• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોંગ્રેસને એવું છે કે મોદી પર પ્રહારો કરવાથી આપણું કામ થઇ જશે : મોદી

|

નવી દિલ્હી, 30 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડા પ્રધાનના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલમાં નવી દિલ્હી ખાતે વિધાનસભાની ચૂંટણીના પગલે ભાજપના ઉમેદવારોને જીતાડવા માટે મોદી અત્રે રેલીઓનું સંબોધન કરી રહ્યા છે. આજે નરેન્દ્ર મોદી દિલ્હીમાં ત્રણ રેલીઓને સંબોધવાના છે. નરેન્દ્ર મોદી પહેલા પૂર્વ દિલ્હીના શાહદરામાં ચૂંટણી સભાને સંબોધી હતી, જેમાં તેમણે કેન્દ્ર અને દિલ્હીની કોંગ્રેસ સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. આ સભામાં નીતિન ગડકરી અને અરૂણ જેટલી પણ આ રેલીમાં ઉપસ્થિત હતા.

અરૂણ જેટલીનું નિવેદન:

અરૂણ જેટલીએ પોતાના સંક્ષિપ્ત ભાષણમાં લોકોને ભાજપને જીતાડવા માટે આહ્વાન કર્યું હતું. અને તેમણે જણાવ્યું હતું કે 2 તારીકે વોટિંગ કરીને તમે અમારા ઉમેદવારોને જીતાડી દેશો અને દિલ્હીમાં અમારી સરકાર બનશે. ત્યારબાદ 8 તારીખ પછીથી અમે મોદીજીને વડાપ્રધાન બનાવવાના અભિયાનની શરૂઆત કરી દઇશું.

ડૉ. હર્ષવર્ધનનું નિવેદન:

દિલ્હીમાં ભાજપ તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર ડૉ. હર્ષવર્ધને પણ દિલ્હીની કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હર્ષવર્ધને દિલ્હીમાં બનેલી બળાત્કારની ઘટના થકી કોંગ્રેસને ભીંસમાં લીધી હતી. દિલ્હીમાં થયેલા કૌભાંડ મુદ્દે તેમણે શીલા દીક્ષિતની સરકાર પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે અમારી સરાકર જનતાના નેતૃત્વમાં ચાલશે અને અમે મોંઘવારી ઓછી કરીને બતાવીશું.

નરેન્દ્ર મોદીનું નિવેદન:

મિત્રો હું ઘણા દિવસોથી ચૂંટણી અભિયાન માટે મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન ફર્યો છું. હંમેશા ચૂંટણી ઉમેદવાર અને પાર્ટીઓ લડતી હોય છે. પરંતુ આ વખતે મેં જોયું છે, ચૂંટણી લોકો જાતે લડી રહ્યા છે. રાજનેતાઓએ પોતાની વાત લોકો પાસે જઇને કરવાની હોય છે. પાઇ પાઇની હીસાબ આપવો જોઇએ. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ રેલીઓ કાઢીને લોકોને હિસાબ આપવા નીકળ્યા હતા. પરંતુ રાજસ્થાન અને દિલ્હીના શહેનશાહોનો અહંકાર સાતમાં આસમાને છે.

અહીની સરકાર તમારી પાસે આવીને હિસાબ આપવાની તેમની તાકાત નથી. તેઓ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં જઇને લોકોની આંખોમાં ધૂળ નાખી આવે છે. પરંતુ કોંગ્રેસના નેતાઓ અહીં દિલ્હીની જનતાની આંખમાં આંખ મેળવવાથી ડરે છે. કારણ કે દિલ્હીની જનતા તેમને ઓળખી ગઇ છે એટલે તેમની હિમ્મત નથી અહીં આવવાની.

કોંગ્રેસની પાસે એક ટોળી છે, તેઓ ઝંડા લઇને નથી નીકળતા. કોંગ્રેસ પર પ્રહાર કરીશું તો તેઓ મીડિયાની સામે આવશે અને મોદી સામે પ્રહારો કર્યા કરશે. તેમને બે વાતનો અણસાર આવી ગયો છે કે હવે કેન્દ્રમાં ભાજપની સરકાર આવવાની છે, ચલો તે સારી વાત છે. જ્યારે કેટલાંકને એવું લાગે છે કે મોદી પર પ્રહાર કરતા રહો તો કોંગ્રેસનું કામ થઇ જશે.

મિત્રો જ્યારે મોરારજી દેસાઇની સરકાર હતી, અટલજીની સરકાર હતી ત્યારે દેશમાં મોંઘવારી નથી વધી, પરંતુ જ્યારે જ્યારે કોંગ્રેસની સરકાર કેન્દ્રમાં આવી છે ત્યારે ત્યારે દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે.

મિત્રો તમે મને જણાવો કે જો બિહાર અને ઉત્તર પ્રદેશનો 60 વર્ષોમાં વિકાસ થયો હોત તો ત્યાના નવજુવાનોએ તેમનું રાજ્ય છોડીને દિલ્હીમાં આવવું પડતું? મિત્રો મારા ગુજરાતની વાત કરીએ તો સુરતમાં પહેલા પાંચ લાખની વસ્તી હતી, અત્યારે તે પચાસ લાખ લોકોની વસ્તીનું શહેર થઇ ગયું છે. બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશાથી લોકો ત્યાં આવીને વસ્યા છે. છતાં ભારતના સૌથી સુંદર શહેર તરીકે ભારત સરકારે તેને પુરસ્કાર આપ્યું છે. શું મહેમાનોની સેવા ના કરી શકાય, મહેમાનનવાજી ના કરી શકાય?

મિત્રો હમણા એક બુદ્ધિશાળી કેન્દ્રીય મંત્રીએ એવું કહ્યું કે પહેલા ગરીબ સૂકી શબ્જી ખાતો હતો, અને હવે ગરીબ બે બે શબ્જી ખાતો થયો છે માટે મોંઘવારીમાં વધારો થયો છે. તેઓ આવી ભાષા બોલે છે. મિત્રો શું આ ગરીબનું અપમાન છે કે નહીં.

મિત્રો આપણા વડાપ્રધાન એક અર્થશાસ્ત્રી છે અને તેઓ પ્લાનિંગ કમિશનના સભ્ય છે, તેઓ કહે છે કે રોજના 26 રૂપિયા ખર્ચ કરે છે તો તે ગરીબની શ્રેણીમાં ના આવે. 26 રૂપિયામાં બે કપ ચા ના મળે, મને ચ્હાવાળાની ચિંતા વધારે રહે છે. અરે 26 રૂપિયામાં 300 ગ્રામ ડૂંગળી પણ ના આવે. એક કેન્દ્રીય મંત્રીએ તો એક કહી દીધું હતું કે શું શાભાજીઓ વેચવાનું કામ તો કંઇ અમારું છે. અને હવે ચૂંટણી આવતા જ તેમની મુખ્યમંત્રી ડુંગળી વેચી રહ્યા હતા. ચૂંટણી પંચે શા માટે મદદ કરી મને ખ્યાલ નથી, કોઇ ગમે તેટલી મદદ કરી લે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકારને એ અણસાર આવી ગયો છે કે હવે દિલ્હીમાં ભાજપની જ સરકાર બનવાની છે.

મિત્રો સૌથી વધારે સમસ્યાવાળો વિસ્તાર કયો છે, આ યમુના પારનો વિસ્તાર છે. છે કે નહીં. આ વખતે કોંગ્રેસને દિલ્હીમાં ઘૂસવા ના દેતા, પછી જુઓ સૌથી વધારે યમુના વિસ્તારનો વિકાસ થશે. મિત્રો આ કોંગ્રેસની સરકારે પોતાના કૌભાંડો થકી અને કચરા થકી યમુના નદીને અપવિત્ર કરી દીધી છે, તમે તેને દિલ્હીની બહાર ફેંકી દો.

આ કોંગ્રેસ પાર્ટીવાળા એવું જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે કે દિલ્હી સરકાર ગુજરાત કરતા પણ ઓછા ભાવે વીજળી આપી રહી છે. ગુજરાતમાં 30 યુનિટ સુધી વીજળી દોઢ રૂપિયામાં આપવામાં આવે છે, જ્યારે દિલ્હીમાં 30 યુનિટવાળાને પણ 3 રૂપિયા 90 પૈસા આપવા પડે છે. અહીં 200 યુનિટ ઉપરનો ભાવ છે 5 રૂપિયા 80 પૈસા જ્યારે ગુજરાતમાં તેનો ભાવ છે 4 રૂપિયા 57 પૈસા. હવે તમે જ કહો કે કોણ મોઘી અને કોણ સસ્તી વીજળી આપે છે. કોમર્સીયલમાં પાવર ટેરિફ જુઓ, દિલ્હીમાં વીજળીનો ભાવ છે, 6. 40 પૈસાથી લઇને 9 રૂપિયા 27 પૈસા થાય છે એવરેજ કાઢીએ તો 8 રૂપિયા 41 પૈસા થાય છે. જ્યારે ગુજરાતની વાત કરીએ તો એવરેજ છે 4.5 રૂપિયા છે. હવે શીલાજી તમારે ખેડૂતોને તો વીજળી આપવાની નથી હોતી. માટે તમારી પર ખેડૂતોને વીજળી આપવાનો કોઇ બોઝો તો હોતો નથી. અમે ખેડૂતોને વીજળી સસ્તી આપવા માટે 4 કરોડ રૂપિયા જેટલી સબસિડી ચૂકવીએ છીએ.

મિત્રો દિલ્હી સરકારને સુશાસનમાં વિશ્વાસ જ નથી. મિત્રો અમે ગુજરાતમાં વનડે ઇ-ગવર્નન્સનું એક અભિયાન શરૂ કર્યું છે. 1 હજારથી વધારે છોકરા છોકરીઓ કમ્પ્યુટર બેસીને કામ કરે છે. તમારે કોઇપણ નાની સમસ્યા હોય તો તમે તેમને પરબિડિયું આપીને જતા રહો તમારી સમસ્યાનું નિરાકરણ થઇ જાય છે. અમે આવી વનડે વ્યવસ્થા ઉભી કરી છે.

નરેન્દ્ર મોદીએ કોરીયાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે કમિટિ તેને ઓલિમ્પિકનું હોસ્ટિંગ આપવા માટે ખચકાઇ રહી હતી, પરંતુ જ્યારે તેમને તેનું હોસ્ટિંગ કર્યું ત્યારે આખી દુનિયાને તેમનું શક્તિ પ્રદર્શન કરી બતાવી દીધું. મિત્રો આપણને પણ કોમવેલ્થનું આયોજન કરવાની તક મળી હતી પરંતુ આપણા નેતાઓએ કૌભાંડ કરીને દેશનું નામ બોળી નાખ્યું.

સાંભળો નરેન્દ્ર મોદીને સાંભળો વીડિયોમાં:

English summary
Narendra Modi addressing a gathering at Shahdara, Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more