નરેન્દ્ર મોદીના પોખરણમાં કોંગ્રેસ પર શબ્દ'વિસ્ફોટ'
પોખરણ, 29 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલમાં પોતાની પાર્ટી માટે રાજસ્થાનમાં ચૂંટણી સભાઓ સંબોધી રહ્યા છે. પ્રચારનો આજે છેલ્લો દિવસ હોવાથી ભારતીય જનતા પાર્ટી રાજસ્થાનમાં પોતાનો ભરપૂર પ્રચાર કરશે. નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં બે રેલીને સંબોધશે. જોકે મોદીની સુમેરપુર ખાતેની એક રેલી કોઇ કારણોસર રદ કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ પોખરણની રેલીને સંબોધી હતી, જેમાં ઉમટેલી હજારોની જનમેદનીનું તેમણે અભિવાદન કર્યુ હતું.
નરેન્દ્ર મોદીનું નિવેદન:
મિત્રો ભાજપની એવું વાવાઝોડું નીકળી પડ્યું છે કે તેમાં કોંગ્રેસ બચવાનું નથી. આ વાવાઝોડું ધીરેધીરે આખા દેશમાં પહોંચશે અને દેશમાંથી કોંગ્રેસને ઉખાડી ફેંકશે.
મિત્રો આ પોખરણ, જેસલમેર, માડબેર એ માત્ર રણ નથી પરંતુ એ આપણા દેશની શક્તિભૂમિ છે. પોખરણ આપણા દેશની શક્તિ ભૂમિ બનેલું છે. આખુ વિશ્વ પોખરણને ઓળખે છે. અટલજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમના નેતૃત્વમાં વૈજ્ઞાનિકોએ અહીં અણુવિસ્ફોટ કર્યો, ત્યારે આખા વિશ્વએ ભારતની શક્તિને પારખી હતી. ત્યારે કોંગ્રેસે સાચુ કહ્યું કે આ તો વૈજ્ઞાનિકોનું પરાક્રમ હતું. પરંતુ પહેલા અણુ વિસ્ફોટ બાદ આખી દુનિયાએ દેશને અલગ કરી દેવામાં આવ્યું અને આર્થિક સંકટ આવી પડ્યું. કોઇ ઢીલું ઢાલું હોત તો ડરી જતા. પરંતુ અટલજી બીજી જ માટીના બનેલા હતા, અને તેઓ ડર્યા વગર અને 48 કલાકમાં જ તેમણે બીજો વિસ્ફોટ કરીને દુનિયાને બતાવી દીધું કે અમે ડરવાના નથી અને ઝૂકવાના નથી.
પરંતુ આનો જશ અહીના નાગરીકોને જાય છે. મિત્રો અણુ વિસ્ફોટ શાંતિપૂર્વક નથી થતો. મહિનાઓથી તેની તૈયારીઓ કરવામાં આવે છે. લોકો આવે છે જાય છે. પરંતુ અહીના નાગરિકોની શક્તિ જુઓ કે તેમણે શાંત રહ્યા અને આ વિસ્ફોટ થવા દીધો અને અમેરિકા જોતુ રહી ગયું કે આ કેવી રીતે ભારતે કરી નાખ્યું. માટે હું અહીની બળવાન પ્રજાને અભિનંદન આપું છું.

નરેન્દ્ર મોદીએ પોખરણમાં સભાને સંબોધી
મિત્રો આ પોખરણ, જેસલમેર, માડબેર એ માત્ર રણ નથી પરંતુ એ આપણા દેશની શક્તિભૂમિ છે. પોખરણ આપણા દેશની શક્તિ ભૂમિ બનેલું છે.

નરેન્દ્ર મોદીએ પોખરણમાં સભાને સંબોધી
આખુ વિશ્વ પોખરણને ઓળખે છે. અટલજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમના નેતૃત્વમાં વૈજ્ઞાનિકોએ અહીં અણુવિસ્ફોટ કર્યો, ત્યારે આખા વિશ્વએ ભારતની શક્તિને પારખી હતી. ત્યારે કોંગ્રેસે સાચુ કહ્યું કે આ તો વૈજ્ઞાનિકોનું પરાક્રમ હતું.

નરેન્દ્ર મોદીએ પોખરણમાં સભાને સંબોધી
પહેલા અણુ વિસ્ફોટ બાદ આખી દુનિયાએ દેશને અલગ કરી દેવામાં આવ્યું અને આર્થિક સંકટ આવી પડ્યું. કોઇ ઢીલું ઢાલું હોત તો ડરી જતા.

નરેન્દ્ર મોદીએ પોખરણમાં સભાને સંબોધી
અટલજી બીજી જ માટીના બનેલા હતા, અને તેઓ ડર્યા વગર અને 48 કલાકમાં જ તેમણે બીજો વિસ્ફોટ કરીને દુનિયાને બતાવી દીધું કે અમે ડરવાના નથી અને ઝૂકવાના નથી.

નરેન્દ્ર મોદીએ પોખરણમાં સભાને સંબોધી
મિત્રો અણુ વિસ્ફોટ શાંતિપૂર્વક નથી થતો. મહિનાઓથી તેની તૈયારીઓ કરવામાં આવે છે. લોકો આવે છે જાય છે.

નરેન્દ્ર મોદીએ પોખરણમાં સભાને સંબોધી
અહીના નાગરિકોની શક્તિ જુઓ કે તેમણે શાંત રહ્યા અને આ વિસ્ફોટ થવા દીધો અને અમેરિકા જોતુ રહી ગયું કે આ કેવી રીતે ભારતે કરી નાખ્યું. માટે હું અહીની બળવાન પ્રજાને અભિનંદન આપું છું.

નરેન્દ્ર મોદીએ પોખરણમાં સભાને સંબોધી
મિત્રો આ કોંગ્રેસ પાર્ટીના નેતા, મેડમ સોનિયાજી, સહેદાજાજી એમ કહે છે કે આ લોકોની જમીન પડાવી લે છે. હું જેસલમેરની પ્રજાને પૂછવા માગું છું કે તમારી લાખો એકર જમીન કોણ પડાવી ગયું.

નરેન્દ્ર મોદીએ પોખરણમાં સભાને સંબોધી
મોદીએ કહ્યું કે ચોર જ્યારે ઘરમાં જ બેઠો હોય તો શું કરવું. મિત્રો અહીં ભાજપની સરકાર બનશે અને 2014માં દિલ્હીમાં પણ ભાજપની સરકાર બનશે અને અહી હું તમને વચન આપવા આવ્યો છું કે એક એક ઇંચ જમીન પાછી લાવવામાં આવશે.

નરેન્દ્ર મોદીએ પોખરણમાં સભાને સંબોધી
અમારા કચ્છમાં પીવાનું પાણી પણ ન્હોતું. આજે પણ અત્રે સીમા પર જે સેનાના જવાનો છે તેમને પાણી પહોંચાડવા માટે ઊંટની મદદ લેવમાં આવી હતી.

નરેન્દ્ર મોદીએ પોખરણમાં સભાને સંબોધી
અમે નર્મદા નદીથી પાઇપલાઇન દ્વારા સરહદ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું. અને તેની સાથે સાથે 9 હજાર ગામોને પાણી પહોંચાડવામાં આવ્યું. શું મિત્રો આ કામ અહીં ના થઇ શકે?

નરેન્દ્ર મોદીએ પોખરણમાં સભાને સંબોધી
અટલજીએ નદીઓને જોડવાનું સપનું જોયું હતું, જો તેઓ વધુ પાંચ વર્ષ રહ્યા હોત આજે જેસલમેર પાણીથી લબાલબ હોત. મિત્રો અહીના ખેડૂતોને જો પાણી મળે તો તેઓ માટીમાંથી પણ સોનું ઊંગાડીને દેશની ઝોળી ભરી શકે તેમ છે.

નરેન્દ્ર મોદીએ પોખરણમાં સભાને સંબોધી
મિત્રો આ કોંગ્રેસ માત્ર વોટ બેંકની જ રાજનીતિ કરવામાં મસ્ત છે. મિત્રો આપ મને જણાવો કે અહીંના જવાનો પાસે સેનામાં ભર્તી થવા સિવાય બીજી કોઇ તક છે ખરી? તે સારું શિક્ષણ મેળવીને આગળ વધવા માગે છે.

નરેન્દ્ર મોદીએ પોખરણમાં સભાને સંબોધી
આજે આખા હિન્દુસ્તાનમાં ઓછામાં ઓછા બેરોજગાર હોય તો તે ગુજરાત છે. અહીના કોઇ પરિવાર નહીં હોય જેમના છોકરા કે પરિવાર મારા ગુજરાતમાં ના રહેતા હોય. એનું કારણ છે વિકાસ. જો આ કોંગ્રેસ સરકારે વિકાસ કર્યો હોત તો દિકરાએ માતા-પિતાને છોડીને જવું ના પડતું.

નરેન્દ્ર મોદીએ પોખરણમાં સભાને સંબોધી
મિત્રો પતંગ ગુજરાતમાં છે. અમારા મુસલમાન ભાઇઓ પતંગ બનાવે છે. પહેલા એ ધંધો ઓછો હતો. પરંતુ અમે એમને પ્રોત્સાહન આપ્યું અને આજે ગુજરાતમાં મારા મુસલમાન ભાઇઓ સરળતાથી રોજી મેળવી શકે છે.

નરેન્દ્ર મોદીએ પોખરણમાં સભાને સંબોધી
મિત્રો સેનાના જવાનો આ ભૂમિમાંથી આવે છે. અટલજીએ સેનાના જવાનોના મકાન બનાવવા માટે 18 કરોડ રૂપિયાની યોજના બનાવી. પરંતુ અટલજીની સરકાર રહી નહીં એટલે યોજના પણ માળીએ ચડી ગઇ. કારગિલમાં શહિદ થયેલા જવાનોના પરિવાર માટે બનેલા ફ્લેટ 'આદર્શ'માં પણ તેમણે કૌભાંડ કર્યો.

નરેન્દ્ર મોદીએ પોખરણમાં સભાને સંબોધી
મિત્રો રાજીવગાંધી કહેતા હતા કે દિલ્હીથી એક રૂપિયો નીકળે છે અને ગામડા સુધી પહોંચ પહોંચતા તે પંદર પૈસા થઇ જાય છે. દેશની જનતા જાણવા માંગે છે કે એ પંજો કોનો હતો જે આ રૂપિયાને ખાઇ જાય છે.

નરેન્દ્ર મોદીએ પોખરણમાં સભાને સંબોધી
મિત્રો એક વખત મનમોહન સિંહે અમને સલાહ આપી કે ભાજપના નેતા મહાપુરુષોના નામ તો આપે છે પરંતુ તેમના માર્ગે ચાલતા નથી. હું તેમની વાતનો સ્વીકાર કરું છું કે મહાપુરુષની વાતનું અનુસરણ કરવું જોઇએ.

નરેન્દ્ર મોદીએ પોખરણમાં સભાને સંબોધી
આપણા દેશના સૌથી મહાપુરુષ મહાત્મા ગાંધીની વાત માનવી જોઇએ કે નહીં. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે આઝાદી બાદ કોંગ્રેસ પાર્ટીનું વિગઠન કરી દેવું. મિત્રો કોંગ્રેસને દેશમાંથી હટાવી ગાંધીજીને સાચા હૃદય શ્રદ્ધાંજલી આપવી જોઇએ.
મિત્રો આ કોંગ્રેસ પાર્ટીના નેતા, મેડમ સોનિયાજી, સહેદાજાજી એમ કહે છે કે આ લોકોની જમીન પડાવી લે છે. હું જેસલમેરની પ્રજાને પૂછવા માગું છું કે તમારી લાખો એકર જમીન કોણ પડાવી ગયું. લોકોએ જવાબ આપ્યો કે કોંગ્રેસે. મોદીએ કહ્યું કે ચોર જ્યારે ઘરમાં જ બેઠો હોય તો શું કરવું. મિત્રો અહીં ભાજપની સરકાર બનશે અને 2014માં દિલ્હીમાં પણ ભાજપની સરકાર બનશે અને અહી હું તમને વચન આપવા આવ્યો છું કે એક એક ઇંચ જમીન પાછી લાવવામાં આવશે.
અમારા કચ્છમાં પીવાનું પાણી પણ ન્હોતું. આજે પણ અત્રે સીમા પર જે સેનાના જવાનો છે તેમને પાણી પહોંચાડવા માટે ઊંટની મદદ લેવમાં આવી હતી. પરંતુ અમે નર્મદા નદીથી પાઇપલાઇન દ્વારા સરહદ સુધી પાણી પહોંચાડવામાં આવ્યું. અને તેની સાથે સાથે 9 હજાર ગામોને પાણી પહોંચાડવામાં આવ્યું. શું મિત્રો આ કામ અહીં ના થઇ શકે?
મિત્રો અટલજીએ નદીઓને જોડવાનું સપનું જોયું હતું, જો તેઓ વધુ પાંચ વર્ષ રહ્યા હોત આજે જેસલમેર પાણીથી લબાલબ હોત. મિત્રો અહીના ખેડૂતોને જો પાણી મળે તો તેઓ માટીમાંથી પણ સોનું ઊંગાડીને દેશની ઝોળી ભરી શકે તેમ છે.
મિત્રો આ કોંગ્રેસ માત્ર વોટ બેંકની જ રાજનીતિ કરવામાં મસ્ત છે. મિત્રો આપ મને જણાવો કે અહીંના જવાનો પાસે સેનામાં ભર્તી થવા સિવાય બીજી કોઇ તક છે ખરી? તે સારું શિક્ષણ મેળવીને આગળ વધવા માગે છે. આજે આખા હિન્દુસ્તાનમાં ઓછામાં ઓછા બેરોજગાર હોય તો તે ગુજરાત છે. અહીના કોઇ પરિવાર નહીં હોય જેમના છોકરા કે પરિવાર મારા ગુજરાતમાં ના રહેતા હોય. એનું કારણ છે વિકાસ. જો આ કોંગ્રેસ સરકારે વિકાસ કર્યો હોત તો દિકરાએ માતા-પિતાને છોડીને જવું ના પડતું.
મિત્રો પતંગ ગુજરાતમાં છે. અમારા મુસલમાન ભાઇઓ પતંગ બનાવે છે. પહેલા એ ધંધો ઓછો હતો. પરંતુ અમે એમને પ્રોત્સાહન આપ્યું અને આજે ગુજરાતમાં મારા મુસલમાન ભાઇઓ સરળતાથી રોજી મેળવી શકે છે.
મિત્રો સેનાના જવાનો આ ભૂમિમાંથી આવે છે. અટલજીએ સેનાના જવાનોના મકાન બનાવવા માટે 18 કરોડ રૂપિયાની યોજના બનાવી. પરંતુ અટલજીની સરકાર રહી નહીં એટલે યોજના પણ માળીએ ચડી ગઇ. કારગિલમાં શહિદ થયેલા જવાનોના પરિવાર માટે બનેલા ફ્લેટ 'આદર્શ'માં પણ તેમણે કૌભાંડ કર્યો.
મિત્રો રાજીવગાંધી કહેતા હતા કે દિલ્હીથી એક રૂપિયો નીકળે છે અને ગામડા સુધી પહોંચ પહોંચતા તે પંદર પૈસા થઇ જાય છે. દેશની જનતા જાણવા માંગે છે કે એ પંજો કોનો હતો જે આ રૂપિયાને ખાઇ જાય છે.
મિત્રો એક વખત મનમોહન સિંહે અમને સલાહ આપી કે ભાજપના નેતા મહાપુરુષોના નામ તો આપે છે પરંતુ તેમના માર્ગે ચાલતા નથી. હું તેમની વાતનો સ્વીકાર કરું છું કે મહાપુરુષની વાતનું અનુસરણ કરવું જોઇએ. આપણા દેશના સૌથી મહાપુરુષ મહાત્મા ગાંધીની વાત માનવી જોઇએ કે નહીં. મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે આઝાદી બાદ કોંગ્રેસ પાર્ટીનું વિગઠન કરી દેવું. મિત્રો કોંગ્રેસને દેશમાંથી હટાવી ગાંધીજીને સાચા હૃદય શ્રદ્ધાંજલી આપવી જોઇએ.
બે સૈનિકોના માથા ધડથી અલગ કરીને લઇ ગયા. કોંગ્રેસના મંત્રીઓ પાકિસ્તાનના વડાપ્રધાનને જયપુરમાં ચિકન બિરિયાનીનું ભોજ આપે છે. આ આપણા સૈનિકોનું અપમાન છે કે નહીં? યુપીએના એક મંત્રીએ એવું કહ્યું હતું કે સૈનિકો સેનામાં ભર્તી થાય છે રૂપિયા કમાવવા માટે, મરવા માટે. બોલો યુપીએના મંત્રીએ પોતે આવું કહ્યું હતું આને સેનાના જવાનોનું અપમાન કહેવાય કે નહીં?
નરેન્દ્ર મોદીને સાંભળો વીડિયો:
-
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી, નોંધી લેજો આ તારીખ -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
LPG Price Today: ગેસની અછત વચ્ચે મોટો ઝટકો! આજે તમારા શહેરમાં કેટલાનો મળી રહ્યો છે સિલિન્ડર, ચેક કરો નવા રેટ -
Gandhinagar News: રાજ્યમાં PNG ગેસ અને પેટ્રોલિયમની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા બેઠક -
Weather News: 18 રાજ્યો પર હવામાનનો ડબલ એટેક! ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક લૂ, IMDનું મોટું એલર્ટ -
PM Modi In Assam: PM મોદીએ કર્યું શિલોંગ-સિલચર કોરિડોરનું ભૂમિપૂજન, 8 કલાકની સફર 5 કલાકમાં થશે -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: રેકોર્ડ તોડવા માટે તૈયાર છે વૈભવ સૂર્યવંશી, આ IPLમાં બનાવશે કીર્તિમાન -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી








Click it and Unblock the Notifications
