સોલાપુરમાં મોદીના પ્રહાર: દેશને બહેરી-મૂંગી નહીં મજબૂત સરકાર જોઇએ

Google Oneindia Gujarati News

સોલાપુર, 9 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વડોદરામાં પોતાનું ઉમેદવારી પત્ર ભરીને મહારાષ્ટ્રના સાંગલીમાં સભાને સંબોધિત કરી હતી, ત્યારબાદ નરેન્દ્ર મોદી સોલાપુરમાં ભારત વિજય રેલીમાં આવીને સભાને સંબોધી રહ્યા છે. મોદીએ સોલાપુરમાં એનસીપી અને કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા.

મિત્રો મને તમે જણાવો કે સોલાપુરની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં દમ છે કે નહીં અહીના વણકરોમાં દમ છે કે નહીં. છે પરંતુ સુશીલ કુમાર શિંદેને એ વિચાર નથી આવતો કે પોલીસ ડિપાર્ટમેન્ટા કપડાં અહીંના કાપડથી સિવડાવે. જેથી કરીને અહીંના લોકોને રોજગારી મળી રહે. પરંતુ નહીં તેમના મનમાં આવા વિચારો નહીં આવે. તેમના મનમાં તો દિવસ રાત એક જ વસ્તુ ચાલ્યા કરે છે કે મેડમને ખુસ કેવી રીતે રાખે. તેમને દેશભક્તિથી કોઇ લેવાદેવા નથી. મિત્રો હવે દેશને એવા રક્ષકની જરૂર છે જે દેશભક્તિમાં લીન હોય.

નરેન્દ્ર મોદીને સોલાપુરથી સાંભળો વીડિયોમાં...

મોદીના શિંદે પર આકરા પ્રહારો

મોદીના શિંદે પર આકરા પ્રહારો

મિત્રો તમે મને કહો કે કોઇ જગ્યાએ તમે નોકરી કરતા હોવ અને તમને યોગ્ય કામ કરતા ના આવડે તો માલિક તમને નોકરીથી કાઢી મૂકશે. પરંતુ કોંગ્રેસની બાબતમાં એવું નથી, કોંગ્રેસ તો એવા લોકોને જ પ્રમોશન આપે છે જે લોકોને માત્ર હસતા આવડે છે જે લોકોને માત્ર પરિવારની ભક્તિ કરતા આવડતી હોય. કેટલાંક ટાયર એવા હોય છે કે તે ગમેતે કારમાં ફીટ થઇ જાય છે. પરંતુ શિંદેજી હવે સમય બદલાયો છે.

નેતાના ખેડૂતોને અપશબ્દો

નેતાના ખેડૂતોને અપશબ્દો

તમે મને જણાવો કે આઝાદીના 60 વર્ષ બાદ પીવાનું પાણી મળવું જોઇએ કે નહીં? અને જો ના મળ્યું હોય તો તેના માટે કોંગ્રેસ જવાબદાર છે. ખેડૂતોને પાણી નહી મળવા પર તમને ખ્યાલ છે ને કે શરદ પવારના સાલેદારે કેવું નિવેદન આપ્યું હતું? મિત્રો જ્યારે તમે ચૂંટણી કરવા જાવ ત્યારે આ શબ્દો મનમાં રાખીને જજો અને પછી જ્યાં તમારું દિલ કહે ત્યાં વોટ કરી દેજો. જે નેતાઓ તમારા માટે આવા અપશબ્દો બોલે છે તેમને સબક તમારે શીખવાડવો પડશે.

જે વચન તોડે તેની સાથે સંબંધ તોડો

જે વચન તોડે તેની સાથે સંબંધ તોડો

આ કોંગ્રેસ અને એનસીપીના લોકો જનતા રૂપિયાનો હિસાબ આપવો જરૂરી સમજતા નથી. તેમનો અહંકાર સાતમા આસમાને છે. મેડમ સોનિયાજી, સહેજાદેજી શું તમે 2009ની લોકસભા ચૂંટણીમાં મોંઘવારી ઓછી કરવાનું વચન આપ્યું હતું કે નહીં. પરંતુ ઉલટાલી મોંઘવારી વધી છે. તેમણે વચન તોડ્યું છે તેમની સાથે સંબંધ તોડો. એ સમયની માગ છે.

હું તો પેદા જ ગરીબીમાં થયો છું

હું તો પેદા જ ગરીબીમાં થયો છું

મિત્રો જે સોનાની ચમચી લઇને જન્મ્યા હોય તેમને ગરીબી એટલે શું ખબર પડવાની. ઘરમાં જ્યારે ચૂલો ના સળગે તે સોનાની ચમચી લઇને પેદા થયેલા લોકોને શું ખબર પડે. ભાઇઓ અને બહેનો તેમને ગરીબી ખબર નથી. હું તો પેદા જ ગરીબીમાં થયો છું. રેલના ડબ્બામાં ચા વેચતો હતો. જો ક્યારેક કોઇ ગ્રાહકના કપમાં જો ઠંડી ચા આવી જાય તો તે કપ ફેંકી દેતો તો અને એક લાફો પણ મારી દેતો હતો. માટે હું જીવશ તો ગરીબોની ભલાઇ માટે અને મરીશ તો પણ ગરીબોની ભલાઇ માટે.

મને માત્ર 60 મહિના આપીને જુઓ

મને માત્ર 60 મહિના આપીને જુઓ

એક બાજું રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધી, સોનિયા ગાંધીનો સંબંધી રાહુલ ગાંધી નામદાર છે, જ્યારે આ બાજું ગરીબીમાં પેદા થયેલ નરેન્દ્ર મોદી છે. તમારે નામ દાર જોઇએ કે કામદાર જોઇએ છે. હું એક સેવક તરીકે તમારી પાસે આવ્યો છું. આપે તેમને 60 વર્ષ આપ્યા મને માત્ર 60 મહિના આપીને જુઓ.

ખેડૂતો માટે અનોખી સ્કીમ

ખેડૂતો માટે અનોખી સ્કીમ

હમણા હમણાં અમે અમારો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યા બાદ ખેડૂતે જે ખેતી કરવાનો ખર્ચ થાય છે, ખાતર, અંકૂર, વીજળી, વગેરે તેની પર 50 ટકા લાભની કિંમત લગાવીને મીનીમમ સપોર્ટ પ્રાઇઝ નક્કી કરવામાં આવશે. આપના મહારાષ્ટ્રમાં એક અનોખો ટેક્સ છે એલબીટી, આ બીજું કંઇ નથી પંરતુ લૂંટોબાટો ટેક્સ છે.

દેશને હવે બહેરી-મૂંગી સરકારની જરૂર નથી

દેશને હવે બહેરી-મૂંગી સરકારની જરૂર નથી

શહજાદા કહે છે કે દેશને એક ચોકીદારની નહીં પરંતુ કરોડો ચોકીદારની જરૂર છે. તમારા અશોક ચૌહાણ રક્ષકના મકાન લઇ ગયા તે પણ ચોકીદાર હશે શું? શહેજાદાની યોજના એવી છે કે દૂધની રખેવાળી બિલાડીને કરવા માટે આપવાની વાત કરે છે. શું આ રીતે તમારી તિજોરી સલામત રહેશે શું? હવે દેશને બહેરી-મૂંગી સરકાર નહીં પરંતુ મજબૂત સરકારની જરૂર છે. માટે હું તમને વિશ્વાસ આપવા આવ્યો છું કે તમે કોંગ્રેસને 60 વર્ષ આપ્યા આ સેવકને માત્ર 60 મહીના આપીને જુઓ હું તમારા સપના ચોક્કસ પૂરા કરીશ.

સોલાપુરમાં મોદીના પ્રહાર: દેશને બહેરી-મૂંગી નહીં મજબૂત સરકાર જોઇએ

સોલાપુરમાં મોદીના પ્રહાર: દેશને બહેરી-મૂંગી નહીં મજબૂત સરકાર જોઇએ

English summary
Narendra Modi addressing "Bharat Vijay" Rally in Solapur, Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X