1100 લોકોએ શહીદી વ્હોરી છે, તેમને યાદ કરીને વોટ કરજો: મોદી
કરીમનગર, 22 એપ્રિલ: હાલમાં દેશમાં ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ પૂર જોરમાં ચાલી રહ્યો છે. દરેક પાર્ટીના નેતાઓ લોકો સુધી પહોંચીને તેમને લુભાવવાની કોશીશ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી આખા દેશમાં ફરીને ભારત વિજય રેલીઓ કરી રહ્યા છે. જેના ભાગરૂપે આજે નરેન્દ્ર મોદી આંધ્ર પ્રદેશના કરીમનગરમાં ભારત વિજય રેલીને સંબોધીત કરતા કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.
હું 2009માં કરીમનગરમાં ચૂંટણી અભિયાન માટે આવ્યો હતો. મેં તે સમયે જણાવ્યું હતું કે જો દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનશે તો અમે 100 દિવસમાં તેલંગાણા બનાવી આપીશું. હવે તેલંગાણા બની ગયું છે. નકશામાં સીમાંધ્ર અને તેલંગાણા અલગ તરી આવ્યું છે. નકશામાં રેખા ખેંચાઇ ગઇ છે. પરંતુ હવે તમારા હાથમાં ભાગ્યની રેખા દોરવાનો સમય આવ્યો છે. હવે તેલંગાણાના ભાગ્યનો નિર્ણય કરવાનો સમય આવ્યો છે. હવે તમારે એના માટે વોટિંગ કરવાનું છે કે સારુ તેલંગાણા કોણ બનાવશે. કોના માટે તમારે વોટિંગ કરવાનું છે.
મોદીના ભાષણના મુખ્ય અંશો... અને વીડિયો..

તેલંગાણાએ તેના ભાગ્યનો નિર્ણય કરવાનો છે
હવે તેલંગાણા બની ગયું છે. નકશામાં સીમાંધ્ર અને તેલંગાણા અલગ તરી આવ્યું છે. નકશામાં રેખા ખેંચાઇ ગઇ છે. પરંતુ હવે તમારા હાથમાં ભાગ્યની રેખા દોરવાનો સમય આવ્યો છે. હવે તેલંગાણાના ભાગ્યનો નિર્ણય કરવાનો સમય આવ્યો છે. હવે તમારે એના માટે વોટિંગ કરવાનું છે કે સારુ તેલંગાણા કોણ બનાવશે. કોના માટે તમારે વોટિંગ કરવાનું છે.

1100 લોકો શહિદ થયા
દિલ્હીમાં જે મા-બેટાની સરકાર છે તેમનો વિશ્વાસ કરી શકશો? તેલંગાણા બનાવવા માટે 1100 લોકોએ છાતિમાં ગોળી ખાધી છે. શું તેમનું બલિદાન આટલી જલદી ભૂલાવી દેશો. માતા બહેનોના રૂદનને યાદ કરી તમે મને નક્કી કરો કે શું તેલંગાણામાં કોંગ્રેસ નામના પાપને ઘુસવા દેવું જોઇએ. આટલા વર્ષોથી આપને હેરાન કરવાનું પાપ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે.

કોંગ્રેસ પરિવાર આંધ્રનો સ્વીકાર નહી કરે
ઇતિહાસ આપને ખ્યાલ હશે. દિલ્હીમાં જે સરકાર બેઠી છે તે મા-બેટા આંધ્ર હોય કે તેલંગાણા તેનો ક્યારેય સ્વીકાર નહીં કરી શકે. ઇન્દિરાજીની સરકાર હતી, રાહુલજીના પિતાજી રાજીવ ગાંધી મંત્રી હતા. અને એક દિવસ હૈદરાબાદના એરપોર્ટ પર આંધ્રના દલિત મુખ્યમંત્રી અંજૈયાનું જોરદાર અપમાન કર્યું હતું. બાદમાં ઇન્દિરાજીએ તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

નરસિંમા રાવનું અપમાન
નરસિંમા રાવ કોંગ્રેસના વડાપ્રધાન રહ્યા હતા. માતા-બેટાના મોઢે આપે તેમનું નામ નહીં સાંભળ્યું હોય. એટલું જ નહીં તેમની મૃત્યું તિથિ પર જન્મતિથિ પર ક્યારે તેમના શ્રદ્ધાંજલિ આપવા આ મા-બેટા ગયા નથી. હજી તો આ મા-બેટાને ગુસ્સો છે કે તેલંગાણાએ તેમને ઝૂકાવ્યું છે અમારી સરકાર બનશે તો અમે તેલંગાણાને સબક શીખવાડી દઇશું.

આ સુનામીમાં મા-બેટા બચવાના નથી
તેલંગાણા બની ગયું પરંતુ તેમનો બનાવવાની રીત એવી હતી કે બેટો બચી ગયો પરંતુ માતા મરી ગઇ. હવે તેલંગાણા માતાવિહિન થઇ ગયું છે. તેને પુત્ર જેવો પ્રેમ આપીને મોટું કરે તેવી સરકારની જરૂર છે. હવે દિલ્હીમાં ભાજપની સરકાર બનવાની છે, કોઇ રોકી શકે તેમ નથી. હું દેશભરમાં ફરી રહ્યો છું, સુનામી ચાલી રાહી છે સુનામી. આ સુનામીમાં મા-બેટા બચવાના નથી.

દિલ્હીથી તેલંગાણાને સહકાર મળે તેવું કરવાનું છે
આપે હવે બીજેપી-ટીડીપીના નેતાઓને જીતાડીને દિલ્હીમાં મોકલવા પડશે. જેથી દિલ્હીવાળી સરકાર તેલંગાણાની પણ જવાબદારી ઉઠાવે. આ કામ હું સારી રીતે કરી શકું છું. કારણ કે હું આપના જેવા ઘણા લોકોને હું સુરતમાં ઘણા લોકોનું લાલન પાલન કરી રહ્યો છું, જે મને આવડે છે. પરિવારવાદની રાજનીતિથી બચાવવાનું છે. તેમની પર વિશ્વાસ ના કરતા. આપના સપના મારા છે, જેને પુરા કરવામાં ભાજપની સરકાર કોઇ કસર બાકી નહીં મુકે.

તેલંગાણાએ તેના ભાગ્યનો નિર્ણય કરવાનો છે
હવે તેલંગાણા બની ગયું છે. નકશામાં સીમાંધ્ર અને તેલંગાણા અલગ તરી આવ્યું છે. નકશામાં રેખા ખેંચાઇ ગઇ છે. પરંતુ હવે તમારા હાથમાં ભાગ્યની રેખા દોરવાનો સમય આવ્યો છે. હવે તેલંગાણાના ભાગ્યનો નિર્ણય કરવાનો સમય આવ્યો છે. હવે તમારે એના માટે વોટિંગ કરવાનું છે કે સારુ તેલંગાણા કોણ બનાવશે. કોના માટે તમારે વોટિંગ કરવાનું છે.

1100 લોકો શહિદ થયા
દિલ્હીમાં જે મા-બેટાની સરકાર છે તેમનો વિશ્વાસ કરી શકશો? તેલંગાણા બનાવવા માટે 1100 લોકોએ છાતિમાં ગોળી ખાધી છે. શું તેમનું બલિદાન આટલી જલદી ભૂલાવી દેશો. માતા બહેનોના રૂદનને યાદ કરી તમે મને નક્કી કરો કે શું તેલંગાણામાં કોંગ્રેસ નામના પાપને ઘુસવા દેવું જોઇએ. આટલા વર્ષોથી આપને હેરાન કરવાનું પાપ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે.

કોંગ્રેસ પરિવાર આંધ્રનો સ્વીકાર નહી કરે
ઇતિહાસ આપને ખ્યાલ હશે. દિલ્હીમાં જે સરકાર બેઠી છે તે મા-બેટા આંધ્ર હોય કે તેલંગાણા તેનો ક્યારેય સ્વીકાર નહીં કરી શકે. ઇન્દિરાજીની સરકાર હતી, રાહુલજીના પિતાજી રાજીવ ગાંધી મંત્રી હતા. અને એક દિવસ હૈદરાબાદના એરપોર્ટ પર આંધ્રના દલિત મુખ્યમંત્રી અંજૈયાનું જોરદાર અપમાન કર્યું હતું. બાદમાં ઇન્દિરાજીએ તેમને મુખ્યમંત્રી પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

નરસિંમા રાવનું અપમાન
નરસિંમા રાવ કોંગ્રેસના વડાપ્રધાન રહ્યા હતા. માતા-બેટાના મોઢે આપે તેમનું નામ નહીં સાંભળ્યું હોય. એટલું જ નહીં તેમની મૃત્યું તિથિ પર જન્મતિથિ પર ક્યારે તેમના શ્રદ્ધાંજલિ આપવા આ મા-બેટા ગયા નથી. હજી તો આ મા-બેટાને ગુસ્સો છે કે તેલંગાણાએ તેમને ઝૂકાવ્યું છે અમારી સરકાર બનશે તો અમે તેલંગાણાને સબક શીખવાડી દઇશું.

આ સુનામીમાં મા-બેટા બચવાના નથી
તેલંગાણા બની ગયું પરંતુ તેમનો બનાવવાની રીત એવી હતી કે બેટો બચી ગયો પરંતુ માતા મરી ગઇ. હવે તેલંગાણા માતાવિહિન થઇ ગયું છે. તેને પુત્ર જેવો પ્રેમ આપીને મોટું કરે તેવી સરકારની જરૂર છે. હવે દિલ્હીમાં ભાજપની સરકાર બનવાની છે, કોઇ રોકી શકે તેમ નથી. હું દેશભરમાં ફરી રહ્યો છું, સુનામી ચાલી રાહી છે સુનામી. આ સુનામીમાં મા-બેટા બચવાના નથી.
1100 લોકોએ શહીદી વ્હોરી છે, તેમને યાદ કરીને વોટ કરજો

Click it and Unblock the Notifications