા, અમારી પાર્ટી આવી છે, જે બોલતી નથી અને કરીને દર્શાવે છે. તેમની વાત સાચી છે, તમે કોલસા ચોરી, ટૂજી ગોટાળા અંગે બોલ્યા નહોતા પણ કરી દર્શાવ્યું. તમે કંઇ બોલ્યા વગર કરી નાખો છો. સારા સારાઓનું કરી નાખો છો. અને જે બોલો છો તે નથી કરતા એ પણ દેશને ખબર છે. 2004માં કોંગ્રેસ પાર્ટીએ ચૂંટણીમાં તમારી પાસે મત માંગ્યા હતા અને કહ્યું હતું કે અમારી સરકાર બનશે તો, 100 દિવસમા મોંઘવારી ઓછી કરી નાખીશું, પરંતુ મોંઘવારી ઓછી કરી નથી.

મેડમ તમે ભાષણ કરી રહ્યાં છો કે બોલ્યા વગર જે બધું કરી રહ્યાં છો તેની દેશને ખબર પડી ગઇ છે, હવે બોલીને જે નથી કર્યું તે જણાવવાનો સમય આવી ગયો છે. તેમણે કહ્યું હતું કે યુવાનોને રોજગારી મળશે, પરંતુ તેમની દિલ્હીની સરકારે રોજગારી આપી નથી. મેડમ આ દેશ ઘણો સમજદાર છે, પહેલાં તો અમારા દાદા દાદી તમારા બધા જુઠ્ઠાણાને માની લેતા પણ હવે દેશ જાગી ગયો છે. તમારા ઠાલા વચનો હવે દેશ ક્યારેય સ્વિકારશે નહીં. તેથી મહેરબાની કરીને છત્તીસગઢની જનતાની આખમાં ધૂળ નાંખવાનું બંધ કરો.

હિન્દુસ્તાનના બધા લૂટેરાઓ પોતાના નાણા વિદેશી બેંકોમાં જમા કરાવે છે. આપણા ચોરેલા પૈસા પરત આવવા જોઇએ કે નહીં, એકવાર ચોર લૂટેરાના પૈસા પરત આવી ગયા તો પણ ગરીબોને મફતમાં 20 લાખ રૂપિયા મળી જશે. જો આ કાળું નાણુ પરત આવી જાય તો તમે ઇચ્છો છો ત્યાં રેલવે લાઇન આવી જશે.

સરકાર એ લોકોની છે અને બેશરમ થઇને મોદીને પૂછે છે કે કેવી રીતે લાવીએ. જે દિવસે ભાજપને તક મળશે, આ પૈસા પરત લાવવામાં આવશે અને ગરીબો પાછળ ખર્ચવામાં આવશે. આ પૈસા પર હિન્દુસ્તાનની જનતાનો અધિકાર છે અને તેમને મળવા જોઇએ. તેમના કામમાં વપરાવા જોઇએ એ સંકલ્પ સાથે આગળ વધી રહ્યાં છીએ.

ભણેલા લોકો દિકરીને માતાના ગર્ભમાં મારી નાખે છે. હું આ છત્તીસગઢના આદિવાસીઓને સન્માનિત કરુ છું કે અહીં છોકરાઓની સંખ્યામાં છોકરીઓની સંખ્યા વધારે છે. ડો. રમણસિંહે મા બચાવવાનો અને દિકરી બચાવવાનું કામ કર્યું તે સરાહનિય છે. સરકાર અમીરો માટે, અંબાણી, ટાટા માટે હોવી જોઇએ. સરકારની જરૂર ગરીબો માટે હોય છે. ગરીબોની જરૂરિયાતોને પૂરી કરવાનું કામ સરકારનું છે, પરંતુ દિલ્હીમાં બેસેલી સરકાર એ સમજતી નથી.

આવા લોકો દેશના નેતા કેવી રીતે હોઇ શકે. જે બાળકને ભણાવી શકે નહીં તેને શિક્ષક બનાવી શકે. કોંગ્રેસના મિત્રો એવા નેતા લઇને આવ્યા છે, ગરીબી હોતી નથી, એ તો મનની અવસ્થા છે. શું ભુખ્યા પેટે ઉંઘવુ પડે છે એ મનની અવસ્થા છે. બાળકોની સ્થિતિ જોઇને માતા ઉંઘી નથી શકતી એ શું મનની અવસ્થા છે. આવા નેતા જે ગરીબીની મજાક ઉડાવે છે. જેમને ગરીબી શું છે એ જેમણે જોઇ નથી, તે ગરીબનું દુઃખ શું જાણે. ગરીબી શું છે એ અમે જાણીએ છીએ, કેવી રીતે બાળકોના ઉછેરમાં માતા પિતાને કેટલું સહન કરવું પડે છે, તે અમે જોયું છે.

શું 26 રૂપિયામાં દિવસભર ભરપેટ જમી શકો છો, પરંતુ દિલ્હીમાં 26 રૂપિયા કરતા વધુ કમાઓ છો તો તમે ગરીબ નથી અને આ એ સહેજાદા ફાઇવ સ્ટાર હોટલમાં મિનરલ વોટર માટે 100 રૂપિયા ખર્ચી નાખે છે, તે કહે છે કે તમે 26 રૂપિયા કમાઓ છો તો તમે ગરીબ નથી. પાંચ રૂપિયામાં ચા નથી મળતી અને કોંગ્રેસના નેતાઓ કહે છે કે મુંબઇમાં પાંચ રૂપિયામાં ભરપેટ ભોજન મળી જાય છે.

ડો. રમણસિંહ છે, હિન્દુસ્તાનમાં ગરીબો માટે ખાદ્ય સુરક્ષા બીલ લાવવાનું કામ છત્તીસગઢમાં થયું. કોંગ્રેસના લોકો ચૂંટણી સમયે ગામને બે ભાગમાં વહેચી નાખશે, જાતિમાં ઝઘડા કરાવશે, સંપ્રદાયો વચ્ચે લડાઇ કરશે આવું કરે છે, પહેલા આપણે કોંગ્રેસની વાતોમાં આવ્યા હશું, જાતિ, સંપ્રદાયના નામે મત આપ્યા હશે, પરંતુ આજે છત્તીસગઢની જનતા વિકાસ પર મત આપીને જુઓ. આપણો એક જ ધર્મ, સ્વપ્ન, માર્ગ હોવો જોઇએ અને વિકાસ છે.

આપણા પરિવારમાં બાળક 13 વર્ષનું થાય ત્યારે મોટું થવામાં ઘણો સમય લાગે છે. પુત્ર હોય કે પુત્રી, એકવાર 13 વર્ષનો થાય એટલે એટલા ઝડપથી વધવા માંડે છે, 13થી 18 વર્ષની વચ્ચે ઝડપથી આગળ વધવા માંડે છે. પસંદ નાપસંદ કરતા થઇ જાય છે. જે રીતે વ્યક્તિના જીવનમાં 13થી 18નું મહત્વ છે, તેવું જ મહત્વ રાજ્યના જીવનમાં છે, આજે છત્તીસગઢ 13 વર્ષનું છે, હવેની પાંચ વર્ષની સરકાર 13થી 18 વર્ષ વચ્ચેની હશે. તેથી એવી સરકાર બનાવો કે આવનારા 100 વર્ષના વિકાસનો પાયો નંખાઇ જાય. ખેતી, વિજળીના ક્ષેત્રમાં છત્તીસગઢને વિકાસ કર્યો છે. શિક્ષાના ક્ષેત્રમાં પણ છત્તીસગઢમાં સરાહનીય કામ થયું છે.

આપણું જીવન ભલે ગરીબીમાં ગુજર્યું હોય, પરંતુ સંકલ્પ કરો કે તમારા બાળકોને આવી જિંદગી વિરાસતમાં આપવા નથી માગતા. જો તમે ઇચ્છો છો કે તમારા બાળકોનું ભવિષ્ય સારું અને સુખી હોય તો હું તમને વચન આપવા આવ્યો છું કે ડો. રમણસિંહના નેતૃત્વમાં ભાજપ આ કરવા માટે પ્રતિબદ્ધ છે. તેથી તમે મોટી માત્રામાં કમળ પર મતદાન કરો. ભૂલથી પણ પંજાને છત્તીસગઢમાં ધુસવા ના દેતા, નહીંતર કંઇ નહીં બચે.

કોલસો અને ડુંગળી પણ તેમણે નથી છોડી. આ કોંગ્રેસવાળા પહેલા નારો લગાવતા, કોંગ્રેસનો હાથ આમ આદમીનો સાથ, થોડા સમય બાદ હાથ અજમાવવા લાગ્યા અને પછી હાથની સફાઇમાં લાગી ગયા. જ્યારે કોઇ હાથની સફાઇ કરે ત્યારે કંઇ વધતું નથી. તેથી તમે છત્તીસગઢને ક્યારેય એવા હાથોમાં ના આપતા જે છત્તીસગઢને તબાહ કરવા અને દેશને બરબાદ કરવામાં લાગ્યા છે. જો પાંચ વર્ષ ફરી ભાજપને આપશો તો છત્તીસગઢ ગુજરાત કરતા પણ આગળ નીકળી જશે. આ શક્તિ છે છત્તીસગઢમાં છે. તમે સાચા નેતા પંસદ કર્યા છે, તમે ભાજપનું કામ જોયું છે, તેથી આજે તમને કહેવા આવ્યો છું કે કમળ પર બટન દબાવીને ભાજપને વિજયી બનાવો.

English summary
Narendra Modi addresses a Public Meeting at Kanker in Bastar, Chhattisgarh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X