For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનો સવાલ, ‘પીએમને નોનસેન્સ કહેવાનું પાપ કોણે કર્યું‘

|
Google Oneindia Gujarati News

ગુના, 18 નવેમ્બરઃ ગુજરાતનાં મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા આજે મધ્ય પ્રદેશમાં ચૂંટણી રેલી સંબોધવામાં આવી રહી છે. હાલ તેઓ ગુનામાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને રેલીને સંબોધી હતી. તેમણે કોંગ્રેસ, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને વડાપ્રધાન મનમોહન સિંહ પર આકરા પ્રહારો કર્યા હતા અને વડા પ્રધાનને પ્રશ્ન પૂછ્યો હતો કે, પીએમને નોનસેન્સ કહેવાનું પાપ કોણે કર્યું?

આ તકે તેમણે કહ્યું કે, ચૂંટણી આવે ત્યારે એક શબ્દનો ઉપયોગ થાય છે, એન્ટી ઇનકબન્સી. હું સતત ચૂંટણીનું બારિકાઇથી અધ્યયન કરું છું. જ્યાં જ્યાં ભાજપને કામ કરવાની તક મળી છે, ત્યાં બધા જ માપદંડ બદલાઇ ગયા છે અને એન્ટી ઇનકબન્સી નહીં પ્રો ઇનકબન્સી જોવા મળી રહી છે. બીજી વાર સરકાર રચવા માટે વોટ.

આ દેશમાં 50 વર્ષ સુધી જેટલી ચૂંટણી થઇ તે ટૂકડા ફેંકો મત મેળવો એવી રીતે કરવામાં આવતી હતી. ભાગલા પાડવા એ કોંગ્રેસના લોહીમાં છે. પહેલા દેશને વહેચ્યો, સંપ્રદાયોના વહેચ્યા, ભારત એક દેશ છે, વિવિધતામાં એકતાથી ભરેલો દેશ છે, ત્યાં એકતાની વાત કરવાના બદલે કોંગ્રેસે સંપ્રદાયોના ગીત ગાયા, જાતીઓના ગીત ગાયા, ભિન્ન ભિન્ન જાતીઓમાંથી પોતાની વોટ બેંક બનાવવા માટે જાતીઓની જુગલબંદી કરી, એક ભાષાને બીજી ભાષા સાથે ઉભી કરી દીધી, ગામડા વહેચી નાંખ્યા.

તોડવાની નહીં જોડવાની રાજનીતિ કરવી પડશે

તોડવાની નહીં જોડવાની રાજનીતિ કરવી પડશે

ભાગલા પાડનારાઓએ ઘણા દિવસ દેશને ચલાવી લીધો છે, એવું ઝેર આપ્યું છે કે દેશને ઉભા થવા માટે પરસેવો પાડવો પડી રહ્યો છે. 21મી સદી ભારતની સદી રહે તે જવાબદારી આપણી છે. સ્વામી વિવેકાનંદે સ્વપ્ન જોયું હતું કે, ભારત વિશ્વ ગુરુ, જગતગુરુ બને અને આવું કરવું છે તો દેશમાં જોડવાની રાજનીતિ કરવી પડશે. તોડવાની રાજનીતિનો યુગ સમાપ્ત કરવો પડશે. ઘણું બધું તોડ્યું, હવે આ દેશ વધારે સહન કરી શકે તેમ નથી.

કોંગ્રેસે સત્તા ઝેર હોવાની હવા ફેલાવી છે

કોંગ્રેસે સત્તા ઝેર હોવાની હવા ફેલાવી છે

તમે જોયું હશે કે કેટલાક ગામો એવા હશે, ત્યાં એક ઇમારત હોય છે અને એવી હવા ફેલાય જાય છે કે આ ભૂત બંગલા છે, ત્યાં કોઇ જાતું નથી. તેવી જ રીતે કોંગ્રેસ પાર્ટીએ હવા ફેલાવી દીધી છે. ખાસ કરીને એક પરિવારે એક હવા ફેલાવીને રાખી છે, તેઓ કહે છે કે સત્તા એ તો ઝેર છે. જો કોઇ આ ઝેરને ચાખશે, મોતને આમંત્રિત કરશે. તે જીવીત નહીં રહે. તેથી દેશનો સામાન્ય માનવી ડરી રહ્યો છે. આ શા માટે ચલાવવામાં આવી રહ્યું છે, કારણ કે, તેમની પોતાની માલિકી બની રહે. એવું ઝેર ફેલાવ્યું છે કે સામાન્ય માનવી સત્તાના સ્વપ્ન જોતા ગભરાય છે. જે લોકો સત્તાને ઝેર કહે છે તે જ સત્તા છોડવા તૈયાર નથી, તેમને ઓળખવાની જરૂર છે.

હિન્દુસ્તાન 65 ટકા નવયુવાનોનો દેશ

હિન્દુસ્તાન 65 ટકા નવયુવાનોનો દેશ

આ ચૂંટણી વિકાસના નામે લડાવી જોઇએ. બિરાદરી, સંપ્રદાય, જાતિવાદ, વિસ્તારના નામે થવી ના જોઇએ. આપણે વિકાસના મુદ્દે ચૂંટણી લડવાની છે. વિકાસ વગર આ દેશનું કોઇ ભવિષ્ય નથી. હિન્દુસ્તાન 65 ટકા નવયુવાનોનો દેશ છે. દરેક યુવાન પાસે અદમ્ય ઇચ્છા છે. જો આપણો આ નવયુવાનને અવસર મળે તો, રોજગારી મળે, કામ કરવાની તક મળે તો હું વિશ્વાસ સાથે કહું છું કે આપણા દેશનો નવયુવાન આ દેશના ભાગ્યને બદલી શકે છે.

કોંગ્રેસના નેતા વાયદા કરવામાં ઘણા મહેર

કોંગ્રેસના નેતા વાયદા કરવામાં ઘણા મહેર

જ્યારે ચૂંટણી આવે છે. કોંગ્રેસના નેતા વાયદા કરવામાં ઘણા મહેર હોય છે. એવા વાયદા કરે છે, જેની કલ્પના તમે ના કરી શકો. આ લોકો તો એમ પણ કહીં શકે છે, અમારી સરકાર આવશે તો અમે ચંદ્રની યાત્રા કરાવીશું. મંગલયાન પર લઇ જઇશું. ધડ અને માથા વગરની વાતો કરી રહ્યાં છે.

નવયુવાનના ભાગ્ય સાથે રમે તેમને માફ કરવા જોઇએ નહીં

નવયુવાનના ભાગ્ય સાથે રમે તેમને માફ કરવા જોઇએ નહીં

કોંગ્રેસ દ્વારા 100 દિવસમાં મોંઘવારી ઓછી કરવાનું કહ્યું હતું, નવયુવાનોને રોજગારી આપવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હજું સુધી એ દિશામાં કોઇ પગલા ભર્યા નથી. જે લોકો હિન્દુસ્તાનના નવયુવાનના ભાગ્ય સાથે રમે, રાજકીય હથકંડાનું સાધન બનાવી દે, તેમને માફ કરવા જોઇએ નહીં.
પીએમને નોનસેન્સ કહેવાનું પાપ કોણે કર્યું?

વડાપ્રધાન ઘણી ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે

વડાપ્રધાન ઘણી ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે

હાલના દિવસોમાં વડાપ્રધાન ઘણી ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે. તેમણે કાલે ભાષણ કર્યું અને કહ્યું કે, રાજકારણની ચર્ચાનું સ્તર ઘણું નીચે જઇ રહ્યું છે. અને વિપક્ષના લોકો તેને નીચે લઇ જઇ રહ્યાં છે. આજે હું અહીંથી પૂછવા માગુ છું કે, વડાપ્રધાન પદની ગરીમાને નીચે લઇ જવાનું પાપ કોણે કર્યું, વડા પ્રધાનજી આ કામ ભાજપે નથી કર્યું, તમે જ્યારે અમેરિકામાં હતા ત્યારે જે પાર્ટીએ તમને વડાપ્રધાન બનાવ્યા છે, એ પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે દેશવાસીઓની સામે આવીને કહ્યું કે, વડાપ્રધાને જે નિર્ણય કર્યો તે નોન્સેન્સ છે. તેમને નોનસેન્સ કહેવાનું પાપ કોણે કર્યું હતું.

બની શકે કે બીજા દેશોમાં ચોરી નહીં થતી હોય

બની શકે કે બીજા દેશોમાં ચોરી નહીં થતી હોય

વડા પ્રધાનજી ગત સંસદમાં તમે ઘણા દુખી થઇ ગયા હતા, ગુસ્સામાં આવી ગયા હતા અને તમે રડતાં રડતાં થઇ ગયા હતા કે, શું વિશ્વના કોઇ દેશમાં વિપક્ષમાં બેસેલા લોકો ચોર ચોરના નારા લગાવે છે ખરા. અન્ય દેશોમાં નહીં લગાવતા હોય, બની શકે કે ત્યાં ચોરી નહીં થતી હોય. સંસદમાં કોઇ ચોર ચોરના નારા લગાવે, ત્યારે તમને દુખ અને પીડા થાય છે. તમારી પાર્ટીના નેતા, આ જ જિલ્લાના તમારા નેતા ખોટુ બોલવાની મેન્યુફેક્ચરિંગ કરતી ફેક્ટરી બનાવે છે.

ભાજપ પર આરોપ લગાવો ત્યારે રાજકારણનું સ્તર ઉપર જાય છે?

ભાજપ પર આરોપ લગાવો ત્યારે રાજકારણનું સ્તર ઉપર જાય છે?

તમે અમારા પર આવા આરોપ લગાવો છો ત્યારે તમારી ચૂંટણી ડીબેટનું સ્તર ઉપર જાય છે. હું સહેજાદાને કહેવા માગું છું, તમે કહ્યું કે અેમ ચોરી છીએ, તમે જે આરોપ લગાવ્યો તે અમે સ્વકારીએ છીએ, અમે ચોરી કરી છે પરંતુ અમે કોંગ્રેસની ઉંઘ ચોરી છે. કોંગ્રેસના નેતાઓને ઉંઘ નથી આવતી, એવી આંધી આવી છે કે તેઓ રાત્રે વિચારે છે કે, 2014ના જૂનમાં શું થશે, ક્યાં રહેવું પડશે.

ચોકીદાર બનીશ, દિલ્હીમાં કોઇ પંજાને નહીં પડવા દઉ

ચોકીદાર બનીશ, દિલ્હીમાં કોઇ પંજાને નહીં પડવા દઉ

તેમણે કહ્યું કે, આજે પૈસા આવે છે જે મોદી કે પછી શિવરાજ સિંહજી વિકાસની પાછળ ખર્ચે છે, તે કોઇના પાકેટમાંથી નથી આવતા પરંતુ એ આ દેશની જનતા છે. અહીં કોંગ્રેસના નેતા મેડમ અને સહેજાદા આવે છે ત્યારે કહે છે કે, અમે મધ્ય પ્રદેશને આટલા પૈસા આપ્યા, પરંતુ તેમને જઇને પૂછો કે આ પૈસા તેઓ ક્યાંથી લાવ્યા, આ પૈસા તો આ જનતાના જ છે, અને તેના પર જનતાનો અધિકાર છે. 2014માં દિલ્હીમાં અમારી સરકાર બનશે તો અમે ત્યાં પણ ચોકિદારી કરીશું અને દેશની તિજોરી પર કોઇ પંજો હું નહીં પડવા દઉં એ વચન આપું છું.

 ગરીબો માટે કામ કરનારા રાજ્યમાં કોંગ્રેસનું એક નહીં

ગરીબો માટે કામ કરનારા રાજ્યમાં કોંગ્રેસનું એક નહીં

આ કોંગ્રેસના નેતા ગરીબીના નામે મત માગી રહ્યાં છે. દરેક સરકારે આ કાર્યક્રમને લાગુ રાખ્યું છે. દર ત્રણ મહિને તેના લેખા જોખા થાય છે કે ગરીબોની ભલાઇ માટે કોણે સારું કામ કર્યું. ભારત સરકાર તેનો અહેવાલ રજુ કરે છે. છેલ્લા 10 વર્ષમાં ગરીબોની ભલાઇ માટે સારું કામ કરનારા પહેલાં પાંચ રાજ્યો છે, એ કા તો ભાજપની સરકાર છે અથવા તો એનડીએની સરકાર છે. પહેલાં પાંચમાં છેલ્લા દસ વર્ષમાં ગરીબોના ભલાઇના કામમાં કોંગ્રેસની એકપણ સરકાર નથી આવી. એકવાર અમારી મુખ્યમંત્રીઓની બેઠકમાં મે પીએમને કહીં દીધું. તેમને કોંગ્રેસના રાજ્યોને સલાહ આપવાની હતી, પરંતુ તેમણે તેમ ના કર્યું, તેમણે દર છ મહીને પરિણામ આપતા હતા, તે આપવાનું બંધ કરી દીધું. તેમને સુધારો કરવાની ચિંતા જ નથી.

કોંગ્રેસે 45 વર્ષમાં ના કર્યું તે શિવરાજ સિંહે 10 વર્ષમાં કર્યું

કોંગ્રેસે 45 વર્ષમાં ના કર્યું તે શિવરાજ સિંહે 10 વર્ષમાં કર્યું

મધ્ય પ્રદેશમાં 45 વર્ષ સુધી કોંગ્રેસે રાજ્ય કર્યું, અને શિવરાજ સિંહે 10 વર્ષમાં સિંચાઇ ક્ષેત્રમાં શું કામ કર્યું. પહેલાં 16 લાખ ટન અન્ન ઉત્પાદન થતું હતું, પરંતુ આજે શિવરાજ સિંહ આવ્યા બાદ 230 લાખ ટન અન્નનું ઉત્પાદન થયું છે. 42 લાખ ટન ઘંઉ પેદા થતું, શિવરાજ સિંહના શાસનમાં 130 લાખ ટન ઘંઉ પેદા થયું છે, તેના કારણે પૈસા આવ્યા અને ગરીબી સામે લડવાની તાકાત આવી છે. દૂધનુ ઉત્પાદન પહેલા 50 55 લાખ હતું, તે 90 લાખે પહોંચી ગયું છે. વિજળીની વાત કરીએ તો, મધ્યપ્રદેશમાં પહેલા વિજળીનો કાપ ઘણો હતો, પરંતુ અટલ જ્યોતી યોજના હેઠળ શિવારજ સિંહએ મધ્ય પ્રદેશના ગામેગામ વિજળી પહોંચાડી છે.

.. તો શિવારજ સિંહની તોલે કોઇ ના આવે

.. તો શિવારજ સિંહની તોલે કોઇ ના આવે

જો વિકાસના મુદ્દે ચૂંટણી લડવામાં આવે તો શિવરાજ સિંહ સામે કોંગ્રેસનો કોઇ નેતા ઉભો રહી શકે તેમ નથી. ભાજપનો એક જ મંત્ર છે, વિકાસ. અહંકારવાદ, જાતિવાદમાં આપણે દેશને ખોઇ નાખ્યો છે, હવે આપણે નવયુવાનોના જીવનમાં બદલાવ લાવે તેવી સરકાર જોઇએ છે.

English summary
Narendra Modi addressing a Public Meeting in Guna, Madhya Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X